Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० नृसिंहोदाहरणपरामर्शः . श. नृसिंहदृष्टान्तेन अवच्छेदकभेदेनैवाऽनयोरविरोध इति नव्याः। जी नृसिंहदृष्टान्तेन अवच्छेदकभेदेनैवाऽनयोरविरोध इति नव्याः ।
इदञ्चात्रावधेयम् – “नाऽभेदमेव पश्यामो भेदं नाऽपि च केवलम् । जात्यन्तरं तु पश्यामस्तेनाऽनेकान्तरा साधनम् ।।” (उ.सि.२३) इति उत्पादादिसिद्धिप्रकरणादिवचनात् प्राञ्चो जैनाचार्या जात्यन्तरात्मकम भेदाभेदाभ्युपगमपराः। नव्यजैनाः तन्मतमङ्गीकृत्याऽपि प्राहुः यदुत जात्यन्तरात्मकभेदाऽभेदाभि- व्यक्तिः एकत्र अवच्छेदकभेदेन समाविष्टयोः मिथोविरुद्धयोः भेदाभेदयोः ज्ञानादेव भवितुमर्हति । भेदाभेदजातिविशेषः अभिव्यङ्ग्यः, भेदाऽभेदौ च तदभिव्यञ्जको । तयोः मिथो विरोधाद् अवच्छेदक
નિગ્ધતા અને ઉષ્ણતા એકત્ર વ્યાપ્યવૃત્તિ છે જ્યારે દાડમમાં સ્નિગ્ધતા અને ઉષ્ણતા પરસ્પર અવિભક્ત રીતે રહે છે. સ્નિગ્ધતા પિત્તનાશક છે. ઉષ્ણતા કફનાશક છે. પિત્ત અને કફ પરસ્પર વિરોધી છે. તેથી જે પિત્તનાશક (=સાકર) હોય તે કફનાશક ન હોય. જે કફનાશક (= મરચું) હોય તે પિત્તનાશક ન હોય. આમ પિત્તનાશક અને કફનાશક વચ્ચે વિરોધ છે. તેમ છતાં પિત્તનાશક સ્નિગ્ધતા અને કફનાશક ઉષ્ણતા એક જ દાડમમાં સમગ્રપણે (= વ્યાપ્યવૃત્તિત્વ સ્વરૂપે) વ્યાપીને રહે છે. મતલબ કે દાડમના જે ભાગમાં સ્નિગ્ધતા છે ત્યાં ઉષ્ણતા પણ છે જ. આથી સ્નિગ્ધતા અને ઉષ્ણતા દાડમમાં અત્યંત અવિરુદ્ધપણે સિદ્ધ થાય છે. પ્રાચીન જૈનાચાર્યોનું કહેવું એવું છે કે “એક જ ચણોઠીના જુદા જુદા ભાગમાં રહેલ લાલ અને શ્યામ વર્ણની જેમ નહિ, પરંતુ એક જ દાડમમાં સમગ્રતયા વ્યાપીને રહેલ સ્નિગ્ધતા અને ઉષ્ણતાની જેમ, એ ગુણાદિનો ભેદ અને અભેદ દ્રવ્યમાં સમગ્રતયા વ્યાપીને રહેલ છે. આથી ગુણીમાં ગુણનો અને પર્યાયીમાં - પર્યાયનો ભેદભેદ પરસ્પર અત્યંત અવિરુદ્ધ છે - તેમ સમજાવવા ચણોઠીના બદલે દાડમનું ઉદાહરણ Lી પ્રાચીન શ્વેતાંબર જૈનાચાર્યોએ ગ્રહણ કરેલ છે, તે વ્યાજબી જ છે. »
ભેદભેદનો એકત્ર અવચ્છેદકભેદથી સમાવેશઃ નવ્ય જૈન જ (નૃસિંદ) નવ્ય શ્વેતાંબર જૈનોનું પ્રસ્તુતમાં એવું કથન છે કે નૃસિંહના દૃષ્ટાંત અનુસાર અવચ્છેદકભેદથી જ ભેદભેદનો એકત્ર સમાવેશ કરવામાં આવે છે. તેથી ભેદભેદમાં એકાંતે વિરોધ નથી.
6 નરસિંહ દૃષ્ણતની વિચારણા (ફુગ્ગા.) અહીં એક બાબત ખ્યાલમાં રાખવી કે “અમે માત્ર અભેદને જોતા નથી કે માત્ર ભેદને પણ જોતા નથી. જાત્યન્તરસ્વરૂપ ભેદભેદને જ અમે વસ્તુમાં જોઈએ છીએ. તેથી અનેકાન્તની સિદ્ધિ થાય છે' - આ પ્રમાણે ઉત્પાદાદિસિદ્ધિ પ્રકરણ વગેરેના વચન મુજબ કે પ્રાચીન જૈનાચાર્યો જાતિવિશેષાત્મક ભેદભેદનો સ્વીકાર કરે છે. નવ્ય જૈન વિદ્વાનો તેઓના મતનો અંગીકાર કરે જ છે. તેમ છતાં નવ્ય જૈન તાર્કિકો વધુ સ્પષ્ટતા માટે એમ કહે છે કે – જાત્યન્તરસ્વરૂપ ભેદભેદની અભિવ્યક્તિ = જાણકારી તો એક જ વસ્તુમાં અવચ્છેદકભેદથી રહેલા પરસ્પરવિરુદ્ધ એવા ભેદ અને અભેદ - બન્નેનું જ્ઞાન થવા દ્વારા જ થઈ શકે છે. ભેદભેદજાતિ અભિવ્યંગ્ય = જ્ઞાતવ્ય છે. તથા ભેદ અને અભેદ તેના અભિવ્યંજક = જ્ઞાપક છે. નૃસિંહત્વ જાતિની જેમ તેની અભિવ્યક્તિ થઈ શકે છે. અહીં પ્રાસંગિક