Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• द्रव्यकर्मादिनिमित्तकसङ्क्लेशो न कार्यः । ३४१ सत् तत् त्रैकालिकमेवेति समनियतव्याप्तिः दर्शिता । अतः सर्वैरेव शिष्टैः सद्रूपेण व्यवह्रियमाणानां घट-पटादीनां त्रैकालिकत्वसिद्ध्या स्वाऽभिव्यक्तिपूर्वकाले स्वोपादानेषु सत्त्वं सिध्यतीति भावः ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'त्रैकालिकास्तित्वशाली एव पदार्थः परमार्थतः सन्' इति कृत्वा ‘अतीतकाले निगोदादिरूपेण साम्प्रतकाले मनुष्याऽपुनर्बन्धक-सम्यग्दृष्टिप्रभृतिस्वरूपेण अना- रा गतकाले च भावसंयतत्व-सिद्धत्वादिरूपेण आत्मा अस्ती'ति आत्मास्तित्वं त्रैकालिकम् । अत आत्मैव ... परमार्थतः सन् । आत्मभिन्नं काया-काञ्चन-कामिनी-कुटुम्ब-कीर्तिप्रभृतिकं नोकर्म, ज्ञानावरण-दर्शनावरणादिकं द्रव्यकर्म, राग-द्वेषादिकञ्च भावकर्म नैव परमार्थसत्, त्रैकालिकाऽस्तित्वशून्यत्वात् । अत । एव नोकर्म-द्रव्यकर्म-भावकर्मप्रतियोगिकसंयोग-वियोगोत्पाद-व्ययादिनिमित्तकसङ्क्लेशाऽऽवर्ते न क निमज्जनीयम्, अपि तु त्रिकालध्रुव-परमार्थसत्-चैतन्यस्वरूप-स्वात्मतत्त्वे समादरेण निजदृष्टिं निधाय ? सानुबन्ध-प्रबल-सकामनिर्जरामयाऽभ्यन्तराऽपवर्गवर्त्मनि गन्तव्यम् । तदेव तत्त्वतः परमश्रेयस्करम् । ततश्च हितोपदेशमालावृत्तौ परमानन्दसूरिभिः दर्शितः “सकलकर्मक्षयलक्षणो मोक्षः” (हि.मा.१५/वृ.पृ.२४) का પ્રાસન્નતરો મવતિ ારૂ/૧૪તા. અસ્તિત્વ હોય. સમનિયત વ્યાપ્તિ હોવાથી એમ પણ કહી શકાય કે જે વસ્તુ સતુ હોય તે ત્રણેય કાળમાં હાજર હોય. બધા જ શિષ્ટ પુરુષો ઘટ-પટનો સસ્વરૂપે વ્યવહાર કરે છે. તેથી ઘટ-પટ વગેરે પદાર્થનું ત્રણેય કાળમાં અસ્તિત્વ સિદ્ધ થાય છે. અર્થાત્ પોતાની ઉત્પત્તિની = અભિવ્યક્તિની પૂર્વે પણ ઘટ -પટાદિ પદાર્થો પોતાના ઉપાદાનકારણમાં હાજર છે - તેવું સિદ્ધ થાય છે.
# ત્રિકાળ ધ્રુવ આત્મતત્વમાં સ્થિર થઈએ ૪ આધ્યાત્મિક ઉપનય :- “સૈકાલિક અસ્તિત્વને ધરાવનાર પદાર્થ જ પરમાર્થથી સત્ છે' - આ વાત આધ્યાત્મિક દૃષ્ટિએ એ રીતે ઉપયોગી છે કે અતીતકાળમાં નિગોદ આદિ અવસ્થામાં આપણા આત્માનું એ અસ્તિત્વ હતું. વર્તમાનકાળમાં મનુષ્ય-અપુનબંધક-સમકિતી આદિ સ્વરૂપે આપણા આત્માનું અસ્તિત્વ છે. તથા ભવિષ્યકાળમાં સંયત-સિદ્ધ આદિ સ્વરૂપે આપણા આત્માનું અસ્તિત્વ રહેવાનું છે. આમ ત્રણેય CTી કાળમાં આત્માનું અસ્તિત્વ વ્યાપીને રહ્યું છે. તેથી આત્મા જ પરમાર્થથી સત્ છે. તે સિવાય (૧) ગાડી-મોટર-બંગલા-કાયા-કંચન-કામિની-કુટુંબ-કીર્તિ આદિ નોકર્મ, (૨) જ્ઞાનાવરણ-દર્શનાવરણ આદિ દ્રવ્યકર્મ તથા (૩) રાગ-દ્વેષ-વાસના-લાલસા-તૃષ્ણા આદિ ભાવકર્મનું અસ્તિત્વ ત્રિકાળ ધ્રુવ નથી. તેથી તે તુચ્છ, અસાર, નિમૂલ્ય અને નિર્માલ્ય છે. આધ્યાત્મિક દૃષ્ટિએ તેનું કશુંય મહત્ત્વ નથી. તેથી જ તે પરમાર્થ- સત નથી પણ મિથ્યા (= અસાર) છે. તેથી નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મ દ્વારા થતી સંયોગ-વિયોગાદિસ્વરૂપ ઉથલ-પાથલના નિમિત્તે આઘાત-પ્રત્યાઘાતના વમળમાં ફસાવાના બદલે ત્રિકાળધ્રુવ, પરમાર્થસત્ ચૈતન્યસ્વરૂપ પોતાના આત્મતત્ત્વ પ્રત્યે રુચિપૂર્વક દૃષ્ટિને સ્થાપિત કરી પ્રબળ-સાનુબંધ-સકામ કર્મનિર્જરામય આંતરિક મોક્ષમાર્ગે આગેકૂચ કરવી તે જ તત્ત્વતઃ પરમ શ્રેયસ્કર છે. તેનાથી હિતોપદેશમાલાવૃત્તિમાં શ્રીપરમાનંદસૂરિજીએ દર્શાવેલ સકલ કર્મના ક્ષય સ્વરૂપ મોક્ષ ખૂબ જ નજીક આવે છે. (૩/૧૪)