________________
३२२ • रूपान्तरेण सत्त्वसिद्धिः ।
૩/૨૦ रा 'असत्ख्यात्यभावेन उक्तदृष्टान्ताऽसिद्धिः' इत्युक्तावपि तेन रूपेण उत्पत्तौ तेन रूपेण असत्त्वस्य च स प्रयोजकत्वे रुपान्तरेण सत्त्वम् अर्थात् सिध्यत्येवेति द्रष्टव्यम्।* ॥3/१०॥ पपादनमव्याहतमेव ।
'असत्ख्यात्यभावेन शशविषाणदृष्टान्ताऽसिद्धिः' इति नैयायिकोक्तौ सत्यामपि अस्माकम् " अनेकान्तवादिनां न काऽपि क्षतिः, यतः तेन रूपेण उत्पत्तौ तेन रूपेण असत्त्वस्य च प्रयोजकत्वे म् नैयायिकेन अभ्युपगम्यमाने कर्तृव्यापारपूर्वम् उपादानकारणे कार्यस्य रूपान्तरेण सत्त्वम् अर्थात् सिध्यत्येवेति नैयायिकं प्रति नः तात्पर्यं द्रष्टव्यम् ।
સ્વતંત્ર સાધન અને પ્રસંગઆપાદન વિશે સમજણ . સ્પષ્ટતા :- પ્રતિવાદીને ન માન્ય હોય તેવી કોઈ વાત વાદી કરે તો તેના બે સ્વરૂપ હોય. (૧) સ્વતંત્ર સાધન (૨) પ્રસંગ આપાદન. જ્યારે વાદી-પ્રતિવાદી ઉભયને પક્ષ-દષ્ટાંત માન્ય હોય ત્યારે વાદી પોતાના ઈષ્ટસાધનની સિદ્ધિ માટે જે અનુમાનપ્રયોગ કરે તે સ્વતંત્ર સાધન કહેવાય. જેમ ‘પર્વતો વર્તમાન્ ધૂમાત્, મહાનવત્. પરંતુ વાદીને કે પ્રતિવાદીને પક્ષ કે દષ્ટાંત માન્ય ન હોય તો પ્રતિવાદીની વાતમાં દૂષણ બતાવવા માટે વાદી જે બોલે તે પ્રસંગઆપાદન કહેવાય. જેમ કે જૈનો નૈયાયિકને પ્રસંગઆપાદનરૂપે કહે છે કે “એકાંત નિત્ય અને સર્વ શક્તિમાન એવા ઈશ્વર જો જગકર્તા હોય
તો તે બધાને સુખી જ કરે, દુઃખી શા માટે કરે ?” જૈનોને એકાંત નિત્ય ઈશ્વર (= પક્ષ) માન્ય સ નથી. તેમ છતાં અભ્યપગમવાદથી તેનો સ્વીકાર કરી તૈયાયિકની સામે જૈનો જે અનિષ્ટ આપત્તિ આપે
છે તે પ્રસંગઆપાદન કહેવાય. પ્રસ્તુતમાં શશવિષાણ વાદી-પ્રતિવાદી ઉભયને માન્ય નથી. તેમ છતાં વા તેની જેમ સર્વથા અસત્ એવો અનાગત ઘટ કદાપિ ઉત્પન્ન ન થઈ શકે - આ પ્રમાણે જૈનો નૈયાયિકની સામે જે અનિષ્ટ આપત્તિ દર્શાવે છે તે પ્રસંગઆપાદન રૂપે સમજવું.
એકરૂપે વસ્તુ અસત્, અન્યરૂપે સત્ - જૈન . (‘તસ્થા.) “અસત્ વસ્તુનું જ્ઞાન (= ખ્યાતિ) ન થવાથી જૈનોએ જણાવેલ શશવિષાણ સ્વરૂપ દૃષ્ટાંત અસિદ્ધ (= અજ્ઞાત) જ બનશે.” આવું અમને સ્યાદ્વાદીને નૈયાયિકો કહે તો પણ અમને અનેકાન્તવાદીને કોઈ ક્ષતિ (= નુકસાન) નથી. આનું કારણ એ છે કે તે સ્વરૂપે વસ્તુની ઉત્પત્તિમાં તે સ્વરૂપે કાર્યનું અસત્ત્વ પ્રયોજક છે' - આ મુજબ તૈયાયિકસિદ્ધાંત માન્ય કરવામાં આવે તો ‘કર્તાની પ્રવૃત્તિની પૂર્વે = કાર્યની ઉત્પત્તિની પૂર્વે ઉપાદાનકારણમાં કાર્ય બીજા સ્વરૂપે સત્ છે' - તેવું અર્થતઃ સિદ્ધ થઈ જ જાય છે. આવું પ્રસ્તુતમાં નૈયાયિક પ્રત્યે અમારું જૈનોનું તાત્પર્ય સમજવું.
સ્પષ્ટતા :- પૂર્વોક્ત પ્રસંગઆપાદનમાં આપેલ શશવિષાણનું ઉદાહરણ અસિદ્ધ હોવાથી જૈનકથિત પ્રસંગઆપાદનમાં પોતાનો અસ્વરસ નૈયાયિક પ્રગટ કરે છે. તેથી જૈનો નૈયાયિકના જ સિદ્ધાંત દ્વારા કાર્યની ઉત્પત્તિની પૂર્વે કાર્યનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. નૈયાયિક કહે છે કે “કાર્યની ઉત્પત્તિની પૂર્વે ઉપાદાન *...* ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.માં છે.