Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
३/ ४ ० देहात्माभेदनयस्य भोजनादिसंयमसाधकताप्रकाशनम् २ २७९
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – तप्ताऽयोगोलकन्यायेन स्वात्मा साम्प्रतं शरीरादिरूपेण परिणतः । अत एव शरीरादिगौरवं सामान्यतः तथारूपेण नानुभूयते । गुरुतरदेहादिभारः तथा नानुभूयते यथा करस्थजलभृतघटादिभारः अनुभूयते, आत्मनः देहादितः कथञ्चिद् अभिन्नत्वाद् घटादितश्च भिन्नत्वात् । रा उनोदरतप:शालिनो भोजनादिभारमपि नानुभवन्ति, आहारादेः देहादिरूपेण परिणमनाऽऽरम्भात्, न देहादेश्च कथञ्चिदात्माऽभेदात् । अतिरिक्तभोजनादिकरणे भारः अनुभूयते एव, तदा तस्य देहादिरूपेण । अपरिणमनात् । अतिमेदस्विनोऽपि देहगौरवमनुभूयत एव, अतिरिक्तमेदादेः तथाविधात्माऽभेद- श परिणामविरहात् । अतः अतिभारादित्रासपरिहाराय अनशनोनोदर-वृत्तिसक्षेपादितपस्सु यतितव्यमिति क ध्वन्यते। प्रकृते “स्मरज्वरज्वरा मुख्या दोषा भवभुवोऽत्र ये। सर्वथा ते न सन्त्येव यत्र तत् परमं र्णि पदम् ।।” (मोक्षो.प.३७) इति मोक्षोपदेशपञ्चाशके मुनिचन्द्रसूरिवचनं सततं स्मर्तव्यम् । तेन कथञ्चिद् ... भिन्नमपि स्मरादिदोषशून्यं परमपदम् अभिन्नतया निजचेतसि प्रणिहितं सत् स्वकीयस्मरादिदोषान् નિરંન્તીતિ ધ્યેયન્ાારૂ/૪
( અભેદનચ સંચમસાધક છે આધ્યાત્મિક ઉપનય :- તપ્ત અયોગોલક ન્યાયથી આપણો આત્મા વર્તમાનકાળમાં શરીર આદિ રૂપે પરિણમેલો છે. અર્થાત્ શરીરથી કથંચિત્ અભિન્નપણે આત્મા ધરાવે છે. તેથી આત્માને શરીરના ભારનો સામાન્યથી અનુભવ થતો નથી. પોતાનો ભાર પોતાને ક્યાંથી લાગે ? ૫૦ કિલો વજનવાળા શરીરને કાયમ ઊંચકીને ફરનારો જીવ થાકનો અનુભવ કરતો નથી. પરંતુ પાંચ કિલો વજનવાળા ઘડાને કે શાકની થેલીને ઊંચકતાં માણસ થાકી જાય છે. કારણ કે ઘડાથી અને શાકની થેલીથી આત્મા સ્પષ્ટરૂપે જુદો છે. વળી, ઉણોદરી તપ સચવાય તે રીતે ભોજન-પાણી લેનારને ભોજન બાદ ભારનો અનુભવ થતો નથી. કારણ કે તે શરીરરૂપે પરિણમી જવાનું કામ શરૂ થઈ જાય છે. તથા શરીરથી તો દેહધારી આત્મા કથંચિત્ અભિન્ન જ છે. પરંતુ over eating કે over drinking કરનાર કે over 8 | weight ધરાવનારને વધુ પડતા ભારનો અનુભવ અવશ્ય થાય છે. કારણ કે તથાવિધ તાદાભ્ય આત્માને અતિરિક્ત ભોજન-પાણી-ચરબી આદિ સાથે નથી. માટે અતિભારના ત્રાસથી બચવા અનશન, ઉણોદરી, રા. વૃત્તિસંક્ષેપ વગેરે તપમાં પ્રયત્ન કરવો. તેના દ્વારા અન્ન-પાન, શરીર આદિ ઉપર નિયંત્રણ રાખવાની સૂચના પ્રસ્તુત શ્લોક દ્વારા મેળવી શકાય છે. આ બાબતમાં “અહીં સંસારમાં પેદા થનારા કામવાસનાસંતાપસ્વરૂપ જ્વર (= તાવ) વગેરે જે દોષો છે, તે જે સ્થાનમાં સર્વથા નથી જ હોતા તે પરમપદ = મોક્ષસ્થાન છે” - આ પ્રમાણે મોક્ષપદેશ પંચાલકમાં શ્રીમુનિચન્દ્રસૂરિજીએ જે કહેલ છે, તેને સતત સ્મૃતિપટમાં અંકિત કરવું. તે સ્મરણના લીધે વર્તમાનમાં કથંચિત્ ભિન્ન એવું પણ કામવિકારાદિદોષશૂન્ય પરમપદ અભિન્ન સ્વરૂપે આપણા ચિત્તમાં સ્થાપિત થાય. તેમજ તેના પ્રભાવે આપણા કામવાસના વગેરે દોષો હણાશે. આ બાબત ધ્યાનમાં લેવી. (૩/૪)