Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
३७८
उभयनयतः वस्तुव्यवस्था
૪/૨
જે ઘટ-ઘટાભાવાદિકનઈં યદ્યપિ વિરોધ છઇં, તો પણિ ભેદાભેદનઈં વિરોધ નથી. જે માટŪ સર્વ ઠામઈ, દોઇ ધર્મ ભેદ-અભેદ અવિરોધઈ = એકાશ્રયવૃત્તિપણઈ જ દીસઈ છઇ, *એક તોલઈ પણિ = ૐ તુલ્યરૂપે. ‘ઘટસ્થ નીતં સ્વમ્, નીતો ય:' ત્યાઘનુમવસ્ય સાર્વનનીનત્યાત્ ।
प
सु
यद्यपि घट-घटाभावयोः विरोधो वर्तते तथापि अभेद-भेदयोः विरोधो नास्ति, सर्वत्रैव घट -पटादिषु तयोः अविरोधित्वं = एकाश्रयवृत्तित्वं तुल्यरूपेण दृश्यते एव, घटत्व-पटत्वादिना मिथो रा भिन्नेष्वपि घट-पटादिषु द्रव्यत्वादिना अभेदस्यैव सत्त्वात् । एवं प्रत्येकं भेदाभेदौ स्तः, મેદ્રનયાऽर्पणायां भेदस्य अभेदनयार्पणायाञ्चाऽभेदस्योपलब्धेः । न हि 'घटस्य नीलं रूपम्’, ‘नीलो घट’ इत्याद्यनुभवस्य सार्वजनीनत्वं निह्नोतुम् अर्हति । अत्र भेदाभेदयोरविगानेनोपलब्धिः, प्रथमे भेदद्योतकषष्ठ्या द्वितीये चाभेदज्ञापकसामानाधिकरण्यस्य सत्त्वात् । ततो द्रव्ये गुणादिभेदाभेदौ नापलपनीयौ। इदमेवाऽभिप्रेत्य न्यायावतारवार्त्तिके शान्तिसूरिभिः “ भेदज्ञानात् प्रतीयन्ते यथा भेदाः परिस्फुटम् ।
(યપિ.) જો કે ઘટ અને ઘટાભાવ વચ્ચે વિરોધ રહેલો છે. કેમ કે જ્યાં ઘટ હોય છે ત્યાં ઘટાભાવ હોતો નથી. જ્યાં ઘટાભાવ હોય ત્યાં ઘટ હોતો નથી. તો પણ પ્રસ્તુતમાં ભેદ અને અભેદ વચ્ચે તો વિરોધ નથી જ રહેતો. કારણ કે ઘટ-પટ વગેરે સર્વ પદાર્થમાં ભેદ અને અભેદનો અવિરોધ એકસરખો જોવા મળે છે. અવિરોધનો અર્થ છે એક આશ્રયમાં રહેવું. એક જ ઘટમાં પટનો ભેદ અને અભેદ એમ બન્ને રહે છે. ઘટત્વ-પટત્વરૂપે ઘટ અને પટ પરસ્પર ભિન્ન છે. પરંતુ દ્રવ્યત્વરૂપે તો તે બન્ને અભિન્ન જ છે. આમ દરેક વસ્તુમાં ભેદ અને અભેદ બન્ને રહેલા છે. પરંતુ જ્યારે ભેદનયને મુખ્ય કરવામાં આવે છે ત્યારે પદાર્થમાં ભેદનું ભાન થાય છે. તથા જ્યારે અભેદનયને મુખ્ય કરવામાં આવે છે ત્યારે પદાર્થમાં અભેદનું ભાન થાય છે. જેમ કે ઘટ અને ઘટનું નીલરૂપ - આ બન્નેમાં ભેદ અને અભેદ બન્ને રહેલા છે. તેથી જ ‘ઘટસ્ય નીi i’ અને ‘નીતો ઘટઃ' આ પ્રમાણે સર્વ લોકોને અનુભવ થાય છે. પ્રથમ અનુભવમાં ઘટ અને નીલરૂપ વચ્ચે ભેદનું ભાન થાય છે. કારણ કે છઠ્ઠી વિભક્તિ ભેદઘોતક છે. જ્યારે બીજા અનુભવમાં ઘટ અને નીલરૂપ વચ્ચે અભેદનું ભાન થાય છે. કારણ કે સામાનાધિકરણ્ય સમાનવિભક્તિકત્વ અભેદ્યોતક છે. આ અનુભવ સર્વ લોકોને અસ્ખલિતપણે થતો હોવાથી અપલાપ કરવા યોગ્ય નથી. માટે દ્રવ્ય અને ગુણાદિના ભેદાભેદનો અપલાપ કરવો જરાયે વ્યાજબી નથી.
સ્પષ્ટતા :- ‘વેવવત્તસ્ય ઘટ' અહીં છઠ્ઠી વિભક્તિ જેમ દેવદત્ત અને ઘટ વચ્ચે ભેદને દર્શાવે છે, તેમ ‘ઘટચ નીતં વં' અહીં છઠ્ઠી વિભક્તિ ઘટ અને નીલરૂપ વચ્ચે ભેદને દર્શાવે છે. તથા ‘રામદ ભૂપઃ' અહીં પૂર્વોત્તર પદની સમાન વિભક્તિ રામ અને રાજા વચ્ચે જેમ અભેદને દર્શાવે છે, તેમ ‘નીલો ઘટ' અહીં પૂર્વોત્તર પદની સમાન વિભક્તિ ઘટ અને નીલરૂપ વચ્ચે અભેદને દર્શાવે છે.
=
* ભેદનય અને અભેદનય દ્વારા વસ્તુવ્યવસ્થા
(મેવા.) આ જ અભિપ્રાયથી ન્યાયાવતારવાર્તિક ગ્રંથમાં શ્રીશાંતિસૂરિજી મહારાજે જણાવેલ છે ભેદનયથી જેમ પદાર્થમાં અત્યંત સ્પષ્ટ રીતે ભેદોનું જ્ઞાન થાય છે, બરોબર તેમ
કે “ભેદજ્ઞાનથી
♦ મ.માં ‘ઇક’ પઇ. કો.(૭)નો પાઠ લીધો છે. ... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.કો.(૯) + સિ.માં છે.
-