________________
૩/૭ कार्यस्य कारणात्मकता 0
२९९ हन्त भोः ! शक्तिविशेषः कार्यसम्बद्धो वाऽसम्बद्धो वा ? सम्बद्धत्वे नाऽसता सम्बन्ध इति सत् प कार्यम् । असम्बद्धत्वे सैवाऽव्यवस्था इति सुष्ठुक्तं 'शक्तस्य शक्यकरणादिति ।
इतश्च सत्कार्यमित्याह - (५) 'कारणभावाच्च । कार्यस्य कारणात्मकत्वात् । न हि कारणभिन्न कार्यं । છારણે વ સંવિતિ શું તમન્ન કાર્યમસન્ ભવે” (. ત. . પૃ. ૨૪૦) રૂતિ प्रकृते नैयायिक-वैशेषिकादयो विद्वांसः असत्कार्यवादिनो विज्ञेया। साङ्ख्य-पातञ्जलादयश्च
શક્યાકરણ સત્કાર્યવાદસાધક આ સત્કાર્યવાદી:- (દત્ત.) હે અસત્કાર્યવાદી ! તમે ઉપાદાનકારણમાં અમુક જ કાર્યને ઉત્પન્ન કરવાની વિશેષ પ્રકારની શક્તિને માનો છો આ અંગે અમારો તમને પ્રશ્ન એ છે કે ઉપાદાનકારણમાં રહેલી વિશેષ પ્રકારની શક્તિ કાર્યથી સંબદ્ધ છે કે અસંબદ્ધ ? જો “ઉપાદાનકારણમાં રહેલી વિશિષ્ટ શક્તિ પોતાના કાર્યથી સંબદ્ધ હોય છે' - તેવું તમે સ્વીકારો તો “ઉપાદાનકારણમાં કાર્ય વિદ્યમાન છે' એવું માનવું પડશે. કેમ કે અવિદ્યમાન એવા કાર્યની સાથે ઉપાદાનકારણનિષ્ઠ શક્તિવિશેષનો સંબંધ થઈ ન શકે. માટે કાર્ય સત્ છે' - એવું માનવું પડશે. તથા જો ઉપાદાનકારણમાં રહેલ શક્તિવિશેષ કાર્યથી અસંબદ્ધ હોય છે' - તેવું તમે માનો તો ઉપાદાનકારણમાં રહેલ શક્તિવિશેષ જેમ વિવક્ષિત કાર્યથી અસંબદ્ધ છે તેમ અન્ય તમામ કાર્યોથી પણ તે શક્તિવિશેષ અસંબદ્ધ જ છે. તેથી વિવક્ષિત કાર્યની (ઘટની) જેમ અવિવક્ષિત સઘળા કાર્યોને (પટ, મઠ આદિને) પણ વિવક્ષિત ઉપાદાનકારણ(માટી)માં રહેલ શક્તિવિશેષ દ્વારા ઉત્પન્ન થવાની આપત્તિ આવશે. તેથી માટીમાંથી ઘડો જ ઉત્પન્ન થાય, પટ- , મઠ વગેરે નહિ - આવી પ્રસિદ્ધ વ્યવસ્થા ભાંગી પડશે. માટે માનવું જોઈએ કે જે કાર્ય ઉપાદાનકારણમાં વિદ્યમાન હોય તે જ કાર્ય શક્ય કહેવાય. તથા તે શક્ય કાર્યને ઉત્પન્ન કરવાની શી ઉપાદાનકારણ શક્ત કહેવાય. માટે “શક્ત ઉપાદાનકારણ શક્ય એવા કાર્યને ઉત્પન્ન કરે છે' - આવા પ્રકારના ચોથા હેતુ દ્વારા પણ સિદ્ધ થાય છે કે ઉપાદાનકારણમાં કાર્ય સત્ છે.
કાર્ય ઉપાદાનકારણરવરૂપ છે - સાંખ્ય જ (ફતબ્ધ.) (૫) વળી, પાંચમા નંબરના હેતુથી પણ “ઉપાદાનકારણમાં કાર્ય સત્ છે' - તેવું સિદ્ધ થશે. પાંચમો હેતુ છે કારણભાવ' (= કારણાત્મકતા). અર્થાત્ કાર્ય ઉપાદાનકારાત્મક હોવાથી પૂર્વે પણ સત્ છે. કેમ કે ઉપાદાનકારણને કાર્યથી ભિન્ન માની શકાતું નથી. “ઘટ મૃમ્ભય છે. પટ તંતુમય છે આવી સુપ્રસિદ્ધ સાર્વલૌકિક સ્વરસવાહી પ્રતીતિથી અને વ્યવહારથી પણ સિદ્ધ થાય છે કે ઉપાદેય ઉપાદાનાત્મક છે. ઉપાદાનકારણ તો સત્ છે. (અર્થાત્ કાર્યોત્પત્તિ પૂર્વે પણ ઉપાદાનકારણ વિદ્યમાન છે.) તેથી ઉપાદાનકારણથી અભિન્ન એવું કાર્ય અસત કઈ રીતે થઈ શકે ? માટે માનવું જોઈએ કે કાર્યની ઉત્પત્તિ પૂર્વે પણ ઉપાદાનકારણમાં કાર્ય સત્ છે.” આ પ્રમાણે અમે જે જણાવેલ છે તે તો સાંખ્યતત્ત્વકૌમુદી વ્યાખ્યાનો લેશમાત્ર છે. આ બાબતનો અધિક વિસ્તાર તો “સદ્ધર ઇત્યાદિ સાંખ્યકારિકાની સાંખ્યતત્ત્વકૌમુદી નામની વ્યાખ્યાનું સંપૂર્ણપણે અવગાહન કરવાથી જ જાણવા મળે.
) અસત્કાર્યવાદી-સત્કાર્યવાદી વચ્ચે મતભેદની વિચારણા ) | (.) પ્રસ્તુતમાં નૈયાયિક, વૈશેષિક વગેરે વિદ્વાનો અસતકાર્યવાદી જાણવા. તેઓ માને છે કે ઉપાદેય અને ઉપાદાન વચ્ચે અત્યંત ભેદ છે. તથા સ્વોત્પત્તિની પૂર્વે ઉપાદેય ઉપાદાનમાં ગેરહાજર