Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
☼ परमाणौ उत्कृष्टरूपविश्रामापादनम्
२७७
रूपादिकमपि परमाणुविश्रान्तमेव स्यात्, सम्बन्धविशेषेण अवयविनिष्ठकार्यकारितायाः अदुर्वचत्वादिति २ ન વિગ્નિવેતત્ ।
૩/૪
रित्वे तु रूपादिकमपि परमाणुविश्रान्तमेव स्यात्, तादृशसम्बन्धविशेषेण अवयविनिष्ठदृश्यमानत्वलक्षणकार्यकारितायाः सुवचत्वादिति न किञ्चिदेतत् ।
સમવેતસમવેતત્વાદિસ્વરૂપ પરંપરાસંબંધથી અવયવીમાં રહેલ અવનમન (= ત્રાજવાના પલ્લાને ઝૂકાવવા સ્વરૂપ) કાર્યને કરે છે. માટે અવયવી અત્યંત અપકૃષ્ટ ગુરુત્વવાળો હોવા છતાં પણ ત્રાજવાના પલ્લાને ઝૂકાવવા સ્વરૂપ કાર્ય થઈ શકે છે.
સ્પષ્ટતા :- અવયવીમાં અત્યંત અપકૃષ્ટ ગુરુત્વ માનવામાં આવે તો પણ અવયવીને જોખવામાં આવે તો ત્રાજવાનું પલ્લું ઝૂકે તો છે જ. તથા ગુરુત્વ વિના ત્રાજવાનું પલ્લું ઝૂકે કઈ રીતે ? આ એક સમસ્યા નૈયાયિકના મતમાં ઉપસ્થિત થાય છે. તેના નિરાકરણ માટે નૈયાયિક કહે છે કે ‘અવયવી અત્યંત હીન વજનવાળો હોવા છતાં પરમાણુમાં રહેલ સ્થિર ગુરુત્વ જ ત્રાજવાનું પલ્લું ઝૂકાવવા સ્વરૂપ કાર્ય પ્રત્યે પરંપરાસંબંધથી કારણ બને છે. સ્વઆશ્રયસમવેત-સમવેત-સમવેતત્વાદિસ્વરૂપ પરંપરાસંબંધ
સમવેત
પ્રસ્તુતમાં કારણતાઅવચ્છેદક સંબંધ બનશે. સ્વ = પરમાણુગતગુરુત્વ, તેનો આશ્રય = પરમાણુ, તેમાં ધચણુક, તેમાં સમવેત ઋણુક, તેમાં સમવેત ચતુરણુક આદિ બનશે. તેથી સ્વાશ્રયસમવેતસમવેતસમવેતત્વાદિ લક્ષણ પરંપરાસંબંધથી પરમાણુનિષ્ઠ સ્થિર ગુરુત્વ ચતુરણુક આદિમાં રહી જશે અને ત્રાજવાનું પલ્લું ઝૂકાવવા સ્વરૂપ પોતાનું કાર્ય ચતુરણુક આદિ અવયવીના માધ્યમથી કરાવશે.' આ પરમાણુવિશ્રાન્ત રૂપાદિની આપત્તિ
=
=
=
21.
प
થ
Cu
:- (વિ.) અવસ્થિત ગુરુત્વ પરમાણુમાં રહીને અવયવીવાળા પલ્લાને ઝૂકાવવાનું કાર્ય કરી શકતું હોય અને અવયવી અત્યંતઅપકૃષ્ટ ગુરુત્વવાળો હોય તો તુલ્ય યુક્તિથી એમ પણ કહી શકાશે | કે રૂપ, રસ વગેરે પણ ફક્ત પરમાણુમાં જ રહે છે. તથા પરંપરાસંબંધથી અવયવીમાં રહેલ દેખાવાપણું (= શાયમાનત્વ) વગેરે કાર્ય પરમાણુગત રૂપાદિ કરી શકશે. આથી જેમ અવયવીને અત્યંત અપકૃષ્ટ ગુરુત્વવાળો માનવામાં આવે છે તેમ તે અત્યંત અપકૃષ્ટ રૂપાદિમાન બનવાની આપત્તિ આવશે. વિનિગમનાનો (એકતરપક્ષપાતી તર્કનો) વિરહ હોવાના કારણે “અવયવીમાં ગુરુત્વ અત્યંત અપકૃષ્ટ છે અને રૂપાદિ તો ઉત્કૃષ્ટ છે” – તેમ કહી શકાતું નથી. માટે ‘પરમાણુમાં અવસ્થિત ગુરુત્વ છે અને અવયવીમાં અત્યંત અપકૃષ્ટ ગુરુત્વ છે' - એવું માનવું અત્યંત અનુચિત છે.
આ જૈનમતનું તાત્પર્ય
સ્પષ્ટતા :- જૈનોનું કહેવું એમ છે કે અવયવી જો ઉત્કૃષ્ટ ગુરુત્વથી શૂન્ય હોય અને પરમાણુમાં ઉત્કૃષ્ટ ગુરુત્વ હોય એવું માનવામાં આવે તો તુલ્યયુક્તિથી એવું પણ કહી શકાય છે કે અવયવી ઉત્કૃષ્ટ રૂપ આદિથી રહિત છે અને પરમાણુમાં ઉત્કૃષ્ટ રૂપ આદિ રહેલ છે. તથા ઉપરોક્ત પરંપરા સંબંધથી તે પરમાણુગત ઉત્કૃષ્ટરૂપ અવયવીના માધ્યમથી દેખાય છે. પરંતુ આ તો નૈયાયિકોને પણ ** ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+લી.(૪)+કો.(૩)માં છે.