Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२७४
• अन्त्यावयविनि गुरुत्वविशेषकल्पने बाध: 0 यथोक्तं लौगाक्षिभास्करेण अपि तर्ककौमुद्याम् “इह यद् यस्माद् भिन्नं तस्मात् तस्य गुरुत्वान्तरं कार्य _ दृश्यते । यथैकपलिकस्य स्वस्तिकस्य यो गुरुत्वकार्योऽवनतिविशेषः तस्माद् द्विपलिकस्य स्वस्तिकस्य र गुरुत्वकार्योऽवनतिभेदोऽधिकः । न च तथा तन्तुगुरुत्वकार्यात् पटगुरुत्वकार्यान्तरं दृश्यते । तस्मादभिन्नस्तन्तुभ्यः
પટ:” (ત..૧) તિા of तदुक्तं स्याद्वादकल्पलतायां सप्तमस्तबके अपि “अवयविनोऽवयवाऽभेदेऽनभ्युपगम्यमाने 'मृदेवेयं
घटतया परिणता', 'तन्तव एवैते पटतया परिणताः' इत्यादयो व्यवहाराः, विभक्तेषु तन्तुषु ‘त एवैते तन्तवः'
રૂત્યપ્રિન્યપ્રજ્ઞા અવયવમુરુત્વાવવિગુરુત્વાઈવશેષાવિ દ ન થત” (ચા..ત્ત. તા૭/૧૩ પૃ.૮૩) णि इत्यादि।
છે કારણભેદે કાર્યભેદ આવશ્યક : તર્કકૌમુદી છે (થોd.) મીમાંસક લૌગાક્ષિ ભાસ્કરે પણ તર્કકૌમુદી ગ્રંથમાં અવયવ-અવયવીના એકાંત ભેદનું નિરાકરણ કરતા જણાવેલ છે કે “આ જગતમાં એવું દેખાય છે કે જે દ્રવ્ય જેનાથી ભિન્ન હોય તેનાથી તેનું ભારસ્વરૂપ કાર્ય જુદું હોય છે. જેમ કે એક પલિકવાળા (પલિક = વજનનું એક પ્રકારનું માપ) સ્વસ્તિક (એક પ્રકારનું આભૂષણ) ને ત્રાજવામાં જોખવામાં આવે તો તેના ભારના લીધે ત્રાજવાનું પલ્લું જેટલું નમે તેના કરતાં બે પલિકવાળા સ્વસ્તિકને ત્રાજવામાં જોખવામાં આવે તો તેના ભારથી ત્રાજવાનું પલ્લું વિશેષ પ્રકારે ઝૂકે છે. અર્થાત્ એક પલિકવાળા સ્વસ્તિકમાં રહેલ ગુરુત્વના કાર્ય કરતાં દ્વિપલિકવાળા
સ્વસ્તિકમાં રહેલ ગુરુત્વનું કાર્ય જુદું છે. પરંતુ તંતુઓ અને પટમાં આ પ્રમાણે જોવા નથી મળતું. જેટલા નું તંતુથી પટ બનેલો છે તેટલા તંતુઓને ત્રાજવાનાં એક પલ્લામાં રાખવામાં આવે તથા તેટલા તંતુઓથી
બનેલા પટને બીજા પલ્લામાં રાખવામાં આવે તો ત્રાજવાના બન્ને પલ્લા સમાન રહે છે. અર્થાત્ તંતુગત M' ગુરુત્વના કાર્યથી પટગત ગુરુત્વનું કાર્ય જુદું જણાતું નથી. માટે તંતુ કરતાં પટ અભિન્ન છે.”
* એકાંતભેદમાં પ્રત્યભિજ્ઞા આદિ અસંભવ (કું.) શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથની સ્યાદ્વાદકલ્પલતા વ્યાખ્યાના સાતમા સ્તબકમાં પણ જણાવેલ છે કે “અવયવીને અવયવોથી અભિન્ન ન માનવામાં આવે તો અનેક દોષ ઉપસ્થિત થાય છે. જેમ કે (૧) “આ માટી જ ઘટરૂપે પરિણમી ગઈ”, “આ તંતુઓ જ પટસ્વરૂપે પરિણમી ગયા' - આ પ્રકારનો પ્રસિદ્ધ લોક વ્યવહાર અવયવોથી અવયવીને એકાંતે ભિન્ન માનવામાં આવે તો સંગત નહિ થઈ શકે. (તંતુ અને પર્વત અત્યંત ભિન્ન હોવાથી “તંતુઓ પર્વતરૂપે પરિણમી ગયા' - આવી પ્રતીતિ કે વ્યવહાર થઈ શકતો નથી. તે રીતે ઉપરોક્ત વ્યવહારની અસંગતિ સમજવી.) (૨) તે જ પ્રકારે પટસ્વરૂપે પ્રતીત થતા તંતુઓ પરસ્પર વિભક્ત થઈ જાય ત્યારે “આ તે જ તંતુઓ છે જે પૂર્વ પટસ્વરૂપે પરિણમેલા દેખાયા હતા' - આ પ્રકારે પટરૂપે પરિણત તંતુ અને વિભક્ત તંતુ વચ્ચે જે અભેદગ્રાહક પ્રત્યભિજ્ઞા થાય છે તે પણ અવયવ-અવયવી વચ્ચે સર્વથા ભેદ માનનાર પક્ષમાં સંગત થઈ નહિ શકે. (૩) આ જ પ્રકારે અવયવ-અવયવીભેદને માનનારા પક્ષમાં અવયવગત ગુરુત્વમાં અને અવયવીગત ગુરુત્વમાં સમાનતા સંગત નહિ થઈ શકે. કારણ કે અવયવી અવયવયુક્ત હોવાથી કેવલ અવયવના ગુરુત્વ કરતાં અવયવયુક્ત અવયવીનું ગુરુત્વ વધારે થવું જોઈએ.”