Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२९४
• उपादानकारणस्य कार्यानुरूपता 0 રે તો જ કાર્ય નીપજઇ. કારણમાંહઈ અછતી કાર્યવસ્તુની પરિણતિ ન નીપજઈ જ. (પરિક) જિમ શશવિષાણ મ (જોઈ). " केन प्रकारेण स्यात् ? मृत्तिकादौ मृत्तिकादिरूपेण प्राग् घटादिसत्त्व एव दण्ड-कुलालादिव्यापारात् — पश्चात् तदाविर्भावे तन्निष्पत्तिः व्यवहर्तुमर्हति । १॥ न च कार्य-कारणयोः भेदेऽपि शक्तिविशेषादेव कार्यशुन्यादपि कारणात् कार्यप्रादुर्भावः न स्यादिति शङ्कनीयम्, 0 उपादानकारणस्य कार्यरूपत्वे एव कार्यजननशक्तिसम्भवात्, उपादानकारणे कार्यजननशक्तिसत्त्वे ___ एव शक्तिरूपेण वा कार्यसत्त्वे एव कार्योत्पादसम्भवात् । न हि उपादानकारणस्य कार्याननुरूपत्वे
कार्यजननशक्तिसम्भवः, न वोपादानकारणस्य कार्यजननशक्तिशून्यत्वे कार्योत्पादसम्भवः। न हि " उपादानकारणे शक्तिरूपेणाऽसतः वस्तुनः शशविषाणस्येव परिणतिः निष्पद्यते। इदमेवाऽभिप्रेत्य का विशेषावश्यकभाष्यमलधारवृत्तौ “कारणे च योग्यतया कार्यस्वरूपमस्ति” (वि.आ.भा.२८१ वृ.) इत्युक्तम् । કાર્ય કઈ રીતે ઉત્પન્ન થઈ શકે ? માટી વગેરે ઉપાદાનકારણમાં પહેલેથી “ઘટ' વગેરે હાજર હોય તો જ દંડ, કુંભાર વગેરેની પ્રવૃત્તિ પછી “ઘટાદિનો આવિર્ભાવ થતાં ઘટાદિની નિષ્પત્તિ થઈ - આ પ્રમાણે વ્યવહાર કરવો યોગ્ય બની શકે. માટે “કુંભાર આદિની પ્રવૃત્તિ પૂર્વે માટીમાં તિરોહિત સ્વરૂપે ઘટાદિ વિદ્યમાન છે - તેવું માનવું જરૂરી છે. તિરોહિત સ્વરૂપે રહેવું એટલે કારણસ્વરૂપે રહેવું. તેથી “ઘડો પૂર્વે માટી સ્વરૂપે હાજર છે - તેવું માનવું જરૂરી છે. કુંભારની પ્રવૃત્તિસમયે માટી સ્વરૂપે રહેલા ઘડાનું અસ્તિત્વ સિદ્ધ કરે છે કે ઉપાદાનકારણથી કાર્ય અભિન્ન છે.
શંક :- (ન ઘ.) કાર્યમાં કારણનો ભેદ હોવા છતાં પણ તથા કાર્યોત્પત્તિની પૂર્વે કારણમાં કાર્યનો , અભાવ હોવા છતાં પણ કારણમાં કાર્યજનક એક વિશેષ પ્રકારની શક્તિ માની શકાય છે અને 1 શક્તિવિશેષના પ્રભાવે જ કાર્યશૂન્ય એવા પણ કારણથી કાર્યનો પ્રાદુર્ભાવ થઈ શકશે. માટે કાર્ય-કારણમાં » અભેદ માનવાની આવશ્યકતા નથી.
સમાધાન :- (.) તમારી આ દલીલ વ્યાજબી નથી. આનું કારણ એ છે કે શક્તિ એ યોગ્યતારૂપે કાર્યસ્વરૂપ છે. જો અભેદનયથી ઉપાદાનકારણને ફલબલતઃ કાર્યસ્વરૂપ માનવામાં આવે તો જ ઉપાદાનકારણમાં કાર્યજનન શક્તિ સંભવી શકે. તથા ઉપાદાનકારણમાં કાર્યજનન શક્તિ હોય તો જ અથવા તેમાં શક્તિસ્વરૂપે કાર્ય વિદ્યમાન હોય તો જ કાર્યોત્પત્તિ સંભવી શકે. ઉપાદાનકારણનિષ્ઠ કાર્યજનનશક્તિ એ યોગ્યતારૂપે કાર્યસ્વરૂપ જ છે. પરંતુ ઉપાદાનકારણને કાર્યઅનુરૂપ માનવામાં ન આવે અર્થાત્ કાર્યથી અત્યંત ભિન્ન માનવામાં આવે તો ઉપાદાનકારણમાં કાર્યજનનશક્તિ સંભવી શકતી નથી. તથા ઉપાદાનકારણને કાર્યજનનશક્તિથી રહિત માનવામાં આવે તો કાર્યોત્પત્તિ સંભવી શકતી નથી. કેમ કે ઉપાદાનકારણમાં શક્તિરૂપે કાર્ય વિદ્યમાન ન હોય અને કાર્યનિષ્પત્તિની પૂર્વે કારણમાં કાર્ય શશશુની જેમ અસતું હોય તો ભવિષ્યમાં તે કાર્યપરિણામ ઉત્પન્ન થવાનો કોઈ સંભવ રહેતો નથી. આ જ અભિપ્રાયથી વિશેષાવશ્યકભાષ્યની મલધારવ્યાખ્યામાં જણાવેલ છે કે “ઉપાદાનકારણમાં યોગ્યતારૂપે કાર્યસ્વરૂપ વિદ્યમાન હોય છે.” ઉપાદાનકારણમાં