Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० विवेकदृष्ट्या आत्मसंरक्षणम् ।
___२८५ दयवशतः तत्साफल्यानुपलब्धौ न हतोत्साहतया भाव्यम् । किन्तु शुद्धनिश्चयनयसम्मतनिजाऽखण्ड प -परिपूर्ण-विशुद्धात्मद्रव्यं प्रणिधातव्यम् । यदा समुपलब्धसद्गुणगोचराऽहङ्कार-प्रबलपुण्योदयोन्मादादिषु । स्वात्मा लीयते तदा व्यवहारनयसम्मत-वर्तमानकालीन-सखण्ड-मलिन-गुणाद्यपरिपूर्णं निजात्मद्रव्यं चेतसिकृत्य मान-मदादितो निज आत्मा सततं संरक्षणीयः। इत्थमेव विंशिकाप्रकरणे श्रीहरिभद्रसूरिभिः । 1“सव्ये वि य सव्वन्नू सव्वे वि य सव्वदंसिणो एए। निरुवमसुहसंपन्ना सव्वे जम्माइरहिया य ।।” (विं.प्र. श १९/१९) इत्युपदर्शितं सिद्धस्वरूपं तूर्णम् आत्मसात् स्यात् । तदेवाऽस्मत्परमप्रयोजनम्।।३/५।। બને? તે આશયથી અંતરંગ જ્ઞાનપુરુષાર્થ અને બહિરંગ ક્રિયાપુરુષાર્થનો યથોચિત અભ્યાસ કરવો. તથા ક્લિષ્ટ કર્મોદયની વિષમતાના લીધે, તેમાં સફળતા ન મળતાં હતાશાની ખીણમાં ગબડવાનું થાય ત્યારે લઘુતાગ્રંથિ (inferiority complex) માંથી બચવા માટે શુદ્ધનિશ્ચયનયમાન્ય અખંડ, પરિપૂર્ણ, વિશુદ્ધ 21 આત્મદ્રવ્ય ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું. તથા પ્રગટ થયેલ નિર્મળ ગુણ-પર્યાયનો મોહવશ અહંકાર ) કરી, પુણ્યોદયના નશામાં ગળાડૂબ બની, અતિઆત્મવિશ્વાસ (over confidence) માં આત્મા અટવાઈ લા જાય ત્યારે વ્યવહારનય સંમત વર્તમાનકાલીન પોતાના સખંડ, મલિન અને અપૂર્ણ આત્મદ્રવ્યને લક્ષ્યગત કરવું. આ રીતે અહંકારથી અને મદથી પોતાના આત્માની સતત સુરક્ષા કરવી જોઈએ. આ રીતે કરવામાં સ આવે તો જ વિશિકા પ્રકરણમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી આત્મસાત થાય. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “બધા ય સિદ્ધ ભગવંતો સર્વજ્ઞ છે. બધા ય સિદ્ધો સર્વદર્શી છે. બધાય સિદ્ધો નિરુપમ સુખને પ્રાપ્ત કરી ચૂકેલ છે તથા જન્મ-જરા-મરણાદિથી રહિત છે.” આવું સિદ્ધસ્વરૂપ ઝડપથી આત્મસાત્ કરવા જેવું છે. તથા તે જ આપણું પરમપ્રયોજન છે. તે ભૂલાવું ન જોઈએ. આવી હિતશિક્ષા અહીં પ્રાપ્ત થાય છે. (૩/૫)
લખી રાખો ડાયરીમાં
8
• કર્મસત્તા બહારનું બધું બગાડી શકે છે.
ધર્મસત્તા અંદરનું બધું સુધારી શકે છે.
• દુખનું કારણ ધર્મનો અભાવ.
- સુખનું કારણ ધર્મનો પ્રભાવ.
1. सर्वेऽपि च सर्वज्ञाः सर्वेऽपि च सर्वदर्शिन एते। निरुपमसुखसम्पन्नाः सर्वे जन्मादिरहिताश्च ।।