Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
३५४
• जैनशासनम् अधृष्यम् । प धर्षितुमर्ह वा। जयति = सर्वोत्कर्षेण वर्तते। यथा कश्चिन्महाराजः पीवरपुण्यपरिपाकः परस्परं विगृह्य - स्वयमेव क्षयमुपेयिवत्सु द्विषत्सु अयत्नसिद्धनिष्कण्टकत्वं समृद्धं राज्यमुपभुञ्जानः सर्वोत्कृष्टो भवति एवं त्वच्छासनमपि इति काव्यार्थः” (अन्ययो.द्वा. २६ वृ.) इत्येवं श्रीमल्लिषेणसूरिणोक्तमित्यवधेयम् ।
ननु एवं भवतां परप्रवादिपरिवादप्रसङ्गः इति चेत् ? शे न, वयम् अनेकान्तवादिनः न एकान्तवादिनो गर्हामः किन्तु एकान्तदृष्टिमेव । पराभ्युपगतसत्त्वाके ऽसत्त्व-भेदाभेदादीनां यथास्थानविनियोगेन तत्त्वनिरूपणे कथं गर्हावकाशः ? तदिदमभिप्रेत्य सूत्रकृताङ्ग- वृत्तौ शीलाङ्काचार्येण “सर्वेऽपि तीर्थकाः परस्परव्याघातेन प्रवृत्ताः। अतो वयमपि यथावस्थिततत्त्वप्ररूपणतो
युक्तिविकलत्वादेकान्तदृष्टिं गर्हामः = जुगुप्सामः - ‘न ह्यसावेकान्तो यथावस्थिततत्त्वाविर्भावको भवतीति । का एवं च व्यवस्थिते तत्त्वस्वरूपं वयमाचक्षाणा न कञ्चिद् गर्हामः काण-कुण्टोद्घट्टनादिप्रकारेण, केवल स्व
પ્રયત્ન વિના જ નિષ્કટક બનેલા પોતાના વિશાળ રાજ્યને ભોગવતો હોવાથી સર્વોત્કૃષ્ટ તરીકે માન્ય બને, તેમ તારું શાસન પણ પ્રયત્ન વિના જ નિષ્કટક બનીને યથેચ્છ રીતે ત્રણ જગત પર રાજ્ય કરતું હોવાથી સર્વોત્કૃષ્ટ છે. “નયતિ' નો અર્થ “સર્વોત્કૃષ્ટ છે” – એમ કરવાનો છે.” આ રીતે શ્રીમલ્લિષેણસૂરિએ સ્યાદ્વાદમંજરી વ્યાખ્યામાં જે જણાવેલ છે, તેનું અનુસંધાન કરવું.
# સુદ-ઉપસુન્દ ન્યાય વિચાર , સ્પષ્ટતા :- સુન્દ અને ઉપસુન્દ નામના બે રાક્ષસ ભાઈઓ હતા. તેમણે બ્રહ્મા પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું કે “અમારા બન્નેનું મૃત્યુ એકબીજાથી થાઓ ! પરંતુ બીજા કોઈથી ન થાઓ !” વરદાન પ્રાપ્ત
કરવાથી મસ્ત બનીને તે બન્ને ભાઈઓ ત્રણે લોકને પીડા કરવા લાગ્યા. આવી વિડંબના જોઈને તેઓનો ૧ નાશ કરવાના હેતુથી દેવતાઓએ સ્વર્ગમાંથી તિલોત્તમા નામની અપ્સરાને મોકલી. તિલોત્તમાનું અદ્ભુત
રૂપ જોઈને મુગ્ધ થયેલા તે બન્ને તેને પ્રાપ્ત કરવા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા અને અંતે તે બન્ને ભાઈઓ | એકબીજાના હાથે મૃત્યુને શરણ થયા. ત્રણ લોક તે રાક્ષસોની વિડંબનાથી મુક્ત થયા. (પુરાણકથા)
આક્ષેપ :- (નવું) તમે આ રીતે એકાન્તવાદીઓની સમીક્ષા કરો છો તેમાં પરપ્રવાદીઓની નિંદા કરવાનો દોષ તમને લાગુ પડશે.
સૂર મધ્યસ્થભાવે તસ્વનિરૂપણ નિંદારવરૂપ નથી , પરિહાર - (ન.) ના. અમે અનેકાન્તવાદી એકાન્તવાદીઓની નિંદા કરતા નથી. પરંતુ એકાન્તવાદની જ નિંદા-ગ કરીએ છીએ. પરપ્રવાદીઓએ સ્વીકારેલ સત્ત્વ, અસત્ત્વ, ભેદ, અભેદ વગેરે ગુણધર્મોને યોગ્ય સ્થાને યોગ્ય દૃષ્ટિકોણથી ગોઠવીને અમે તત્ત્વનું નિરૂપણ કરીએ છીએ. તેમાં નિંદા દોષને અવકાશ જ ક્યાં રહે છે? આ જ અભિપ્રાયથી શ્રીશીલાંકાચાર્યજીએ સૂયગડાંગ વ્યાખ્યામાં આÁકઅધ્યયનનું વિવરણ કરતા જણાવેલ છે કે “બધા જ અન્યદર્શનીઓ એકબીજાનું ખંડન કરીને તત્ત્વનિરૂપણ કરવામાં પ્રવૃત્ત થયેલા છે. તેઓ તત્ત્વની વિડંબના કરી રહેલા છે. તેથી અમે અનેકાન્તવાદી પણ યથાવસ્થિત તત્ત્વનું નિરૂપણ કરવા દ્વારા એકાન્તદષ્ટિની જુગુપ્સા કરીએ છીએ. કેમ કે એકાન્તદષ્ટિ યુક્તિશૂન્ય છે. અન્યદર્શનીઓએ પકડેલ એકાન્તવાદ વાસ્તવિક તત્ત્વનું નિરૂપણ કરતો નથી. આ સત્ય હકીકત હોવાથી તત્ત્વના સ્વરૂપની છણાવટ કરનારા અમે કઈ રીતે એકાન્તવાદની નિંદા કરનાર કહેવાઈએ ? અમે
ST