Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२९८
शक्तस्य शक्यकरणम्
૩/૭ 7 नाऽस्ति सम्बन्धः कारणैः सत्त्वसङ्गिभिः। असम्बद्धस्य चोत्पत्तिमिच्छतो न व्यवस्थितिः ।।” ( ) इति ।
स्यादेतत् - असम्बद्धमपि सत् तदेव करोति यत्र यत्कारणं शक्तम्, शक्तिश्च कार्यदर्शनादवगम्यते । तेन नाऽव्यवस्थेत्याह - म (४) 'शक्तस्य शक्यकरणादिति । सा शक्तिः शक्तकारणाऽश्रया सर्वत्र वा स्यात्, शक्य एव वा ? - सर्वत्र चेत् ? तदवस्थैवाऽव्यवस्था। शक्ये चेत् ? कथमसति शक्ये 'तत्र' इति वक्तव्यम् ? शे 'शक्तिभेद एवैतादृशो यतः किञ्चिदेव कार्यं जनयेद् न सर्वमिति चेत् ? કાર્ય અસતુ હોય તો સત્ (= સત્ત્વવિશિષ્ટ = સત્ત્વસંગી) કારણોની સાથે કાર્યનો સંબંધ થઈ નહિ શકે. તથા ઉપાદાનકારણની સાથે જેનો સંબંધ ન હોય તેવા કાર્યની ઉત્પત્તિને માન્ય કરવામાં આવે તો તેવી અભિલાષા રાખનાર વ્યક્તિના પક્ષમાં ચોક્કસ પ્રકારના કારણથી ચોક્કસ પ્રકારના કાર્યની ઉત્પત્તિ થવાની સુપ્રસિદ્ધ વ્યવસ્થા સંગત થઈ નહિ શકે.” - અસત્કાર્યવાદી :- (ચત.) કાર્યની સાથે કારણ અસંબદ્ધ હોવા છતાં પણ ઉપાદાનકારણ તેવા જ પ્રકારના કાર્યને ઉત્પન્ન કરે છે કે જે કાર્યને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય તે કારણમાં વિદ્યમાન હોય છે. તથા “કેવા પ્રકારના કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ કારણમાં રહેલી છે” ? તેની જાણકારી તો ઉત્પન્ન થયેલા કાર્યને જોવાથી જ ખબર પડે છે. માટે વિવક્ષિત કાર્યને ઉત્પન્ન કરવા માટે કયા કારણને
પકડવું અને કયા કારણને ન પકડવું ? આ બાબતની અવ્યવસ્થા નહિ સર્જાય. તથા તમામ કારણમાંથી 3 તમામ કાર્યો ઉત્પન્ન થવાની અવ્યવસ્થા પણ નહિ સર્જાય.
સત્કાર્યવાદી :- (૪) તમારી વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે “કાર્યને ઉત્પન્ન કરવાની || શક્તિ શક્ત એવા કારણમાં રહેલી છે' - આવું માન્યા પછી પણ પ્રશ્ન એ ઉપસ્થિત થશે કે ઉપાદાન
કારણમાં શક્ય-અશક્ય સર્વ કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે કે પછી શક્ય (= શક્તિવિષયભૂત અથવા શક્તિપ્રતિયોગીભૂત) એવા કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ કારણમાં રહેલી છે ? (સંસ્કૃતમાં “સર્વત્ર પદમાં રહેલ સપ્તમી વિભક્તિનો અર્થ પ્રતિયોગિતા છે.) જો શક્ય-અશક્ય તમામ કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ ઉપાદાનકારણમાં રહેલી હોય તો સર્વ કારણોમાંથી સર્વ કાર્યો ઉત્પન્ન થવાની આપત્તિ દુર્વાર બનશે. તેમ જ ગમે તે કાર્યને ઉત્પન્ન કરવા ગમે તે કારણને ગ્રહણ કરવાની અવ્યવસ્થા પણ ઉભી જ રહેશે. તથા જો શક્ય એવા કાર્યને જ ઉત્પન્ન કરવાની શક્તિ ઉપાદાનકારણમાં હોય તો ઉપરોક્ત અવ્યવસ્થા ઉભી નહિ થાય પરંતુ પ્રશ્ન એ ઉપસ્થિત થશે કે ઉપાદાનકારણમાં શક્ય એવું કાર્ય વિદ્યમાન ન હોય તો “ઉપાદાનકારણ તે કાર્યને ઉત્પન્ન કરવા માટે શક્તિમાન છે' - એવું કઈ રીતે કહી શકાશે ?
અસત્કાર્યવાદી - (‘શ.િ) ઉપાદાનકારણમાં એવા પ્રકારની વિશિષ્ટ શક્તિ રહેલી છે કે જેના લીધે તે અમુક જ કાર્યને ઉત્પન્ન કરશે, તમામ કાર્યને નહિ. માટે અમુક પ્રકારના કાર્યને ઉત્પન્ન કરવા માટે અમુક પ્રકારનું જ કારણ ગ્રહણ કરવામાં આવશે, તમામ પ્રકારના ઉપાદાનકારણ નહિ. અર્થાત, ઘડાને ઉત્પન્ન કરવા માટે કુંભાર માટીને જ ગ્રહણ કરશે, તંતુને નહિ. ઘડા વગેરેને જ ઉત્પન્ન કરવાની વિશિષ્ટ શક્તિ માટીમાં જ રહેલી છે. તેથી માટીમાંથી વસ્ત્ર ઉત્પન્ન થવાની આપત્તિ નહિ આવે. તથા ઘડાને ઉત્પન્ન કરવા માટે તંતુને ગ્રહણ કરવાની આપત્તિ પણ નહિ આવે.