Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
३५१
३/१५
• सत्त्वम् अर्थक्रियाव्याप्यम् । सत्त्वं नावस्थां बध्नातीति ततो निवर्तमानमनन्यशरणतया नित्यत्वेऽवतिष्ठते ।
तथाहि - क्षणिकोऽर्थः सन्वा कार्यं कुर्याद् असन्वा ? गत्यन्तराभावात् । न तावदाद्यः पक्षः, समसमयवर्तिनि व्यापारायोगात्, सकलभावानां परस्परं कार्यकारणभावप्राप्त्यातिप्रसङ्गाच्च । नापि द्वितीयः पक्षः क्षोदं क्षमते, । असतः कार्यकरणशक्तिविकलत्वात्; अन्यथा शशविषाणादयोऽपि कार्यकरणायोत्सहेरन्, विशेषाभावाद् इति । म
अनित्यवादी नित्यवादिनं प्रति पुनरेवं प्रमाणयति - सर्वं क्षणिकं, सत्त्वात्, अक्षणिके क्रमयोग- । पद्याभ्यामर्थक्रियाविरोधाद् अर्थक्रियाकारित्वस्य च भावलक्षणत्वात्। ततोऽर्थक्रिया व्यावर्तमाना स्वक्रोडीकृतांश सत्तां व्यावर्त्तयेदिति क्षणिकसिद्धिः। न हि नित्योऽर्थोऽर्थक्रियां क्रमेण प्रवर्तयितुमुत्सहते, पूर्वार्थक्रियाમાની શકાય નહિ. કેમ કે ક્ષણિક વસ્તુ સઅવસ્થામાં કે અસતુઅવસ્થામાં અર્થક્રિયા કરવા સમર્થ બની શકે નહિ. આમ વસ્તુને અનિત્ય માનો તો સત્ત્વ નામનું વસ્તુનું લક્ષણ ત્યાં ટકી ન શકે. તેથી અન્ય કોઈ વિકલ્પનો અભાવ હોવાથી સત્ત્વ નામનું લક્ષણ નિત્ય વસ્તુમાં જ રહેશે. અર્થાત્ “સર્વ વસ્તુ નિત્ય છે, અનિત્ય નહીં - તેમ અનિચ્છાએ પણ સ્વીકારવું પડે. શંકા :- ક્ષણિક વસ્તુ અર્થક્રિયા કરવા સમર્થ શા માટે નથી ?
છ એકાંત અનિત્યપક્ષમાં અર્થક્રિયા અસંભવ છે સમાધાન :- (તથા.) ક્ષણિક વસ્તુ સતુઅવસ્થામાં કાર્ય કરશે કે અસતુઅવસ્થામાં ? ત્રીજો વિકલ્પ તો સંભવતો નથી. આદ્ય પક્ષનો સ્વીકાર થઈ શકે નહિ. કારણ કે ક્ષણિક વસ્તુ સ્વઉત્પત્તિસમાનકાળે અન્ય ક્ષણિક વસ્તુ સ્વરૂપ કાર્યને ઉત્પન્ન ન કરી શકે. તથા પોતે જે સમયે ઉત્પન્ન થાય છે તે સમયે પોતાનામાં અન્યની ઉત્પત્તિનું કાર્ય સંભવી શકે નહિ.
શંકા :- ‘ડેમાને વરે એ વચનને અનુસરીને નિશ્ચયનયને આશ્રયીને ઉત્પન્ન થવાના સમયે છે ઉત્પત્તિક્રિયા સંભવી શકે છે.
| સમાધાન :- તો પણ તે સમયે વસ્તુ પોતાની જ ઉત્પત્તિમાં વ્યગ્ર હોવાથી બીજાની ઉત્પત્તિની ક્રિયા અને કરી શકે નહિ. આમ ક્ષણિક વસ્તુ સઅવસ્થામાં સ્વમાં કે પરમાં કાર્ય કરવા સમર્થ નથી. વળી, સમાનકાળે 2 ઉદ્દભવેલી વસ્તુઓમાં પરસ્પર કાર્યકારણભાવ અસિદ્ધ છે. કેમ કે ત્યાં કાર્ય-કારણભાવ માનવામાં સમાનકાલે પ્રગટેલી ત્રણ જગતની સર્વ વસ્તુઓ વચ્ચે કાર્યકારણભાવ માનવાનો અતિપ્રસંગ છે. બીજો પક્ષ યુક્તિક્ષમ નથી. કેમ કે અસત્ વસ્તુમાં કાર્ય કરવાની શક્તિ સંભવતી નથી. જો અસત્ વસ્તુ પણ કાર્ય કરી શકે તો સસલાનું શિંગડું પણ કાર્ય કરવા તત્પર બને. કેમ કે એ પણ સમાનરૂપે અસત્ છે.
એકાંત નિત્યવાદમાં અર્થક્રિયા અસંભવ છે (નિત્ય.) અનિત્યવાદી નિત્યવાદીને આ પ્રમાણે કહે છે – “સર્વ વસ્તુઓ ક્ષણિક છે. કેમ કે સત્ છે. નિત્ય વસ્તુમાં અર્થક્રિયાકારિપણું પણ ઘટી શકતું નથી. તથા અર્થક્રિયાકારિપણું તો સત્ પદાર્થોનું લક્ષણ છે. તેથી નિત્ય પદાર્થોમાંથી પાછું ફરતું (= નિવૃત્ત થતું) એવું અર્થક્રિયાકારિપણું સ્વસંમત એવા સત્ત્વને પણ પાછું વાળશે. આમ અર્થક્રિયાકારિત્વ નામનું વસ્તુનું લક્ષણ નિત્ય પદાર્થમાં ન ટકી શકવાથી, અન્ય વિકલ્પના અભાવે ક્ષણિક વસ્તુમાં જ ટકશે. એથી ક્ષણિક વસ્તુમાં જ સત્ત્વ રહેવાથી “સર્વ વસ્તુ અનિત્ય છે, નિત્ય નહીં' - એવું સિદ્ધ થશે. હવે અનિત્યવાદી નિત્ય વસ્તુમાં અર્થક્રિયાની અનુપત્તિ બતાવે છે કે નિત્ય વસ્તુ અર્થક્રિયા ક્રમશઃ કરશે કે યુગપતુ? ક્રમશઃ કરવા સમર્થ નથી. કેમ કે જો