Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• अतिरिक्तावयविपक्षे गुण-कर्मापादनम् ।
२७३ ચાતા ચ ચાત્ તુનાનતિઃ II” (પ્ર.વ.૪/૦૧૪) તા.
अस्याः कारिकाया मनोरथनन्दिवृत्तिलेशस्त्वेवम् “अवयविनो गुरुत्वं गुणः अधोगतिश्च कर्म यदि । स्याताम् तदा मृदादिखण्डयोः सहतोलितयोः यावती तुलानतिः गौरववशाद् दृष्टा ततोऽधिका तुलानतिः स्यात् । यदा तयोर्मंदादिखण्डयोः संयोगे सति द्रव्यान्तरमुत्पद्यते तदा तयोः पूर्वावस्थितयोः पूर्वावस्थितं गौरवं म तदोत्पन्नस्य च द्रव्यस्य अधिकगौरवविशेषात् तुलानतिविशेषो दृश्येत । न चैवम् । तस्मान्न तत्र कार्यद्रव्यसम्भवः” र्श (પ્ર.વા.૪/9૧૪ મનો.કૃ.પૃ.૪૨) તિા ___परमाणुपुजातिरिक्तावयविनोऽनभ्युपगमाद् वैभाषिकादिबौद्धैः अतिरिक्तावयविकक्षीकर्तृनैयायिकमतं , निराक्रियते इति अवयवावयविनोः कथञ्चिदभेदवादिनोऽनेकान्तवादिनोऽनुकूलत्वाद् धर्मकीर्युक्तिरत्रण संवादरूपेणोद्धृतेत्यवधेयम् । નૈયાયિકને સિદ્ધસાધન નામનો દોષ લાગુ પડશે. કારણ કે અવયવોથી અનતિરિક્ત (= અભિન્ન) અવયવી અમારા મતે પ્રમાણથી સિદ્ધ (= પ્રસિદ્ધ) જ છે અને તેને તમે સિદ્ધ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. પ્રતિવાદીના મતે જે વસ્તુ સિદ્ધ હોય તેને સાધવાનો પ્રયત્ન જ્યારે વાદી કરે ત્યારે વાદીને સિદ્ધસાધન નામનો દોષ લાગુ પડે છે. તથા અવયવોમાં જો ગુરુત્વ નામનો ગુણ અને અધોગતિ નામની ક્રિયા જો તમે માનતા હો તો પછી ભાર વધી જવાથી અવયવીનું પલ્લું વિશેષ રીતે નીચું ઝૂકી જશે. કેમ કે તેમાં અવયવો સહિત અવયવી વિદ્યમાન છે.”
મનોરથનંદી આચાર્યનો મત છે. (૩ ) પ્રસ્તુત શ્લોકની મનોરથનંદી વૃત્તિમાં નીચે પ્રમાણે છણાવટ કરી છે : “જો અવયવી અતિરિક્ત હોય અને તેના લીધે અતિરિક્ત અવયવીમાં ગુરુત્વ નામનો ગુણ હોય અને અવયવીના છે ભારને લીધે અધોગમન ક્રિયા પણ જો થતી હોય તો માટીના બે ટુકડા (કપાલય) ત્રાજવામાં એકીસાથે લ તોલવામાં આવે ત્યારે ભારના લીધે ત્રાજવાનું પલ્લું જેટલું નમે તેના કરતાં અવયવીને જોખવામાં આવે ત્યારે ત્રાજવાનું પલ્લું વધારે નમવું જોઈએ. તથા માટીના તે બે ખંડનું (કપાલદ્વયનું) સંયોજન કરવામાં શ આવે ત્યારે જો અતિરિક્ત અવયવી દ્રવ્ય ઉત્પન્ન થતું હોય તો તે બે પૂર્વ વિદ્યમાન કપાલનું પૂર્વકાલીન વજન તથા અવયવદ્વયના સંયોગથી ત્યારે ઉત્પન્ન થયેલ અતિરિક્ત અવયવીદ્રવ્યનું વજન - આમ અધિક વિશેષ વજનના લીધે અવયવને જોખવામાં આવે ત્યારે પૂર્વ કરતાં ત્રાજવાનું પલ્લું વિશેષ ઝૂકેલું દેખાવું જોઈએ. પરંતુ તેવું જોવા મળતું નથી. તેથી અવયવસમૂહમાં અતિરિક્ત કાર્યદ્રવ્યનો સંભવ નથી.”
(ર.) બૌદ્ધ મતે પરમાણુપુંજ કરતાં અતિરિક્ત અવયવીનો સ્વીકાર કરવામાં આવતો નથી. તેમના મતે અવયવી પરમાણુjજસ્વરૂપ છે. માટે અતિરિક્ત અવયવીનો સ્વીકાર કરનાર નૈયાયિકના મંતવ્યનું નિરાકરણ વૈભાષિક વગેરે બૌદ્ધ વિદ્વાનો કરે તે સ્વાભાવિક છે. બૌદ્ધની પ્રસ્તુત દલીલ અવયવ-અવયવીનો કથંચિ અભેદ માનનાર અનેકાંતવાદને અનુકૂલ હોવાથી ગ્રંથકારશ્રીએ ધર્મકીર્તિ નામના બૌદ્ધ વિદ્વાનની યુક્તિને અહીં સંવાદરૂપે ઉધૃત કરેલ છે. આ વાત વાચકવર્ગે ધ્યાનમાં રાખવી.