Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
On the descenda
२८२
* प्रासादादिगतैकत्वादिविचारः
૩/
*જો તું મૃત્-પાષાણ-કાષ્ઠાદિ ભિન્નદ્રવ્ય સંયોગ નિષ્પન્ન ભવનાદિ પર્યાયનેં એક કહે છે, તો એક દ્રવ્યદર્ભે ननु द्रव्य-गुण- पर्यायाणाम् अवयवाऽवयविनोश्च नानात्वस्य प्रत्यक्षसिद्धत्वादेकत्वानुपपत्तिरिति
શ્વેતુ?
भो नैयायिक ! एकान्तभेदवादित्वात् तवैवाऽयं दोषः, न त्वस्माकमनेकान्तवादिनाम् । कथञ्चैवं म प्रासादादावेकत्वप्रत्ययः ? न हि मृत्पाषाण - काष्ठादिविजातीयनानाद्रव्यसंयोगनिष्पन्नं प्रासादादिकमेकद्रव्यं शुं भवताऽभ्युपगम्यते, विजातीयानां द्रव्यानारम्भकत्वात्। ‘समूहकृतं तत्रैकत्वमि’ति चेत् ?
છું', દુકાન છું – તેવો ઉલ્લેખ) થવાની આપત્તિને અહીં અવકાશ રહેતો નથી. આવું તાત્પર્ય પ્રસ્તુતમાં સમજવું.
જી એકત્વ-અનેકત્વમાં વિરોધ : નૈયાયિક
નૈયાયિક :- (નનુ.) દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે પ્રત્યક્ષ પ્રમાણથી ભેદનું જ્ઞાન થાય જ છે. માટે દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે ઐક્ય માનવું અસંગત છે. તે જ રીતે અવયવ-અવયવીમાં પણ પ્રત્યક્ષ પ્રમાણથી ભેદ પ્રસિદ્ધ હોવાથી તેમાં પણ ઐક્ય અસંગત થઈ જશે.
* એકત્વ-અનેકત્વમાં અવિરોધ : જૈન
:- (મો.) હે નૈયાયિક ! આ દોષ તો તમને જ લાગુ પડશે, અમને નહિ. કારણ કે તમે દ્રવ્ય અને ગુણાદિની વચ્ચે તથા અવયવ અને અવયવીની વચ્ચે સર્વથા ભેદ માનનારા એકાંતવાદી છો, સર્વથા અતિરિક્ત અવયવીવાદી છો, અત્યંત ભિન્ન ગુણવાદી છો, એકત્વ અને અનેકત્વ વચ્ચે એકાંત વિરોધ માનનારા છો. માટે ઉપરોક્ત અસંગતિ તમારા મતમાં આવશે. પરંતુ ઉપરોક્ત અસંગતિને ॥ અમારા મતમાં કોઈ અવકાશ નથી. કારણ કે અમે તો અનેકાન્તવાદી છીએ. અમે સર્વથા અતિરિક્ત ગુણાદિનો કે અવયવીનો સ્વીકાર નથી કરતા. તથા એકત્વ અને અનેકત્વ વચ્ચે પણ એકાંતે વિરોધને ૐ અમે માનતા નથી. તેથી દ્રવ્ય-ગુણ-પર્યાયનો અભેદ અને અવયવ-અવયવી વચ્ચે પણ અભેદ અમારા મત મુજબ સંગત થઈ શકશે. અનેકમાં એકત્વનો સ્વીકાર કરવો તે જ તો અનેકાન્તવાદની આગવી ખાસિયત છે. તથા આ વાત માનવી જરૂરી પણ છે. જો અનેકમાં એકત્વનો સ્વીકાર કરવામાં ન આવે તો માટી, પત્થર, કાષ્ઠ, લોખંડ વગેરે અનેક વિજાતીય દ્રવ્યોના સંયોગથી નિષ્પન્ન થયેલ મોટાં મહેલ વગેરેને ઉદ્દેશીને ‘આ એક મહેલ છે' – આવી એકત્વઅવગાહી પ્રતીતિ કઈ રીતે થઈ શકે ? કારણ કે અતિરિક્ત અવયવીવાદી તૈયાયિક તો મહેલ વગેરેને મુખ્યપણે એક દ્રવ્ય સ્વરૂપે સ્વીકારતા નથી. નૈયાયિકો કહે છે કે મહેલ તો માટી, ઈંટ, ચૂનો, પથ્થર, કાષ્ઠ, લોખંડ આદિ વિજાતીય દ્રવ્યના સંયોગથી નિર્મિત છે. તથા વિજાતીય દ્રવ્યો કોઈ પણ અતિરિક્ત દ્રવ્યના આરંભક બનતા નથી. આવી તૈયાયિકની માન્યતા હોવાથી મહેલને અતિરિક્ત એક અવયવી દ્રવ્ય તરીકે તે માની ન શકે.
મકાનગત એકત્વ-અનેકત્વ મીમાંસા
નૈયાયિક :- મહેલ તો ઈંટ, ચૂનો, પથ્થર આદિ વિભિન્ન અને વિજાતીય દ્રવ્યોના સમૂહ સ્વરૂપ ** ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લી.(૪) + કો.(૩+૧૫)માં છે.