Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩/૨૦ • असत्कार्यवादैकान्तनिराकरणम् ।
३२३ किञ्च, कालिकादिसम्बन्धेन प्राक् कार्यतावच्छेदकरूपेणाऽपि उपादानकारणे कार्यसत्त्वस्य बलात् प स्वीकर्तव्यतया ‘सर्वथा उपादाने प्राक् कार्यम् असदिति अहम्प्रथमिकया उच्यमानः नैयायिकसिद्धान्तः दूरतः त्याज्यः । कर्तृव्यापारपूर्वम् उपादाने कथञ्चित् कार्याऽसत्त्वाऽभ्युपगमे तु जयेदेव अनेकान्तकण्ठीरव । इति दिक्। ___प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'अतीतानागतपदार्थः साम्प्रतं पर्यायार्थिकनयतः असन्' इति श कृत्वा ‘अस्मदीयाऽतीतापमान-विश्वासघातादिकम् असदि'ति अभ्युपगम्य विज्ञाताऽस्मदीयाऽन्यचिકારણમાં જો કાર્ય સતુ હોય તો તેની ઉત્પત્તિ કરવાની જરૂર શી છે ? તેથી કાર્યની ઉત્પત્તિ કરવા માટે કાર્યનું અસત્ત્વ માનવું જરૂરી છે. જે સ્વરૂપે કાર્યની ઉત્પત્તિ કરવાની હોય તે સ્વરૂપે કાર્યનું અસત્ત્વ હોય તો જ કર્તાના પ્રયત્ન દ્વારા તે સ્વરૂપે તે કાર્ય કાલાન્તરમાં ઉત્પન્ન થઈ શકે.” નૈયાયિકનું તાત્પર્ય એ છે કે કાર્યની ઉત્પત્તિ પૂર્વે ઉપાદાનકારણમાં કાર્યતાઅવચ્છેદકધર્મ સ્વરૂપે કાર્ય અસત્ હોય તો જ ઉત્તરકાળમાં કર્તાના પ્રયત્ન દ્વારા કાર્યતાઅવરચ્છેદકરૂપે કાર્યની ઉત્પત્તિ થઈ શકે. આમ કાર્યતાઅવચ્છેદકરૂપે કાર્યોત્પત્તિ પ્રત્યે કાર્યતાઅવચ્છેદકરૂપે અસત્ત્વ પ્રયોજક બને છે. આ નૈયાયિકમાન્ય સિદ્ધાંત છે.
આની સામે જૈનોનું એવું કહેવું છે કે કાર્યની ઉત્પત્તિની પૂર્વે કાર્યતાઅવચ્છેદકરૂપે કાર્યનું અસત્ત્વ જ અર્થતઃ સિદ્ધ કરી આપે છે કે કાર્યોત્પત્તિની પૂર્વે કાર્યતાઅવચ્છેદકથી ભિન્નરૂપે કાર્યનું અસ્તિત્વ હાજર છે. “કાર્યજન્મની પૂર્વે સર્વસ્વરૂપે કાર્યનું અસત્ત્વ કાર્યતાઅવચ્છેદકરૂપે કાર્યજન્મ પ્રત્યે પ્રયોજક છે' - સ. આવું નૈયાયિકો નથી માનતા. “અમુક સ્વરૂપે કાર્યનું ન હોવું તે જ સિદ્ધ કરી આપે છે કે અમુક સિવાયના બીજા સ્વરૂપે કાર્ય હાજર છે.
• સર્વથા અસત્કાર્યવાદ નૈચાચિકમતે અસંગત છે (વિષ્ય.) વળી, મહત્ત્વની એક વાત એ પણ છે કે કુંભારના પ્રયત્નની પૂર્વે કાલિક આદિ સંબંધથી દસ ઘટ વગેરે કાર્યોને ઘટવાદિસ્વરૂપે પણ ઉપાદાનકારણભૂત માટી વગેરેમાં નૈયાયિકે જબરજસ્તીથી માનવા જ પડશે. નૈયાયિકમતે દરેક અનિત્ય પદાર્થમાં કાલિક સંબંધથી સર્વ પદાર્થો રહે છે જ. તેથી “કર્તવ્યાપારપૂર્વે ઉપાદાનકારણમાં કાર્ય સર્વથા = સર્વ પ્રકારે અને સર્વ સંબંધથી અવિદ્યમાન જ છે' - આ પ્રમાણે સામે ચાલીને નૈયાયિકે જે સિદ્ધાન્તની જાહેરાત કરે છે તે સિદ્ધાન્તને નૈયાયિકે દૂરથી જ છોડવો પડશે. તથા “કર્તાના પ્રયત્નની પૂર્વે ઉપાદાનકારણમાં કાર્ય કથંચિત = કોઈક પ્રકારે અને કોઈક સંબંધથી જ ગેરહાજર છે'- આ મુજબ જો નૈયાયિક સ્વીકારે તો અનેકાન્તવાદસ્વરૂપ સિંહ ખરેખર તૈયાયિકસ્વરૂપ હાથીને જીતી જ જશે. અહીં જે કાંઈ કહેવાયેલ છે તે એક દિગ્દર્શન માત્ર છે. તે મુજબ આગળ પણ વિચારવાની ભલામણ વિ શબ્દ દ્વારા કરવામાં આવેલ છે.
૬ ઉચિત વ્યવહાર અને દુર્ભાવત્યાગ : નયઢયપ્રયોજન . આધ્યાત્મિક ઉપનય :- “અતીત-અનાગત પદાર્થ પર્યાયાર્થિક નયથી વર્તમાનકાળમાં અસત્ છે' - આ વાતની આધ્યાત્મિક દૃષ્ટિએ ખતવણી એ રીતે કરી શકાય કે કોઈએ આપણું અપમાન, વિશ્વાસઘાત કે અન્યવિધ અસભ્ય વ્યવહાર ભૂતકાળમાં કરેલ હોય અથવા ભવિષ્યકાળમાં તથાવિધ અનુચિત વ્યવહાર