Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪/૨
• शखेश्वरपार्श्वनाथस्तोत्रसंवादः ।
३९७ भेदानुसरणम् । तथाहि - घटनिष्ठस्य नीलभेदाभेदलक्षणजात्यन्तरस्य अभिव्यञ्जकः नीलभेदः घटे । घटत्वलक्षणपर्यायत्वावच्छेदेन वर्तते नीलभेदाभावश्च एकद्रव्यत्वावच्छेदेनेति तयोः ज्ञानाद् भेदाभेदलक्षण- .. वैजात्याभिव्यक्तिरनाविलैव । यथा नरत्व-सिंहत्वाभ्यां विलक्षणं व्याप्यवृत्ति नृसिंहसमवेतं नरसिंहत्वलक्षणं । जात्यन्तरं नव्यनैयायिकमतानुसारेण विभिन्नदेहावयवद्वारा अभिव्यज्यते तथा केवलभेदाभेदाभ्यां विलक्षणं स व्याप्यवृत्ति द्रव्याऽपृथग्भूतं नीलादिभेदाभेदलक्षणं जात्यन्तरं पर्यायत्वावच्छेदेन वर्तमानो नीलादिभेदो श एकद्रव्यत्वावच्छेदेन च वर्त्तमानो नीलादिभेदाभावोऽभिव्यक्तः ।
इदमेवाभिप्रेत्य महोपाध्यायश्रीयशोविजयगणिवरैः शर्केश्वरपार्श्वनाथस्तोत्रे प्रोक्तम् – “एकत्र वृत्तौ । हि विरोधभाजोः या स्यादवच्छेदकभेदयाञ्चा। द्रव्यत्व-पर्यायतयोविभेदं विजानतां सा कथमस्तु नस्तु ?।।” ! (श.पा.स्तो.४०)। अधिकन्त्वस्मत्कृतजयलताभिधानायाः स्याद्वादरहस्यव्याख्यायाः (भाग-१ पृ.८५) विज्ञेयम् । का એક વાત જાણવી જરૂરી છે. તે એ છે કે અન્યદર્શનની માન્યતા મુજબ વિષ્ણુના વરાહ, મત્સ્ય, નૃસિંહ આદિ દસ અવતાર ગણાય છે. જુદા જુદા કલ્પોમાં નૃસિંહ અવતાર પણ અનેક હોય છે. તેથી સિંહત્વ અને નરત્વ કરતાં જુદી નરસિંહત્વ નામની એક વિલક્ષણ જાતિ નવ્ય નૈયાયિકો માને છે. નરસિંહશરીરમાં સમવાય સંબંધથી આ નરસિંહત્વ જાતિ સમગ્રપણે વ્યાપીને રહેલી છે. તેની અભિવ્યક્તિ જુદા જુદા ભાગમાં રહેલ નરદેહઅવયવ અને સિંહશરીરઅવયવ દ્વારા થાય છે. જેમ ગાયમાં રહેલ સાસ્નાદિમત્ત્વ દ્વારા ગોત્વ જાતિની અભિવ્યક્તિ થાય છે, તેમ જાત્યંતર સ્વરૂપ નરસિંહત્વની અભિવ્યક્તિ નરદેહ અવયવ અને સિંહશરીર અવયવ દ્વારા થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખી નવ્ય જૈનો એમ કહે છે કે જાત્યંતરાત્મક ભેદભેદની અભિવ્યક્તિ ભેદ અને ભેદભાવ દ્વારા થાય છે. ભેદ અને ભેદભાવ રા પરસ્પર વિરોધી હોવાથી જુદા જુદા અવચ્છેદકથી તેનો એકત્ર સમાવેશ કરવામાં આવે છે. પર્યાયત્વ ભેદનું અવચ્છેદક બનશે અને એકદ્રવ્યત્વ (= એકમાત્રવૃત્તિતાવિશિષ્ટદ્રવ્યત્વ) ભેદાભાવનું અવચ્છેદક Cી બનશે. મતલબ એ છે કે ઘટ નામના પર્યાયમાં નીલરૂપનો જે ભેદભેદ રહેલ છે, તેના અભિવ્યંજક નીલભેદ અને નીલભેદભાવ બને છે. ઘનિષ્ઠ નીલભેદનું અવચ્છેદક ઘટત્વ = પર્યાયત્વ અને છે નીલભેદભાવનું અવચ્છેદક દ્રવ્યત્વ છે – તેવું સ્વીકારીને જાત્યંતર રૂપ ભેદાભેદની અભિવ્યક્તિ = જ્ઞાન થવામાં કોઈ પણ પ્રકારનો વાંધો આવતો નથી. આમ પ્રત્યેક દ્રવ્યમાં પર્યાયત્વઅવચ્છેદન રહેલા ભેદ દ્વારા અને દ્રવ્યત્વઅવચ્છેદન રહેલા ભેદભાવ દ્વારા જાયંતરાત્મક ભેદભેદની અભિવ્યક્તિ થાય છે.
(.) આ જ અભિપ્રાયથી મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે શ્રીશંખેશ્વર પાર્શ્વનાથસ્તોત્રમાં જણાવેલ છે કે “હે ભગવંત ! એક વસ્તુમાં વિરુદ્ધસ્વરૂપે જણાતા ગુણધર્મોનો સમાવેશ કરવામાં અવચ્છેદકભેદને અનુસરવાની જે વ્યગ્રતા પરદર્શનીને થાય છે તે વ્યગ્રતા દ્રવ્યત્વ અને પર્યાયત્વ વચ્ચે વિશેષતાને = તફાવતને જાણનારા અમને કઈ રીતે થાય ? અર્થાતુ ન જ થાય.” આશય એ છે કે દ્રવ્યત્વ અને પર્યાયત્વ ગુણધર્મ જુદા-જુદા છે. તેથી દ્રવ્યત્વ અભેદવૃત્તિતાનું અવચ્છેદક બની શકશે. તથા પર્યાયત્વ ભેદવૃત્તિતાનું અવચ્છેદક બની શકશે. તેથી ગુણ અને ગુણી વચ્ચે જાયંતરાત્મક ભેદભેદ માનવામાં કોઈ વિરોધ આવતો નથી. આ પ્રમાણે નવ્ય જૈન વિદ્વાનોનું મંતવ્ય છે. પ્રસ્તુત શ્રીશંખેશ્વર