________________
० वृद्धसाङ्ख्यसम्मतिः 0 सौरभेयीषु पयसः। असतः कारणे तु न निदर्शनं किञ्चिदस्ति। न खल्वभिव्यज्यमानं क्वचिदसद् दृष्टम्। प
इतश्च कारणव्यापारात् प्राक् सदेव कार्यम् - (२) उपादानग्रहणात् । उपादानानि = कारणानि, तेषां ग्रहणं = कार्येण सम्बन्धः, उपादानैः कार्यस्य सम्बन्धादिति यावत् । एतदुक्तं भवति - कार्येण सम्बद्धं कारणं रा कार्यस्य जनकम्। सम्बन्धश्च कार्यस्याऽसतो न सम्भवति। तस्मादिति।
__ स्यादेतद् - ‘असम्बद्धमेव कारणैः कार्यं कस्मान्न जायते ? तथा चाऽसदेवोत्पत्स्यते । आह (३) 'सर्वसम्भवाऽभावादिति। असम्बद्धस्य जन्यत्वे असम्बद्धत्वाऽविशेषेण सर्वं कार्यजातं सर्वस्माद् भवेत् । न श चैतदस्ति। तस्मान्नाऽसम्बद्धन जन्यते, अपि तु सम्बद्धन जन्यत इति। यथाहुः साङ्ख्यवृद्धाः “असत्त्वे । સની અભિવ્યક્તિના અનેક દૃષ્ટાંતો છે. પરંતુ ઉપાદાનકારણમાં અસત્ એવી વસ્તુની ઉત્પત્તિ કરવાનું એક પણ દૃષ્ટાંત મળતું નથી. ખરેખર, કર્તા દ્વારા અભિવ્યક્ત થતું કાર્ય અસત્ હોય એવું ક્યાંય જણાતું નથી. માટે “કારણમાં કાર્ય સત્ છે' - એવું સિદ્ધ થાય છે.
# સત્કાર્યવાદનું સમર્થન ? (૨) (તબ્ધ.) કુંભાર આદિની પ્રવૃત્તિ પૂર્વે ઉપાદાનકારણમાં કાર્ય સત્ જ હોય છે. તેવું માનવામાં બીજો હેતુ બને છે - ઉપાદાનગ્રહણ. અર્થાતુ ઉપાદાનકારણોનો કાર્યની સાથે સંબંધ અને કાર્યોનો ઉપાદાનકારણોની સાથે સંબંધ હોવાથી પણ પૂર્વે કાર્ય સત્ છે. આશય એ છે કે કાર્યસંબદ્ધ એવું જ કારણ કાર્યનું નિષ્પાદક બની શકે છે. ઉપાદાનકારણોમાં પૂર્વે કાર્ય અસત્ હોય તો ઉપાદાનકારણનો તેની સાથે સંબંધ સંભવે નહિ. અને કાર્યની સાથે અસંબદ્ધ ઉપાદાનકારણ દ્વારા કાર્યનો ઉદય થઈ નહિ શકે. માટે કાર્યને પૂર્વે પણ સત્ માનવું જરૂરી છે.
અસત્કાર્યવાદી - (સ્વા.) કારણની સાથે અસંબદ્ધ એવું જ કાર્ય ઉપાદાનકારણ દ્વારા કેમ ઉત્પન્ન ન થઈ શકે ? અર્થાતુ અસંબદ્ધ કાર્યની જ ઉપાદાનકારણ દ્વારા ઉત્પત્તિ માની શકાય છે. માટે ઉપાદાનકારણમાં અસત્ એવા કાર્યની કર્તા દ્વારા નિષ્પત્તિ થઈ શકશે.
સર્વસંભવઅભાવ સત્કાર્યવાદસાધક ) સતકાર્યવાદી :- (૩) જો ઉપાદાનકારણથી અસંબદ્ધ એવું કાર્ય કર્તા દ્વારા ઉત્પન્ન થઈ શકતું હોય તો પટ-મઠ વગેરે કાર્યો પણ માટીમાંથી ઉત્પન્ન થવા જોઈએ. કારણ કે અસત્કાર્યવાદીના મત મુજબ ઘડાની ઉત્પત્તિ પૂર્વે માટી જેમ ઘડાથી અસંબદ્ધ છે તેમ પટ-મઠ વગેરે કાર્યોથી પણ અસંબદ્ધ જ છે. માટે કુંભાર દ્વારા જેમ માટીમાંથી ઘડો ઉત્પન્ન થાય છે તેમ પટ-મઠ વગેરે પણ ઉત્પન્ન થવા જ જોઈએ. તથા તંતુમાંથી વણકર દ્વારા જેમ પટ વગેરે ઉત્પન્ન કરવામાં આવે છે તેમ ઘટ વગેરે પણ ઉત્પન્ન થવા જ જોઈએ. કારણ કે પટની ઉત્પત્તિ પૂર્વે તંતુ જેમ પટથી અસંબદ્ધ છે તેમ ઘટથી પણ અસંબદ્ધ જ છે. એ કારણથી અસંબદ્ધ એવા કાર્યની કર્તા દ્વારા ઉત્પત્તિ માનવામાં આવે તો તમામ કારણથી તમામ કાર્યની ઉત્પત્તિ થવાની આપત્તિ આવશે. તેથી કુંભાર ઘડો બનાવવા માટે તંતુઓ લેવા જશે તથા વણકર પટ બનાવવા માટે માટી લેવા જશે. પરંતુ આવું તો સંભવ નથી. માટે માનવું જોઈએ કે કાર્યથી અસંબદ્ધ એવા કારણથી કાર્યની ઉત્પત્તિ થતી નથી, પરંતુ કાર્યથી સંબદ્ધ એવા જ ઉપાદાનકારણ દ્વારા કાર્ય ઉત્પન્ન થાય છે. માટે જ જ્ઞાનવૃદ્ધ એવા પ્રાચીન સાંખ્યમહર્ષિઓએ જણાવેલ છે કે ‘પૂર્વે