Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० स्याद्वादबाधकविचारः । ___ बाधकमप्यस्ति अनेकान्ते - भेदाभेदादिधर्मो नैकाधिकरणौ, परस्परविरुद्धधर्मिद्वयधर्मत्वात् शीतोष्णઅતિ 19૭ના*_ तथा भविष्यति, किं प्रमाणकल्पनया।
अथ परतस्तदा तस्याऽपि परतः अनेकान्तात्मकताज्ञप्तिः, तस्याऽपि च प्रमाणानेकान्तरूपतासाधकप्रमाणस्य परतः अनेकान्तरूपतासिद्धिः इत्येवं कल्पनायाम् अनवस्था ।।१६।। ___ बाधकमप्यस्ति अनेकान्ते । तथाहि - भेदाभेदादिधर्मी नैकाधिकरणौ, परस्परविरुद्धधर्मिद्वय-म धर्मत्वात्, शीतोष्णस्पर्शवदिति ।।१७।। एते सप्तदश दोषाः प्रभानन्दसूरिभिः वीतरागस्तोत्रवृत्तौ । (૮/૭) વિમવિતા | કરનાર પ્રમાણની કલ્પના કરવાની આવશ્યકતા રહેશે નહિ. આશય એ છે કે પ્રમાણ પોતે જ પોતાની જાતને અનેકાંતસ્વરૂપ જણાવે તો પ્રમેય પણ પોતાની જાતને અનેકાંતસ્વરૂપ જણાવશે. તેથી સર્વપ્રમેયગત અનેકાંતરૂપતાની સિદ્ધિ કરનાર પ્રમાણ વ્યર્થ બનશે.
જ પરતઃ અનેકાંતરૂપતા અનવસ્થાજનક (અ) જો પ્રમેયગત અનેકાંતરૂપતાને સિદ્ધ કરનાર પ્રમાણમાં રહેલી અનેકાંતરૂપતાની સિદ્ધિ સ્વતઃ થવાના બદલે પરતઃ (= અન્યના નિમિત્તે) થાય તો અનવસ્થા દોષ લાગુ પડશે.
સ્પષ્ટતા :- આશય એ છે કે તમામ વસ્તુમાં રહેલી અનેકાન્તરૂપતાને સિદ્ધ કરનાર (= A) પ્રમાણને પોતાનામાં રહેલી અનેકાંતરૂપતાની (= અનેકાંતાત્મકતાની) સિદ્ધિ કરવા પોતાનાથી ભિન્ન એવા (=B) છે પ્રમાણની આવશ્યકતા રહેતી હોય તો પ્રથમ (A) પ્રમાણગત અનેકાન્તરૂપતાસાધક તે પ્રમાણ (B) a પણ જૈનમત મુજબ અનેકાંતસ્વરૂપ હોવું જોઈએ. તેની અનેકાંતાત્મકતાની સિદ્ધિ પણ જો પરતઃ થતી હોય તો તે માટે નવું (sc) પ્રમાણ આવશ્યક બનશે. આ રીતે પ્રમાણગત અનેકાંતાત્મકતાની સિદ્ધિ માટે નવા નવા પ્રમાણની કલ્પના કરવાની પરંપરાનો ક્યારેય પણ અંત નહિ આવે. આમ પ્રમાણનિષ્ઠ અનેકાંતાત્મકતાની પરતઃ જ્ઞપ્તિ (= સિદ્ધિ) માનવામાં અનવસ્થા જૈનમતમાં લાગુ પડશે.
અનેકાંતમાં બાધક પ્રમાણ છે. (૧૭) અનેકાંતબાધ :- (વાઘ.) અનેકાંતવાદમાં બાધક પ્રમાણ પણ વિદ્યમાન છે. આશય એ છે કે અનેકાંતવાદ તમામ વસ્તુની અનેકાંતાત્મકતા (= એકાધિકરણ, પરસ્પરવિરુદ્ધ અનંતધર્માત્મકતા) સિદ્ધ કરે છે. તેનું બાધક અનુમાન પ્રમાણ આ પ્રમાણે સમજવું :- ભેદ-અભેદ આદિ વિરુદ્ધ ધર્મયુગ્મ (= પક્ષ) એકાધિકરણક નથી (= સાધ્યકોટિ), કારણ કે પરસ્પર વિરુદ્ધ બે ધર્મોના (= ગુણધર્મઆશ્રયના = વસ્તુના) તે ગુણધર્મો છે (= હેતુ). શીત-ઉષ્ણ સ્પર્શયુગલની જેમ (= ઉદાહરણ). એકાંતવાદી તરફથી આ સત્તર દોષોની વિભાવના શ્રીપ્રભાનંદસૂરિએ વીતરાગસ્તોત્રવૃત્તિમાં કરી છે.
- ભેદ-અભેદમાં વૈયધિકરણ્યનો આક્ષેપ સ્પષ્ટતા :- પાણીનો સ્પર્શ શીત છે. અગ્નિનો સ્પર્શ ઉષ્ણ છે. શીત અને ઉષ્ણ સ્પર્શના આશ્રયભૂત ....* ચિહ્નદ્રયમધ્યવર્તી પૃ.૩૬૨ થી પૃ.૩૭૧ સુધીનો સંસ્કૃતભાષાનિબદ્ધ વિસ્તૃત પાઠ પુસ્તકોમાં નથી. કો.(૩) + લી.(૪) + સિ.માં છે.