Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
३३८
• असदभानन्यायेन निन्दकक्षमायाचना 0 प प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'धर्मिणि धर्मे वा असति न तज्ज्ञप्तिः भवति' इति कृत्वा - अस्मन्निन्दादिकं श्रुत्वा अस्मदीयदोषनिरीक्षण-संशोधन-सम्मार्जन-क्षमापनादिकृते यतितव्यम् । माध्यस्थ्य
भावेन आत्मनिरीक्षण-परीक्षणकरणेऽपि अस्मदीयदोषाऽदर्शनेऽसत्ख्यातिवादमवलम्ब्य 'मिथ्यासंस्कार१ वशतः परेषां मयि असन्तोऽपि दोषाः प्रतिभासन्ते' इति विमृश्य तान् उपेक्ष्य माध्यस्थ्यभावना शे आत्मसात्कर्तव्येत्युपदेशमौक्तिके अत्र ग्राह्ये । ततश्च अञ्जनासुन्दरीचरित्रे पंन्यासमुक्तिविमलगणिना दर्शितम् a “વ્યયપર્વ ન્હાતીતમ્ અનુત્તમ” (૩૪..૫/૦૧૨) શુ 7મ્યક્રૂ /રૂ I
અખંડ સ્વરૂપે (= ઘટત્વસ્વરૂપે) પ્રતીતિ થાય છે. અમારો અસખ્યાતિવાદી સામે એવા પ્રકારનો આક્ષેપ છે કે જો શશશુની જેમ ઘટ-પટાદિ પદાર્થો સર્વથા અસતું હોય તો જેમ ઘટ-પટનું અખંડપણે ભાન થાય છે, તેમ શશશુનું પણ અખંડસ્વરૂપે (= જાતિપુરસ્કારથી કે અખંડઉપાધિ પુરસ્કારથી) ભાન થવું જોઈએ.
અસતુખ્યાતિવાદી :- “ઘટ-પટની જેમ શશશુનું પણ અખંડસ્વરૂપે જ ભાન થાય છે' - તેવું અમને માન્ય છે. તથા આવું ભાન થવામાં ચાલક બળ બને છે મિથ્થા સંસ્કારનું સામર્થ્ય. અર્થાત અનાદિકાલીન મિથ્યા સંસ્કારવશ ઘટ-પટ વગેરે અને શશશુન્ન, ગગનપુષ્પ વગેરેનું અખંડપણે ભાન થાય છે. તેથી અસંતુ પદાર્થનો અખંડ આકારે પ્રતિભાસ થવામાં કોઈ બાધક અમને જણાતું નથી. જેમ નૈયાયિકો સર્વથા અસત્ એવા અતીત ઘટનું ભાન માને છે તેમ સર્વથા અસત્ એવા શશશુનું ભાન અમે માનશું. ઘટનું જેમ ઘટત્વરૂપે ભાન થાય છે તેમ શશશુનું શશશુત્વરૂપે મિથ્થા સંસ્કારવશ ભાન થઈ શકે છે.
B અતીત વિષય કથંચિત્ સત્ ઃ જેન હs જૈન - ઓ નૈયાયિકો ! હવે તમે અસખ્યાતિવાદીને જવાબ શું આપશો ? “સર્વથા અસત એવા અતીત ઘટનું અખંડપણે (= ઘટત્વસ્વરૂપે) જ્ઞાનમાં ભાન થઈ શકે છે' - એવું માનનારા તમે Aી નૈયાયિકો હવે તમારી સામે “સર્વથા અસત્ એવા શશશુનું અખંડપણે (= શશશુન્નત્વરૂપે) જ્ઞાનમાં
ભાન થઈ શકે છે' - આવું બોલનારા અસખ્યાતિવાદીનો કઈ રીતે પરાભવ કરી શકશો ? તેનો પરાભવ કરવા માટે તમારે માનવું જ રહ્યું કે અતીત ઘટાદિ પદાર્થોના ઘટતાદિ ગુણધર્મો શશશુની જેમ સર્વથા અસતું નથી. પરંતુ કથંચિત્ (= મૃત્તિકાદ્રવ્યસ્વરૂપે) સત્ છે.
હો ભૂલ સ્વીકારો અથવા નિંદક પ્રત્યે મધ્યસ્થ બનો આધ્યાત્મિક ઉપનય :- (૧) “ધર્મી કે ધર્મ હાજર ન હોય તો તેનું ભાન ન થઈ શકે' - આ વાત આધ્યાત્મિક દૃષ્ટિએ એ રીતે ઉપયોગી થાય છે કે કોઈ આપણી નિંદા કરે તો આપણામાં કોઈક ત્રુટિ હોય તો જ તે પ્રમાણે તે બોલે ને ! એક હાથે તાળી ન જ વાગે ને !' - આવું વિચારીને આપણી ખામીને શોધી તેનું પરિમાર્જન કરવા પ્રામાણિક પુરુષાર્થ કરવો, ભૂલ બદલ ક્ષમાયાચના કરવી, ફરી ભૂલ ન થાય તેવો સંકલ્પ કરી, સાવધાની રાખવી. (૨) તટસ્થપણે આત્મનિરીક્ષણ કર્યા છતાં આપણી કોઈ ભૂલ ન જણાય તો અસખ્યાતિવાદનો આશ્રય લઈ “મિથ્યાસંસ્કારવશ સામેની વ્યક્તિને મારામાં અસત્ દોષદર્શન થાય છે- આવું વિચારી સામેની વ્યક્તિની ઉપેક્ષા કરી તેના પ્રત્યે માધ્યશ્મભાવ કેળવવો. આ બે વિચારમૌક્તિક પ્રસ્તુત શ્લોક દ્વારા ગ્રહણ કરવા જેવા જણાય છે. તેના લીધે અંજનાસુંદરીચરિત્રમાં બતાવેલ શાશ્વતપદ ઝડપથી મળી શકે. ત્યાં પંન્યાસ શ્રીમુક્તિવિમલગણીએ કહેલ છે કે “રાગ-દ્વેષાદિ દ્વન્દોથી રહિત સર્વોત્તમ શાશ્વતપદ = સિદ્ધપદ છે.” (૩/૧૩)