Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० अनुभवस्य बलाधिकत्वे श्रीहरिभद्रसूरिसम्मतिः ० ___ द्रव्यनिवृत्त्यनिवृत्तिविकल्पयुग्मस्य सार्वजनीनाऽबाधितप्रत्यक्षानुभवकवलितत्वात्, अन्यथा हस्तिप्राप्ता-प ऽप्राप्तविकल्पयुगलस्याऽपि हस्तिपकानुभवबाधकत्वं प्रसज्येत । तदुक्तं श्रीहरिभद्रसूरिभिः धर्मसङ्ग्रहण्यां रा '"मोत्तूणमनुभवं किं पमाणभावो वियप्पजुयलस्स ?। तदणुहवस्सवि एवं अपमाणत्तम्मि किं तेण ?।।” __ (ઇ.સ.રૂ૪૪) તિા “વત્ યથા નો ડ્રષ્ટ તત્ તર્થવ અનુમન્તવ્ય નિરૂપ , નાન્યથા” (દ્ર તૂ.ર/રૂ/ર૬ ) शा.भा.पृ.६१५) इति ब्रह्मसूत्रशाङ्करभाष्योक्तिः अप्यत्रानुसन्धेया। ___कुमारिलभट्टेन अपि मीमांसाश्लोकवार्तिके वनवादे “इहाऽनैकान्तिकं वस्त्वित्येवं ज्ञानं सुनिश्चितम्” क
| વિકલ્પ કરતાં અનુભવ બળવાન ! ઉત્તરપક્ષ :- (કવ્યનિવૃ.) ગુણાદિની નિવૃત્તિ થતાં દ્રવ્યની નિવૃત્તિ અવશ્ય થાય છે કે નહિ ? આ પ્રમાણે વિકલ્પયુગલનું તમે જે ઉભાવન કરેલ છે તેનું નિરાકરણ તો પૂર્વોક્ત સાર્વજનીન-સાર્વલૌકિક અબાધિત પ્રત્યક્ષ અનુભવ દ્વારા જ થઈ જાય છે. આશય એ છે કે “લાલ માટી” અને “માટીનું લાલરૂપ” આ રીતે સામાનાધિકરણ્ય, વૈયધિકરણ્ય અવગાહિની પ્રતીતિ અને પ્રયોગ આર્યજનોમાં અસ્મલિત રીતે પ્રસિદ્ધ છે. તેથી દ્રવ્યમાં ગુણાદિનો ભેદભેદ પ્રત્યક્ષ પ્રમાણથી જ સિદ્ધ છે. અબાધિત પ્રત્યક્ષથી જેની સિદ્ધિ થતી હોય તેના સ્વીકારમાં વિરોધ વગેરે દોષો આવતા નથી. કારણ કે આપણી કલ્પનાથી ઊભા કરેલા વિકલ્પયુગલ કરતાં અબાધિત અનુભવ જ વધારે બળવાન છે. જો અબાધિત અનુભવ કરતાં કાલ્પનિક વિકલ્પયુગલ વધારે બળવાન હોય તો હાથી પ્રાપ્તને મારે કે અપ્રાપ્તને ?' આ પ્રમાણે તાર્કિક વિદ્યાર્થીએ દર્શાવેલ વિકલ્પયુગલ પણ મહાવતના અનુભવનો વિરોધ કરશે. આશય એ છે કે મહાવતના , અંકુશની બહાર ગયેલ ગાંડો હાથી રસ્તામાં ઉભેલા તાર્કિક વિદ્યાર્થીને મારી ન નાખે તે માટે મહાવત , તેને કહે છે કે “તું દૂર જા, બાકી હાથી તને મારી નાખશે.” આ વાત સાંભળીને અધકચરા તર્કશાસ્ત્રને ભણેલો તે વિદ્યાર્થી મહાવતને પ્રશ્ન કરે છે કે “હાથી પ્રાપ્તને (= સ્પર્શેલ માણસને) મારે કે અપ્રાપ્તને? 21 જો પ્રાપ્તને મારે તો સૌપ્રથમ તને મારશે. તથા જો હાથી અપ્રાપ્તને મારે તો આખા જગતને તે મારી નાખે.” આવા કુતર્ક કરનાર વિદ્યાર્થીના વિકલ્પયુગલથી મહાવતના અનુભવનું ખંડન થઈ શકતું નથી. કારણ કે કાલ્પનિક વિકલ્પયુગલ કરતાં અભ્રાન્ત અનુભવ વધુ બળવાન છે. તેથી જ શ્રીહરિભદ્રસૂરિજીએ ધર્મસંગ્રહણિમાં જણાવેલ છે કે “અનુભવને છોડીને શું વિકલ્પયુગલ પ્રમાણ હોઈ શકે? આવું માનવામાં આવે તો અનુભવ પણ અપ્રમાણ થઈ જાય. તેથી વિકલ્પયુગલથી સર્યું.” “જે વસ્તુ જે રીતે દેખાય, તે વસ્તુને તે રીતે જ નિરીક્ષકોએ માનવી જોઈએ. બીજી રીતે તે વસ્તુને ન મનાય' - આ મુજબ બ્રહ્મસૂત્રશાંકરભાષ્યની વાતનું પણ અહીં અનુસંધાન કરવું.
અનેકાંતવાદમાં અન્યદર્શનની સંમતિ છે. (મ.) કેવલ જૈનોને જ એકત્ર ભેદભેદનો સમાવેશ = અનેકાંત માન્ય છે તેવું નથી. અન્યદર્શનકારોને પણ વસ્તુની અનેકાન્તાત્મકતા માન્ય છે. તેથી જ મીમાંસકમૂર્ધન્ય કુમારિલ ભટ્ટ પણ મીમાંસાશ્લોકવાર્તિક ગ્રંથના વનવાદ પ્રકરણમાં જણાવેલ છે કે “આ જગતમાં “વસ્તુ અનૈકાન્તિક = અનેકાન્તાત્મક છે.'1. मुक्त्वाऽनुभवं किं प्रमाणभावो विकल्पयुगलस्य ?। तदनुभवस्यापि एवमप्रमाणत्वे किं तेन ?।।