Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
:/૨.
• असत्कार्यवादोपयोगप्रदर्शनम् ।
३१९ - તે માટઈ “ભેદપક્ષ જ "ઘટઈ, અભેદપક્ષ ન ઘટઈક ૩ લા चेत् ? न तर्हि सर्वात्मना विद्यते” (सू.कृ.२/५/११/पृ.३७६) इति सूत्रकृताङ्गसूत्रव्याख्याऽपि स्मर्तव्या। ए
तस्मादसत्कार्यवादिनामस्माकं नैयायिकानामभिमतो द्रव्य-गुणादिभेदपक्ष एव सङ्गच्छते।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - असद्विज्ञप्ति-समुत्पत्तिवादमवलम्ब्येदं विमर्शनीयं यदुत । 'मदीयाऽतीतपापप्रवृत्ति-दुष्टवृत्तिप्रभृतिकं सर्वज्ञा जानन्त्येव इति तदालोचना-निन्दा-गर्हा-प्रायश्चित्तादिकं म विधाय अनागतकेवलज्ञानादिगुण-सिद्धत्वादिपर्यायान् द्रुतमुत्पादयामि, असत्कार्यवादानुसारेण अतीताऽनागतयोः असत्त्वेऽपि विज्ञप्ति-समुत्पत्तिसम्भवात् ।' इत्थमसज्ज्ञप्ति-कार्यवादावलम्बनेन आत्मविशुद्धितः “शिवमचलमरुजमक्षयमनन्तमव्याबाधं सिद्धिगतिनामधेयं लोकाग्रपदम्” (पा.च.सर्गः ८/ पृ.१६१) उदयवीरगणिना क पार्श्वनाथचरित्रे प्रोक्तं प्राप्नोति आत्मार्थी ।।३/९ ।।। ઉપાદાનકારણમાં પૂર્વકાળે કાર્ય માની શકાતું નથી. કર્તૃપ્રયત્નપૂર્વકાળમાં ઉપાદાનકારણમાં અનભિવ્યક્ત કાર્ય હોય છે'- તેવી સાંખ્યની વાત વ્યાજબી નથી. કારણ કે આ રીતે માનવામાં ‘પૂર્વે કાર્ય સર્વ પ્રકારે વિદ્યમાન હોય છે'- આ સાંખ્યસિદ્ધાંત ટકતો નથી. જો સર્વાત્મના પૂર્વે કાર્ય ઉપાદાનકારણમાં હોય તો અભિવ્યક્તરૂપે પણ તેની ત્યાં હાજરી હોવી ન્યાયપ્રાપ્ત થાય છે. પરંતુ તેવું તો જણાતું નથી. માટે સર્વથા સત્કાર્યવાદનો સિદ્ધાંત બાધિત થાય છે.” આ વાત પણ અહીં યાદ કરવી.
દ્રવ્ય અને ગુણાદિ વચ્ચે ભેદસિદ્ધિ (તસ્મા.) તેથી “નૈયાયિકમાન્ય દ્રવ્ય અને ગુણાદિ વચ્ચેનો એકાંતભેદપક્ષ જ સંગત છે, પરંતુ રી. સત્કાર્યવાદી સાંખ્યને સંમત અભેદપક્ષ ગૌરવગ્રસ્ત હોવાથી અસંગત છે” – આવું ફલિત થાય છે.
છ દ્વિવિધ અસલ્વાદનું આધ્યાત્મિક મૂલ્યાંકન . આધ્યાત્મિક ઉપનય - અસત્ વસ્તુની જ્ઞતિના અને ઉત્પત્તિના વિચારને આલંબન બનાવી એમ વિચારવું કે “મારા ભૂતકાળની પાપ પ્રવૃત્તિઓ અને દોષો વર્તમાનમાં અસત્ હોવા છતાં સર્વજ્ઞ ભગવંતો - તો તેને જાણે જ છે. તેથી તેની આલોચના, નિંદા, ગહ કરી, પ્રાયશ્ચિત્ત વહન કરી, અનાગત (= અનુત્પન્ન હોવાથી વર્તમાનમાં અસત) કેવલજ્ઞાનાદિ ગુણોને અને સંયતત્વ, સિદ્ધત્વ આદિ પર્યાયોને વહેલી તકે ઉત્પન્ન કરું. કારણ કે અસત્કાર્યવાદના સિદ્ધાન્ત મુજબ, અતીત અને અનાગત વસ્તુ અસત્ હોવા છતાં તેની જાણકારી અને ઉત્પત્તિ થઈ શકે છે. આ રીતે અસજ્ઞપ્તિવાદને અને અસત્કાર્યવાદને આધ્યાત્મિક દૃષ્ટિએ ઉપયોગી બનાવી, એના માધ્યમે આત્મવિશુદ્ધિ મેળવીને કલ્યાણકારી, અચલ, રોગરહિત, અક્ષય, અનન્ત, અવ્યાબાધ ( પીડાશૂન્ય) સિદ્ધિગતિ નામના લોકાગ્રપદને આત્માર્થી સાધક પ્રાપ્ત કરે છે. શ્રી પાર્શ્વનાથચરિત્રમાં શ્રીઉદયવીરગણીએ આવું લોકાગ્રપદ દર્શાવેલ છે. (૩૯)
* ‘અભેદપક્ષ જ (.. ...) ઘટઈં” ભા. + P(૨+૩+૪) + મો.(૨) + લી.(૨+૩) + પા.માં પાઠ છે.... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લી.(૧૩) + લા.(૨)માં છે. .. ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૦)માં છે.