Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* क्रमिकाऽक्रमिकानेकान्तप्रदर्शनम्
૪/૨
21
यथोक्तं 'क्रमेण' (४/१ ) इत्यादि तदपि न युक्तम्, क्रमभाविधर्मापेक्षया क्रमेण अक्रमभावि-धर्मापेक्षया चाsक्रमेण अनेकान्ताभ्युपगमात्, कालभेदेन तदतत्कारित्ववद् निमित्तभेदेन तदतत्स्वभाव-त्वस्थापनमेवाऽनेकान्तार्थ કૃતિ૬।।
४०६
प
यथोक्तं ‘किं क्रमेण सर्वम् अनेकान्तात्मकम् उत यौगपद्येन ?' (शाखा - ४ श्लो. १ ) इत्यादि शु तदपि न युक्तम्, क्रमभाविधर्मापेक्षया क्रमेण अक्रमभाविधर्मापेक्षया चाऽक्रमेण अनेकान्ताभ्युपगमात्, कालभेदेन तदतत्कारित्ववन्निमित्तभेदेन तदतत्स्वभावत्वस्थापनमेवाऽनेकान्तार्थः । अयमाशयः - एकस्मिन्नेव देवदत्ते यौवनकाल-बालकालभेदेन धनार्जकत्व - तदभावौ यथा सम्प्रविशतः तथा क्रमभावि-युगपद्भाविधर्मलक्षणनिमित्तभेदेन एकस्मिन्नेव वस्तुनि क्रमिकानेकान्तस्वभावत्वाऽक्रमिकानेकान्तस्वभावत्वे समाविशतः । न हि अम्ल-मधुररस- हरित-पीतवर्णादिलक्षणक्रमभाविधर्मापेक्षया क्रमिकानेकान्तस्वभावणि शालिनि आम्रफलादौ प्रमेयत्व-सत्त्व-द्रव्यत्वादियुगपद्भाविधर्माऽपेक्षया अक्रमिकानेकान्तस्वभावाभ्युपगमे का किञ्चिद् दूषणं पश्यामः । एवं सर्वत्र भावनीयम् । । ९ । ।
પાપા ક
* નિમિત્તભેદથી ક્રમિક-અક્રમિક અનેકાંત
Cu
(થયો.) વળી, પૂર્વે જે કહેલું કે ‘સર્વ વસ્તુ શું ક્રમથી અનેકાંતાત્મક છે કે યુગપણ્ અનેકાંતાત્મક છે ? ઈત્યાદિ...' તે વાત પણ વ્યાજબી નથી. કારણ કે સ્વગત ક્રમભાવી ધર્મની અપેક્ષાએ વસ્તુ ક્રમથી અનેકાંતાત્મક છે તથા અક્રમભાવી = યુગપદ્ભાવી ધર્મની અપેક્ષાએ વસ્તુ યુગપણ્ અનેકાંતાત્મક છે. આ રીતે અમે માનીએ છીએ. આમ કાળભેદથી તદ્-અતત્કારિત્વની જેમ નિમિત્તભેદથી તદ્ -અતસ્વભાવત્વની સ્થાપના કરવી એ જ અનેકાંતવાદનું પ્રયોજન છે. તાત્પર્ય એ છે કે માણસ બાલપણમાં ધન કમાતો નથી, યુવાનીમાં ધન કમાય છે. આમ એક જ દેવદત્ત નામના માણસમાં કાળભેદથી ધનોપાર્જનકારિત્વ અને ધનોપાર્જનકારિત્વનો અભાવ - આ બે વિરોધી ધર્મ રહી શકે છે. આ હકીકત સર્વ લોકોને માન્ય છે. તેથી તેને દષ્ટાંતરૂપે બતાવીને ગ્રંથકારશ્રીએ જણાવેલ છે કે કાળભેદથી તત્કારિત્વનો Â અને તત્કારિત્વઅભાવનો જેમ એકત્ર સમાવેશ થાય છે તેમ નિમિત્તભેદથી તસ્વભાવત્વનો અને અતસ્વભાવત્વનો એકત્ર સમાવેશ થઈ શકે છે. ક્રમભાવીધર્માત્મક નિમિત્તની અપેક્ષાએ વસ્તુમાં ક્રમિક અનેકાંતરૂપતા છે. તથા અક્રમભાવીધર્માત્મક અન્ય નિમિત્તની અપેક્ષાએ વસ્તુમાં અક્રમિક અનેકાંતરૂપતા છે. આવું માનવામાં કોઈ વિરોધ નથી આવતો. જેમ કે કેરી પૂર્વે ખાટી અને લીલી હોય છે. પાછળથી તે મીઠી અને પીળી થાય છે. તેથી ખાટા-મીઠા રસ અને લીલા-પીળા વર્ણસ્વરૂપ ક્રમભાવી ગુણધર્મની અપેક્ષાએ કેરીમાં ક્રમિક અનેકાન્તસ્વભાવ છે. તથા પ્રમેયત્વ, સત્ત્વ, દ્રવ્યત્વ વગેરે ગુણધર્મો યુગપદ્ભાવી છે. તેથી તે યુગપદ્ભાવી ગુણધર્મની અપેક્ષાએ કેરીમાં અક્રમિક અનેકાન્તસ્વભાવ છે. આવું માનવામાં અમને અનેકાન્તવાદીને કોઈ દોષ જણાતો નથી. આવી રીતે સર્વત્ર વિચારી લેવું.