Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
३८२ • भेदांशमिथ्यात्वनिरास: ।
૪/૨ y ज्ञानम् आनन्द' इति वाक्ये षष्ठ्या द्योतितः ब्रह्मानुयोगिकः सत्त्वादिभेदस्तु मिथ्या, निषेधात्मकत्वात् । परमार्थतो ब्रह्म सत्स्वरूपं चिद्रूपम् आनन्दात्मकम्' इति ।
(२) भेदवादिनां सौगतानाम् अयम् अभिप्राय उत ‘सर्वं स्वलक्षणम्'। स्वभिन्नं न स्वलक्षणं म भवितुमर्हति । प्रतिवस्तु सर्वथा विलक्षणं प्रातिस्विकं स्वास्तित्वं वर्तते । अत एव सर्वं वस्तु मिथ
एकान्तभिन्नम् । अयं भेदांश एव सत्यः। किञ्च, सर्वेषां क्षणानां निरंशत्वाद् गुणस्य नैव द्रव्यांशरूपता किन्तु सर्वथा द्रव्यात् स्वातन्त्र्यम् । गुणस्येदं स्वालक्षण्यमेव परमार्थसत् । द्रव्य-गुणयोः भासमानोक ऽभेदस्तु मिथ्यैव, तस्य भेदाभावरूपत्वात्। न ह्यतद्व्यावृत्तिः पारमार्थिकी इति भेदांश एव णि तात्त्विकः।'
(३) भेदाभेदवादिनां स्याद्वादिनां त्वयमाशयः - ‘अखिलपदार्थाभ्युपगमः सम्यगनुभवमूलतया अनुभवज्ञानिवचनमूलतया वा समीचीनः, परिच्छेदात्मकस्य सम्यगर्थानुभवस्यैव मुख्यप्रमाणत्वात् । સુખ' - આવા વાક્યમાં રહેલ છઠ્ઠી વિભક્તિ દ્વારા બ્રહ્મમાં અસ્તિત્વ આદિના જે ભેદનું જ્ઞાન કરાવાય છે તે મિથ્યા છે. કારણ કે તે ભેદ નિષેધસ્વરૂપ છે. પરમાર્થથી બ્રહ્મ સસ્વરૂપ છે, ચિસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે. તેથી બ્રહ્મ અને સત્ત્વ, જ્ઞાન આદિ વચ્ચેનો ભેદ તુચ્છ સાબિત થાય છે. તેથી જ તે મિથ્યા છે.” આ પ્રમાણે અભેદવાદીનો અભિપ્રાય છે.
સ્વલક્ષણસ્વરૂપ ભેદાંશ સત્યઃ બૌદ્ધ $ (૨) જ્યારે એકાંત ભેદવાદી બૌદ્ધ એવું કહે છે કે “દરેક પદાર્થ સ્વલક્ષણ છે. અર્થાત્ જગતના તમામ પદાર્થો પરસ્પર અત્યંત વિલક્ષણ છે. બે જલીય પરમાણુ પણ પરસ્પર અત્યંત વિલક્ષણ એવા સ્વલક્ષણ સ્વરૂપ છે. પોતે જ પોતાનું લક્ષણ. પોતાનાથી ભિન્ન કોઈ પદાર્થ પોતાનું લક્ષણ બની ના શકે. પ્રત્યેક પદાર્થને પોતાનું આગવું અને અનોખું અસ્તિત્વ હોય છે. આ હકીકત છે. તેથી જ દરેક વસ્તુ
પરસ્પર ભિન્ન છે. આ ભેદ અંશ જ સત્ય છે. તદુપરાંત, દરેક ક્ષણ = ભાવ અખંડ છે, નિરંશ છે. { તેથી દ્રવ્યનો અંશ ગુણ નથી બની શકતો પરંતુ ગુણ સ્વતંત્ર પદાર્થ છે. તેથી ગુણ પણ દ્રવ્ય કરતાં અત્યંત
ભિન્ન જ બને. તેથી દ્રવ્ય અને ગુણ વચ્ચે રહેલો ભેદ એ જ તાત્ત્વિક છે. અર્થાત્ (આરોપિત અથવા કાલ્પનિક એવા) દ્રવ્ય કરતાં ગુણનું તદન સ્વતંત્ર અસ્તિત્વ (= સ્વાલક્ષણ્ય = અત્યંત વિલક્ષણતા = સર્વથા વિશેષતા = અતિરિક્તતા = ભિન્નતા = એકાન્ત ભેદો જ વાસ્તવિક છે. દ્રવ્ય અને ગુણ વચ્ચે ભાસમાન અભેદ તો મિથ્યા જ છે. કારણ કે તે ભેદના અભાવસ્વરૂપ છે. અભેદ એ ભેદની (= અતની) વ્યાવૃત્તિસ્વરૂપ છે. તે વ્યાવૃત્તિ પારમાર્થિક નથી, તુચ્છ છે. જે બે પદાર્થ વચ્ચે ભેદ રહેલ હોવા છતાં ત્યાં અભેદ ભાસે તેને મિથ્યા (= કાલ્પનિક) જ કહેવાય ને ! તેથી દ્રવ્ય અને ગુણાદિ વચ્ચે ભેદ જ પારમાર્થિક છે.” આ પ્રમાણે ભેદવાદી બૌદ્ધનો મત છે.
A અનુભવસિદ્ધ ભેદભેદ સત્ય : ચાઠાદી (૩) જ્યારે ભેદભેદવાદી એવા સ્યાદ્વાદીનો મત એવો છે કે “કોઈ પણ પદાર્થનો સ્વીકાર સમ્યગુ અનુભવના આધારે કરવો જોઈએ અથવા અનુભવજ્ઞાનીના વચનના આધારે કરવો જોઈએ. કારણ કે