Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
३/१२ ० अतीते वर्तमानत्वारोपकरणम् ०
३३३ અથવા નૈગમનયથી અતીતનઈ વિષઈ વર્તમાનતાનો આરોપ (થાઈક) કીજઈ છઇ, પણિ સર્વથા અછતી વસ્તુનું જ્ઞાન ન થાઈ. *ભવિકજન ! મનુષ્યો ! એમ અતીત ઘટતાનું સ્વરૂપ જાણવઉ* *ઈતિ સાણત્રીસમી ગાથાર્થ જાણવો.* ૩/૧રો. नवम्यां शाखायाम् (९/१६)। ___ यद्वा ‘इदानीं मयाऽतीतो घटो ज्ञायते' इति सार्वलौकिके प्रत्यये वक्ष्यमाण(६/८)भूतनैगमनयानुसारेण 'वर्तमानसमीपे वर्तमानवद् वा' इति न्यायाद् वा वर्तमानसमीपाऽतीतकालीनो घटो वर्त्तमानतामारोप्य प्रतिभासते, न तु सर्वथाऽसन्नेवाऽतीतघटः । इत्थमतीतघटत्वस्वरूपमवसेयम् ।
___ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - ‘अतीतोऽपि पदार्थः साम्प्रतं सन्' इति कृत्वा आराद्ध र्श રહેલ આકારનું સ્વરૂપ નવમી શાખામાં (૯/૧૬) વિસ્તારથી જણાવાશે.
અતીતમાં વર્તમાનતાનો ઉપચાર : નૈગમનય (યા.) અથવા એમ પણ કહી શકાય કે “હમણાં મારાં વડે અતીત ઘડો જણાય છે' - આ પ્રમાણે જે સાર્વજનીન પ્રતીતિ થાય છે તેનું સમર્થન છઠ્ઠી શાખામાં જણાવાશે તે ભૂતનૈગમનયની દૃષ્ટિથી થોડી જુદી રીતે કરી શકાય છે. ભૂતનૈગમનયના મત મુજબ અતીતકાલીન ઘટમાં વર્તમાનકાલીનતાનો આરોપ કરવામાં આવે છે. “જે પદાર્થ વર્તમાનકાળની નિકટના ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં વિદ્યમાન હોય તે પદાર્થને વર્તમાનકાલીન સમજવો' - આ પ્રમાણેનો સિદ્ધાંત = ન્યાય પણ લોકોમાં સંમત છે. તેથી જ નિકટના ભૂતકાળમાં જે ઘડો વિદ્યમાન હતો તેમાં વર્તમાનકાલીનતાનો આરોપ કરીને તેવા અતીત ઘટનું ભાન ઉપરોક્ત પ્રતીતિમાં ભૂતનૈગમના અભિપ્રાય અનુસાર અથવા ઉપરોક્ત ન્યાય અનુસાર થાય છે. ૨ પરંતુ “અતીત ઘટ સર્વથા અસત્ જ છે' - તેવું ન સમજવું. આ રીતે અતીત ઘટત્વનું સ્વરૂપ સમજવું.
થી ઉપચારનિમિત્ત વિચાર કરો સ્પષ્ટતા :- નૈગમ આદિ નયોનું સ્વરૂપ છઠ્ઠી શાખામાં વિસ્તારથી કહેવામાં આવશે. નૈગમનય ઉપચારબહુલ છે. જુદા જુદા દેશમાં વિભિન્ન લોકો અલગ અલગ અભિપ્રાયથી જે ઔપચારિક વ્યવહાર કરે છે તેનું સમર્થન કરનારું કોઈક સૂત્ર કે કોઈક સમીકરણ કે કોઈક Formula કે કોઈક આધારભૂત તત્ત્વ કે પ્રયોજક પદાર્થને શોધી કાઢવાની કુશલતા નૈગમનય ધરાવે છે. ઉપચાર કે આરોપ કરવાની અમુક પ્રકારની મર્યાદાને નક્કી કરી જુદા જુદા પ્રાંતના લોકોના વિભિન્ન વ્યવહારોમાં સમન્વય કરવાની નિષ્ઠા નૈગમનયને વરેલી છે. ભવિષ્યકાલીન વસ્તુમાં વર્તમાનકાળનો આરોપ અને નિકટના ભૂતકાળમાં થયેલ વસ્તુમાં વર્તમાનકાળનો ઉપચાર નૈગમનય કરે છે. પ્રસ્તુતમાં થોડા સમય પૂર્વે ફૂટેલ ઘડામાં વર્તમાનતાનો આરોપ કરીને આરોપિત વર્તમાનકાળવાળા ઘડાને લક્ષ્યબિંદુ બનાવી “હમણાં મેં ફૂટેલો ઘડો જાણ્યો' - આ પ્રમાણે પ્રતીતિ થાય છે. તે પ્રકારે નૈગમન માને છે.
% પરનિંદા - સ્વપ્રશંસા ટાળીએ : નૈગમનય 5 આધ્યાત્મિક ઉપનય :- “ભૂતકાલીન પદાર્થ વર્તમાનમાં પણ સત છે' - આ હકીકત આધ્યાત્મિક 8 પાઠા. ૧, ક્રથી જઈ. ... * ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(૨)માં છે. X... * ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૨)માં છે.