Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩/૪
• कारणे कार्यप्रवेश: नास्ति । ___ कार्यजननशक्तिमत्त्वादिना च न कारणे कार्यानुप्रवेशः, पटभिन्नत्वादिना घटे पटाऽनुप्रवेशप्रसङ्गात्। रा.
अथ उपादानकारणे कार्यप्रागभावादेः न देशनियामकत्वम्, किन्तु उपादानकारणे कार्यजननशक्तेः प एव कार्योत्पत्तिदेशनियामकत्वम्, अन्यथा मृदः खपुष्पोत्पादापत्तेः । इत्थं शक्तकारणे शक्तिप्रतियोगि-... विधया कार्यानुप्रवेशेन पूर्वं कार्यसत्त्वसिद्धिः अनाविलेति चेत् ? ___मैवम् , एवं कार्यजननशक्तिमत्त्वादिना कारणे कार्यानुप्रवेशाभ्युपगमे, पटभिन्नत्वादिना घटे म पटाऽनुप्रवेशप्रसङ्गात् । इदमत्राकूतम् - घटस्य मृत्तिकानिष्ठशक्तिप्रतियोगित्वमिव पटस्य घटनिष्ठ-र्श भेदप्रतियोगित्वम् । ततश्च यथा घटजननशक्तिमत्तया मृत्तिकायां घटो वर्त्तते तथा पटभेदवत्तया घटे पटः स्यात्, शक्ति-भेदयोः अनुयोगित्वात्, घट-पटयोश्च यथाक्रमं तत्प्रतियोगित्वात्, तत्प्रतियोगिकसत्त्वे । तत्सत्त्वाऽभ्युपगमे दर्शितापत्तेः साङ्ख्यमते दुर्वारत्वात्, क्वचित् प्रतियोगिताया विरोधार्थे वृत्तत्वाच्च । णि જે થાય તેમાં નિયામક બનશે કાર્યનો પ્રાગભાવ.
5 કારણમાં કાર્યનો પ્રવેશ ઃ સાંખ્ય ક સાંખ્ય :- (મ.) ઉપાદાનકારણમાં કાર્યપ્રાગભાવનું અસ્તિત્વ એ કાર્યોત્પત્તિના દેશનું નિયામક નથી. પરંતુ ઉપાદાનકારણમાં રહેલી કાર્યજનનશક્તિ એ જ કાર્યોત્પાદદેશનું નિયામક છે. તથા જે કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ કારણમાં હોય તે જ કાર્યને કારણે ઉત્પન્ન કરે છે. આથી શક્ય (= શક્તિપ્રતિયોગી) એવા જ કાર્યને કારણે ઉત્પન્ન કરશે. બાકી તો માટીમાંથી આકાશપુષ્પ પણ ઉત્પન્ન થવાની આપત્તિ આવશે. તેથી ત–તતુ કાર્યજનનશક્તિમત્ત્વરૂપે કારણતાને માનીને કાર્યોત્પત્તિદેશનિયમન કરવું જરૂરી છે. અહીં ઉપાદાનકારણ કાર્યજનનશક્તિમાન છે. ઉત્પાદકતાનિયામક (કારણતાઅવચ્છેદક) કાર્યજનનશક્તિમત્ત્વ છે. આમ કાર્યજનનશક્તિમત્તરૂપે ઉપાદાનકારણ કાર્યજનક સિદ્ધ થવાથી ઉપાદાનકારણમાં શક્તિપ્રતિયોગીરૂપે ! ઉપાદેયનો પ્રવેશ થશે. તેથી પૂર્વકાળમાં ઉપાદાનકારણમાં કાર્યનું અસ્તિત્વ નિરાબાધપણે સિદ્ધ થશે.
નિયાયિક :- (સેવન) આ વાત બરોબર નથી. કેમ કે કાર્યજનનશક્તિમત્ત્વરૂપે કારણતાનો સ્વીકાર ! કરવાથી ઉપાદાનકારણમાં કાર્યનો પ્રવેશ સિદ્ધ થઈ જાય તો ઘટ પટભિન્ન હોવાથી ઘટમાં પણ પટનો પ્રવેશ થઈ જવાની આપત્તિ આવશે. ઘટમાં પટનું અસ્તિત્વ માનવું પડશે. પરંતુ આ વાત કોઈને ડી પણ માન્ય નથી. માટે ઉપાદાનમાં ઉપાદેયને સત માની ન શકાય. આશય એ છે કે જેમ મૃત્તિકાગત શક્તિનો પ્રતિયોગી ઘટ છે તેમ ઘટનિષ્ઠ ભેદનો પ્રતિયોગી પટ છે. તેથી જો મૃત્તિકા દ્રવ્યમાં ઘટજનનશક્તિ હોવાથી ઘટ રહેતો હોય તો ઘટમાં પટભેદ રહેતો હોવાથી પટ રહેવાની આપત્તિ દુર્વાર બનશે. કારણ કે શક્તિ અને ભેદ અનુયોગી છે તથા ઘટ અને પટ તેના ક્રમશઃ પ્રતિયોગી છે. “જ્યાં જ્યાં તત્વતિયોગિક હાજર હોય ત્યાં ત્યાં તેનો પ્રતિયોગી પણ હાજર હોય' – તેવો નિયમ સ્વીકારવામાં આવે તો સાંખ્યમતમાં ઉપરોક્ત રીતે માટીમાં ઘટની જેમ ઘટમાં પટની હાજરીની આપત્તિ દુર્વાર બની જશે. તેનું નિરાકરણ સાંખ્ય વિદ્વાનો નહિ કરી શકે. વળી, ક્યાંક પ્રતિયોગિતા ‘વિરોધ” નામના અર્થમાં પણ પ્રવર્તે છે. જેમ કે “ઘટાભાવની પ્રતિયોગિતા ઘટમાં રહે છે' - આવું બોલવામાં આવે ત્યાં “પ્રતિયોગિતા” શબ્દ વિરોધને જણાવે છે. તેથી ભૂતલમાં ઘટપ્રતિયોગિક અભાવ રહે તેટલા માત્રથી ભૂતલમાં ઘટ હાજર