SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૨૦ • असत्कार्यवादैकान्तनिराकरणम् । ३२३ किञ्च, कालिकादिसम्बन्धेन प्राक् कार्यतावच्छेदकरूपेणाऽपि उपादानकारणे कार्यसत्त्वस्य बलात् प स्वीकर्तव्यतया ‘सर्वथा उपादाने प्राक् कार्यम् असदिति अहम्प्रथमिकया उच्यमानः नैयायिकसिद्धान्तः दूरतः त्याज्यः । कर्तृव्यापारपूर्वम् उपादाने कथञ्चित् कार्याऽसत्त्वाऽभ्युपगमे तु जयेदेव अनेकान्तकण्ठीरव । इति दिक्। ___प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'अतीतानागतपदार्थः साम्प्रतं पर्यायार्थिकनयतः असन्' इति श कृत्वा ‘अस्मदीयाऽतीतापमान-विश्वासघातादिकम् असदि'ति अभ्युपगम्य विज्ञाताऽस्मदीयाऽन्यचिકારણમાં જો કાર્ય સતુ હોય તો તેની ઉત્પત્તિ કરવાની જરૂર શી છે ? તેથી કાર્યની ઉત્પત્તિ કરવા માટે કાર્યનું અસત્ત્વ માનવું જરૂરી છે. જે સ્વરૂપે કાર્યની ઉત્પત્તિ કરવાની હોય તે સ્વરૂપે કાર્યનું અસત્ત્વ હોય તો જ કર્તાના પ્રયત્ન દ્વારા તે સ્વરૂપે તે કાર્ય કાલાન્તરમાં ઉત્પન્ન થઈ શકે.” નૈયાયિકનું તાત્પર્ય એ છે કે કાર્યની ઉત્પત્તિ પૂર્વે ઉપાદાનકારણમાં કાર્યતાઅવચ્છેદકધર્મ સ્વરૂપે કાર્ય અસત્ હોય તો જ ઉત્તરકાળમાં કર્તાના પ્રયત્ન દ્વારા કાર્યતાઅવરચ્છેદકરૂપે કાર્યની ઉત્પત્તિ થઈ શકે. આમ કાર્યતાઅવચ્છેદકરૂપે કાર્યોત્પત્તિ પ્રત્યે કાર્યતાઅવચ્છેદકરૂપે અસત્ત્વ પ્રયોજક બને છે. આ નૈયાયિકમાન્ય સિદ્ધાંત છે. આની સામે જૈનોનું એવું કહેવું છે કે કાર્યની ઉત્પત્તિની પૂર્વે કાર્યતાઅવચ્છેદકરૂપે કાર્યનું અસત્ત્વ જ અર્થતઃ સિદ્ધ કરી આપે છે કે કાર્યોત્પત્તિની પૂર્વે કાર્યતાઅવચ્છેદકથી ભિન્નરૂપે કાર્યનું અસ્તિત્વ હાજર છે. “કાર્યજન્મની પૂર્વે સર્વસ્વરૂપે કાર્યનું અસત્ત્વ કાર્યતાઅવચ્છેદકરૂપે કાર્યજન્મ પ્રત્યે પ્રયોજક છે' - સ. આવું નૈયાયિકો નથી માનતા. “અમુક સ્વરૂપે કાર્યનું ન હોવું તે જ સિદ્ધ કરી આપે છે કે અમુક સિવાયના બીજા સ્વરૂપે કાર્ય હાજર છે. • સર્વથા અસત્કાર્યવાદ નૈચાચિકમતે અસંગત છે (વિષ્ય.) વળી, મહત્ત્વની એક વાત એ પણ છે કે કુંભારના પ્રયત્નની પૂર્વે કાલિક આદિ સંબંધથી દસ ઘટ વગેરે કાર્યોને ઘટવાદિસ્વરૂપે પણ ઉપાદાનકારણભૂત માટી વગેરેમાં નૈયાયિકે જબરજસ્તીથી માનવા જ પડશે. નૈયાયિકમતે દરેક અનિત્ય પદાર્થમાં કાલિક સંબંધથી સર્વ પદાર્થો રહે છે જ. તેથી “કર્તવ્યાપારપૂર્વે ઉપાદાનકારણમાં કાર્ય સર્વથા = સર્વ પ્રકારે અને સર્વ સંબંધથી અવિદ્યમાન જ છે' - આ પ્રમાણે સામે ચાલીને નૈયાયિકે જે સિદ્ધાન્તની જાહેરાત કરે છે તે સિદ્ધાન્તને નૈયાયિકે દૂરથી જ છોડવો પડશે. તથા “કર્તાના પ્રયત્નની પૂર્વે ઉપાદાનકારણમાં કાર્ય કથંચિત = કોઈક પ્રકારે અને કોઈક સંબંધથી જ ગેરહાજર છે'- આ મુજબ જો નૈયાયિક સ્વીકારે તો અનેકાન્તવાદસ્વરૂપ સિંહ ખરેખર તૈયાયિકસ્વરૂપ હાથીને જીતી જ જશે. અહીં જે કાંઈ કહેવાયેલ છે તે એક દિગ્દર્શન માત્ર છે. તે મુજબ આગળ પણ વિચારવાની ભલામણ વિ શબ્દ દ્વારા કરવામાં આવેલ છે. ૬ ઉચિત વ્યવહાર અને દુર્ભાવત્યાગ : નયઢયપ્રયોજન . આધ્યાત્મિક ઉપનય :- “અતીત-અનાગત પદાર્થ પર્યાયાર્થિક નયથી વર્તમાનકાળમાં અસત્ છે' - આ વાતની આધ્યાત્મિક દૃષ્ટિએ ખતવણી એ રીતે કરી શકાય કે કોઈએ આપણું અપમાન, વિશ્વાસઘાત કે અન્યવિધ અસભ્ય વ્યવહાર ભૂતકાળમાં કરેલ હોય અથવા ભવિષ્યકાળમાં તથાવિધ અનુચિત વ્યવહાર
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy