Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨/૪
० गुरुत्वमतीन्द्रियम् । * "गुरुत्वमतीन्द्रियमिति तत्र द्विगुणत्वादिप्रत्यक्षस्यापादकाभाव एव । अवनतिविशेषस्तु अवयविनि नौकादिलग्नतृणवदत्यन्तापकृष्टगुरुत्वस्वीकारादेवानापाद्यः" 'गुरुत्वमतीन्द्रियमिति तत्र द्विगुणत्वादिप्रत्यक्षस्याऽऽपादकाऽभाव एवाऽऽप्नोति ।
न च गुरुत्वस्याऽतीन्द्रियत्वेनाऽप्रत्यक्षत्वेऽपि अवयविनोऽतिरिक्तत्वेऽवनतिविशेषेण तदनुमितिस्तु स्यादेवेति वाच्यम्, यतः अवनतिविशेषोऽपि अवयविनि नौकादिलग्नतृणवदत्यन्ताऽपकृष्टगुरुत्वस्वीकारादेव अनापाद्यः' म
. અધિક ભાર પ્રત્યક્ષમાં આપાદકવિરહ દો. નયાયિક - (ગુરુત્વમતી) “અવયવો કરતાં અવયવીને સર્વથા અતિરિક્ત માનવામાં આવે તો અવયવના ભાર કરતાં અવયવયુક્ત અવયવીનો ભાર બમણો દેખાવો જોઈએ” – આ પ્રમાણે સ્યાદ્વાદી દ્વારા અમારી સામે જે આપત્તિ ઉઠાવવામાં આવે છે તે આપત્તિ નિરાધાર છે. કારણ કે તે આપત્તિને લાવનારું તત્ત્વ (= આપાદક) જ ગેરહાજર છે. ઉપરોક્ત આપત્તિ ત્યારે જ આવી શકે કે જ્યારે ગુરુત્વ નામનો ગુણધર્મ ઈન્દ્રિયગ્રાહ્ય હોય. પરંતુ હકીકત એવી નથી. ગુરુત્વ તો અતીન્દ્રિય ગુણધર્મ છે. માટે તેનું કદાપિ પ્રત્યક્ષ આપણને થઈ શકે નહિ. તેથી “અવયવ-અવયવીમાં બમણું ગુરુત્વ દેખાવું જોઈએ? – આવું આપાદન કરી શકાતું નથી.
અધિક ભારની અનુમિતિનું આપાદન જેને - (ન .) ગુરુત્વ ગુણધર્મ અતીન્દ્રિય હોવાથી તેનું પ્રત્યક્ષ ભલે થઈ શકે તેમ ન હોય. છતાં પણ તેની અનુમિતિ તો થઈ શકે ને ! ત્રાજવામાં અવયવીને જોખવામાં આવે તો કેવલ અવયવવાળા પલ્લા કરતાં અવયવીવાળું પલ્લું વધુ ઝૂકે તો તેનાથી અનુમિતિ થઈ શકે કે અવયવ કરતાં અવયવીનું ગુરુત્વ છે બમણું (અથવા અધિક) છે. પરંતુ કેવલ અવયવોને જોખો કે તેને અવયવીરૂપે બનાવીને જોખો ત્રાજવાના પલ્લાના ઝૂકાવમાં તો કોઈ ફરક પડતો નથી. માટે “અવયવ-અવયવીનો એકાંતભેદ માનવામાં અવયવીમાં વા બમણું ગુરુત્વ દેખાવું જોઈએ– આવું અમે જે કહીએ છીએ તેમાં ‘દેખાવું' શબ્દનો અર્થ “જણાવું' એવો કરવો. અવયવીનું બમણું ગુરુત્વ પ્રત્યક્ષ પ્રમાણથી જણાય કે અનુમાન પ્રમાણથી જણાય તે મહત્ત્વનું નથી. એ પરંતુ કોઈ પણ પ્રમાણથી જણાવું તો જોઈએ જ – આવું આપાદન કરવું અમને ઈષ્ટ છે.
) અધિક ભારની અનુમિતિના આપાદકનો અભાવ ) તૈયાયિક :- (તા.) અતીન્દ્રિય એવા ગુરુત્વનું અનુમાન પ્રમાણથી જ્ઞાન તો જરૂર થઈ શકે. પરંતુ પ્રસ્તુતમાં બમણા ગુરુત્વની અનુમિતિ થવાની આપત્તિને કોઈ અવકાશ નથી. કારણ કે અવયવીમાં અવયવગત ગુરુત્વતુલ્ય ગુરુત્વ ઉત્પન્ન થતું નથી પરંતુ તેના કરતાં અત્યન્ત હીન ગુરુત્વ (= વજન) ઉત્પન્ન થાય છે. જેમ કેવલ નૌકાનું વજન કરવામાં આવે અને એકાદ સૂકા ઘાસના તણખલા કે છોતરા કે ફોતરાથી યુક્ત તે નૌકાનું વજન કરવામાં આવે તો ત્રાજવાનું પલ્લું વધારે ઝૂકતું નથી. કારણ કે તણખલા-છોતરા-ફોતરાનું વજન નૌકાના વજન કરતાં અત્યંત અપકૃષ્ટ છે. તેમ પ્રસ્તુતમાં અવયવીનું ક...૪ ચિહ્રદયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.લી. (૪)+કો.(૩)માં છે. જે સિ.+કો.(૩)માં વાઘનેતિ' રૂત્વશુદ્ધઃ પાઠ | લી.(૪)નો પાઠ લીધો છે.