Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩/૮
• कार्य-प्रागभावयोरविरोधः । न, तेन रूपेण प्रागसत्त्वात् । कपालस्य घटेऽविष्वग्भावेन हेतुत्वादपि प्राक्सत्त्वसिद्धिः। अथ घटप्रागभावसत्त्वे घटसत्त्वं कथमिति चेत् ?
तयोरविरोधादिति गृहाण। कथमिति चेत् ? अस्तित्व-नास्तित्वयोरेकपरिणामाद्” (म.स्या.रह.का.१/पृ. रा १३२) इति मध्यमपरिमाणस्याद्वादरहस्यग्रन्थप्रबन्धोऽप्यवधेयः। ‘अस्तित्व-नास्तित्वयोः = पूर्वकालीन- ..
અભિવ્યક્તિ પૂર્વે કાર્યદર્શન વિચારણા 9 સમાધાન :- (ન.) કુંભાર આદિની પ્રવૃત્તિની પૂર્વે ઘટનું અસ્તિત્વ મૃત્વસ્વરૂપે છે પણ ઘટત્વસ્વરૂપે નથી. જે પદાર્થ જે સ્વરૂપે જે અવસ્થામાં ન હોય તે પદાર્થનું તે સ્વરૂપે તે અવસ્થામાં પ્રત્યક્ષ કઈ રીતે થઈ શકે ? માટે કુંભકારવ્યાપારપૂર્વકાળઅવચ્છેદન ઘટવરૂપે ઘટચાક્ષુષ પ્રત્યક્ષનો અનુદય વ્યાજબી જ છે. જેમ કારણરૂપે કાર્યનું પ્રત્યક્ષ પૂર્વકાળમાં થવાથી પૂર્વકાળઅવચ્છેદન (= પૂર્વે) કાર્યનું અસ્તિત્વ સિદ્ધ થાય છે તેમ કાર્ય-કારણમાં કથંચિત્ અભેદ હોવાથી પણ પૂર્વે કાર્યનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આશય એ છે કે ઘટ પ્રત્યે કપાલ અવિષ્યભાવ સંબંધથી કારણ બને છે. અવિષ્યગુભાવ કહો કે તાદાત્મ કહો કે ભેદભેદ કહો કે કથંચિત્ અભેદ કહો - અર્થમાં તો કોઈ ફરક નથી. ઉપાદાન અને ઉપાદેયમાં તાદાભ્ય તો આર્યજનોમાં પ્રસિદ્ધ જ છે. આમ ઘટ અને કપાલ કથંચિત્ અભિન્ન હોવાથી પણ ઘટનું અસ્તિત્વ કપાલ અવસ્થામાં પણ સિદ્ધ થાય છે. તેથી પૂર્વકાળઅવચ્છેદન ઘટસત્તા માનવામાં કોઈ દોષ નથી.
છે પ્રતિયોગી-પ્રાગભાવ વચ્ચે વિરોધ : નૈયાયિક છે નૈયાયિક :- (.) કુંભકારપ્રયત્નની પૂર્વે તો ઘટનો પ્રાગુઅભાવ છે. માટે ઘડાને ઉત્પન્ન કરવા ઘી કુંભાર કપાલમાં પ્રવૃત્તિ કરે છે. જો કપાલ અવસ્થામાં પણ ઘટનું અસ્તિત્વ માનવામાં આવે તો કપાલમાં ઘટનો પ્રાગુઅભાવ રહી ન શકે. તથા જો કપાલમાં ઘટપ્રાગભાવ માનવામાં આવે તો ઘટનું અસ્તિત્વ છે. અપ્રામાણિક બને. કેમ કે પ્રાગભાવ અને કાર્ય વચ્ચે સહઅનવસ્થાન નામનો વિરોધ હોય છે. કપાલ અવસ્થામાં ઘટનો પ્રાગભાવ તો પ્રસિદ્ધ જ છે. તેથી ત્યારે ઘટનું અસ્તિત્વ હોઈ ન શકે.
૬ અસ્તિત્વ-નાસ્તિત્વ પરિણામમાં ઐક્ય સ્યાદવાદી :- (તો) નૈયાયિકની ઉપરોક્ત વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે. ઘટપ્રાગભાવ અને ઘટ - આ બન્ને વચ્ચે કોઈ વિરોધ જ નથી. તેથી ઘટનો પ્રાગભાવ હોવા છતાં પણ કપાલમાં ઘટનું અસ્તિત્વ માનવામાં કોઈ વિરોધ આવતો નથી. પ્રાગભાવ અને કાર્ય વચ્ચે વિરોધ ન હોવાનું કારણ અસ્તિત્વનો અને નાસ્તિત્વનો એક પરિણામ ( = ઐક્ય પરિણતિ) છે. આશય એ છે કે ઘટપ્રાગભાવસ્વરૂપ નાસ્તિત્વપરિણામ અને ઘટાત્મક અસ્તિત્વપરિણામ પરસ્પર અભિન્ન છે. આ ઘટાત્મક અસ્તિત્વપરિણામ એ હકીકતમાં પૂર્વકાલીન એટલે કે કપાલઅવસ્થાકાલીન છે. તથા કપાલ અવસ્થામાં મૃત્તિકાદ્રવ્યરૂપે (=મૃત્ત્વની ઘટનું અસ્તિત્વ હોય છે. અર્થાત્ કપાલ અવસ્થામાં ઘટાત્મક જે અસ્તિત્વ પરિણામ છે તે મૃત્તિકાદ્રવ્યસ્વરૂપ છે – એવું ફલિત થાય છે. તથા ઘટપ્રાગભાવસ્વરૂપ નાસ્તિત્વ પરિણામ પણ, જૈનમત મુજબ, મૃત્તિકાદ્રવ્યસ્વરૂપ જ છે. આમ મૃત્ત્વન અસ્તિત્વ પરિણામ અને ઘટત્વેન નાસ્તિત્વ પરિણામ મૃત્તિકાદ્રવ્યસ્વરૂપ સિદ્ધ થાય છે. માટે જ તે બન્નેમાં કોઈ વિરોધ નથી. તેથી જ એકીસાથે