Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
३८४ । भेदनयो मैत्र्यादिभावोपष्टम्भक: .
૪/૨ आत्मनि हिंसकत्वाऽसत्यवादित्वाद्यशुद्धपर्यायदर्शने 'तेभ्यः पर्यायेभ्य आत्मा भिन्न' इति विमृश्य तं प्रति मैत्र्यादिभावनया अस्माभिः वर्तितव्यम् । स च द्रव्य-पर्यायाऽभेदं पुरस्कृत्य 'अहं हिंसकः ' मृषावादी च, धिग् माम्' इत्येवं आत्मनिन्दागर्भविचारणया मोक्षमार्गे अभिसर्पति। रा एतद्विपर्यासः स्वस्मिन् कार्यः। तथाहि - स्वदोषदर्शने मलिनपर्यायात्मनोः अभेदं पुरस्कृत्य प्र आत्मनिन्दा-दोषगर्हादिना आत्मशुद्धिमार्गे स्वयमेव शीघ्रं गन्तव्यम् । परन्तु 'अहं कामी, क्रोधी
रसलम्पटश्च । मदीयः दुष्ट स्वभावो न जातु विलेष्यति। सदनुष्ठानप्रबन्धं कुर्यां, न वा ? - न र मे ततः कश्चिद् दुष्टस्वभावविभेदः सम्पद्येत' इत्यादिकं परामृश्य अस्माभिः हतोत्साहतया न क भाव्यम् । कुकर्मवशतः तथाविधहतोत्साहतायां सत्यां लघुताग्रन्थिपरित्यागाय सत्त्वस्फोरणाय च 'ध्रुवः - अहं मलिनपर्यायेभ्यः सर्वथा भिन्नः। किं ते स्वयंविनश्वराः मलिनपर्याया अतीन्द्रियम् अलिप्तम्
असङ्गं ध्रुवं च मां पीडयिष्यन्ति ?' इत्येवं द्रव्य-पर्यायभेदम् अवलम्ब्य ध्रुव-शुद्धात्मद्रव्ये दृष्टिः का स्थापनीया। इत्थमेव क्रमेण “यो वीतरागः सर्वज्ञ यः शाश्वतसुखेश्वरः। क्लिष्टकर्मकलातीतः सर्वथा નિત્તસ્તથા TI” (૩.૪.૭/૩) ૩ષ્ટપ્રકરણોપર્શિતઃ શુદ્ધાત્મા પ્રાદુર્મવેત્ II૪/રા
તે મલિન પર્યાયો કરતાં તેનો આત્મા ભિન્ન છે' - તેવું વિચારી તેના પ્રત્યે મૈત્રી વગેરે ભાવો આપણામાં જગાડી શકાય. તથા સામેની વ્યક્તિ “હું હિંસક છું, અસત્યવાદી છું. તેથી મને ધિક્કાર થાઓ” – આ રીતે આત્મનિંદાગર્ભિત દ્રવ્ય-પર્યાય સંબંધી અભેદની વિચારણા કરવા દ્વારા આત્મશુદ્ધિના માર્ગે આગળ વધી શકે.
તિ.) આનાથી ઊલટું આપણામાં જ્યારે દોષદર્શન થાય ત્યારે તે મલિન પર્યાયથી આપણો અભેદ એ વિચારી, આત્મનિંદા, દોષગ દ્વારા આત્મશુદ્ધિના માર્ગે આગળ વધવું. પરંતુ હું તો કામી છું, ક્રોધી
છું, રસેલંપટ છું, મારો સ્વભાવ ખરાબ જ છે. મારો દુષ્ટ સ્વભાવ ક્યારેય વિલીન = રવાના થવાનો ૧ નથી. હું તો ક્યારેય સુધરવાનો જ નથી. હું સાધના કરું કે ન કરું, મારામાં કોઈ ફરક પડવાનો Oા જ નથી' - આ રીતે હતાશાની અને નિરાશાની ખાઈમાં આપણે ગબડી પડવાનું નથી. કદાચ કર્મવશ તેવી હતાશાની ખીણમાં આપણે ગબડી પડીએ ત્યારે લઘુતાગ્રંથિ (= inferiority complex)માંથી બહાર આવવા માટે તથા સત્ત્વને સ્કુરાયમાન કરવા માટે હું મલિન પર્યાયો કરતાં તદન જુદો છું. સ્વયં નાશ પામવાના સ્વભાવવાળા તે અશુદ્ધ પર્યાયો મારું શું બગાડવાના ? કેમ કે હું તો અતીન્દ્રિય, અલિપ્ત, અસંગ, ધ્રુવ આત્મા છું' - આ રીતે દ્રવ્ય-પર્યાયનો ભેદ વિચારી શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર પોતાની દૃષ્ટિને સ્થિર કરવી. આ રીતે જ મોક્ષમાર્ગે ક્રમસર આગળ વધતાં અષ્ટકપ્રકરણમાં દર્શાવેલ શુદ્ધાત્મા પ્રગટ થાય. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ શુદ્ધાત્માને ઉદેશીને જણાવેલ છે કે “જે વીતરાગ, સર્વજ્ઞ, શાશ્વત સુખના સ્વામી, ક્લિષ્ટ કર્મોના અંશોથી રહિત તથા સર્વથા નિષ્કલ-નિરંજન છે.” (૪૨)
-