SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ २९८ शक्तस्य शक्यकरणम् ૩/૭ 7 नाऽस्ति सम्बन्धः कारणैः सत्त्वसङ्गिभिः। असम्बद्धस्य चोत्पत्तिमिच्छतो न व्यवस्थितिः ।।” ( ) इति । स्यादेतत् - असम्बद्धमपि सत् तदेव करोति यत्र यत्कारणं शक्तम्, शक्तिश्च कार्यदर्शनादवगम्यते । तेन नाऽव्यवस्थेत्याह - म (४) 'शक्तस्य शक्यकरणादिति । सा शक्तिः शक्तकारणाऽश्रया सर्वत्र वा स्यात्, शक्य एव वा ? - सर्वत्र चेत् ? तदवस्थैवाऽव्यवस्था। शक्ये चेत् ? कथमसति शक्ये 'तत्र' इति वक्तव्यम् ? शे 'शक्तिभेद एवैतादृशो यतः किञ्चिदेव कार्यं जनयेद् न सर्वमिति चेत् ? કાર્ય અસતુ હોય તો સત્ (= સત્ત્વવિશિષ્ટ = સત્ત્વસંગી) કારણોની સાથે કાર્યનો સંબંધ થઈ નહિ શકે. તથા ઉપાદાનકારણની સાથે જેનો સંબંધ ન હોય તેવા કાર્યની ઉત્પત્તિને માન્ય કરવામાં આવે તો તેવી અભિલાષા રાખનાર વ્યક્તિના પક્ષમાં ચોક્કસ પ્રકારના કારણથી ચોક્કસ પ્રકારના કાર્યની ઉત્પત્તિ થવાની સુપ્રસિદ્ધ વ્યવસ્થા સંગત થઈ નહિ શકે.” - અસત્કાર્યવાદી :- (ચત.) કાર્યની સાથે કારણ અસંબદ્ધ હોવા છતાં પણ ઉપાદાનકારણ તેવા જ પ્રકારના કાર્યને ઉત્પન્ન કરે છે કે જે કાર્યને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય તે કારણમાં વિદ્યમાન હોય છે. તથા “કેવા પ્રકારના કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ કારણમાં રહેલી છે” ? તેની જાણકારી તો ઉત્પન્ન થયેલા કાર્યને જોવાથી જ ખબર પડે છે. માટે વિવક્ષિત કાર્યને ઉત્પન્ન કરવા માટે કયા કારણને પકડવું અને કયા કારણને ન પકડવું ? આ બાબતની અવ્યવસ્થા નહિ સર્જાય. તથા તમામ કારણમાંથી 3 તમામ કાર્યો ઉત્પન્ન થવાની અવ્યવસ્થા પણ નહિ સર્જાય. સત્કાર્યવાદી :- (૪) તમારી વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે “કાર્યને ઉત્પન્ન કરવાની || શક્તિ શક્ત એવા કારણમાં રહેલી છે' - આવું માન્યા પછી પણ પ્રશ્ન એ ઉપસ્થિત થશે કે ઉપાદાન કારણમાં શક્ય-અશક્ય સર્વ કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે કે પછી શક્ય (= શક્તિવિષયભૂત અથવા શક્તિપ્રતિયોગીભૂત) એવા કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ કારણમાં રહેલી છે ? (સંસ્કૃતમાં “સર્વત્ર પદમાં રહેલ સપ્તમી વિભક્તિનો અર્થ પ્રતિયોગિતા છે.) જો શક્ય-અશક્ય તમામ કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ ઉપાદાનકારણમાં રહેલી હોય તો સર્વ કારણોમાંથી સર્વ કાર્યો ઉત્પન્ન થવાની આપત્તિ દુર્વાર બનશે. તેમ જ ગમે તે કાર્યને ઉત્પન્ન કરવા ગમે તે કારણને ગ્રહણ કરવાની અવ્યવસ્થા પણ ઉભી જ રહેશે. તથા જો શક્ય એવા કાર્યને જ ઉત્પન્ન કરવાની શક્તિ ઉપાદાનકારણમાં હોય તો ઉપરોક્ત અવ્યવસ્થા ઉભી નહિ થાય પરંતુ પ્રશ્ન એ ઉપસ્થિત થશે કે ઉપાદાનકારણમાં શક્ય એવું કાર્ય વિદ્યમાન ન હોય તો “ઉપાદાનકારણ તે કાર્યને ઉત્પન્ન કરવા માટે શક્તિમાન છે' - એવું કઈ રીતે કહી શકાશે ? અસત્કાર્યવાદી - (‘શ.િ) ઉપાદાનકારણમાં એવા પ્રકારની વિશિષ્ટ શક્તિ રહેલી છે કે જેના લીધે તે અમુક જ કાર્યને ઉત્પન્ન કરશે, તમામ કાર્યને નહિ. માટે અમુક પ્રકારના કાર્યને ઉત્પન્ન કરવા માટે અમુક પ્રકારનું જ કારણ ગ્રહણ કરવામાં આવશે, તમામ પ્રકારના ઉપાદાનકારણ નહિ. અર્થાત, ઘડાને ઉત્પન્ન કરવા માટે કુંભાર માટીને જ ગ્રહણ કરશે, તંતુને નહિ. ઘડા વગેરેને જ ઉત્પન્ન કરવાની વિશિષ્ટ શક્તિ માટીમાં જ રહેલી છે. તેથી માટીમાંથી વસ્ત્ર ઉત્પન્ન થવાની આપત્તિ નહિ આવે. તથા ઘડાને ઉત્પન્ન કરવા માટે તંતુને ગ્રહણ કરવાની આપત્તિ પણ નહિ આવે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy