Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• दुग्धमेव दधि भवति ।
२६५ एतेन कार्य-कारणयोः एकान्तेन भेदो विभागः पृथक्त्वञ्च निरस्तम् । परेषामपि सम्मतमिदम् । तदुक्तं माध्वाचार्येण द्वैतद्युमणौ “दुग्धमेव दधि भवतीति प्रतीति-व्यवहारबलात् तद्विभागादेः बाधितत्वात्” प (દુ.પૃ.9૭૪) I
तदुक्तं मीमांसाश्लोकवार्त्तिके कुमारिलभट्टेन “तस्याप्यत्यन्तभिन्नत्वं न स्यादवयवैः सह ।। व्यक्तिभ्यो न जातिवच्चैव न निष्कृष्टः प्रतीयते ।” (मी.श्लो.वा.वनवाद श्लो.७५-७६) इति । तद्वृत्तौ न्यायरत्नाकराऽभिधानायां । पार्थसारथिमिश्रेण “तन्तव एव हि संयोगविशेषवशेन एकद्रव्यत्वमापन्नाः ‘पटोऽयम्' इत्येकाऽऽकारया बुद्ध्या । गृह्यन्ते। अतः अवस्थामात्रादेव अवयवेभ्योऽवयविनो भेदो न त्वत्यन्तभेद" (श्लो.वा.न्या.२.३.७५-७६) क इति । यथोक्तं पार्थसारथिमिश्रेण शास्त्रदीपिकायाम् अपि “न हि तन्तुभ्यः शिरःपाण्यादिभ्यो वाऽवयवेभ्यो र्णि निष्कृष्टः पटो देवदत्तो वा प्रतीयते। तन्तु-पाण्यादयो अवयवा एव पटाद्यात्मना प्रतीयन्ते ।.... तस्माद् .... अवयवानाम् एव अवस्थान्तरम् अवयवी, न द्रव्यान्तरम् । ते एव हि संयोगविशेषवशादेकद्रव्यताम् आपाद्यन्ते” १॥ (શી.વી.. ૨૧૪) તિા
એકાંત ભેદનું, વિભાગનું અને પૃથત્વનું નિરાકરણ | (ર્તન.) ઉપરોક્ત વિસ્તૃત વિચારણા દ્વારા કાર્ય-કારણના અત્યંત ભેદનું નિરાકરણ થાય છે. તથા કાર્ય-કારણમાં અત્યંત વિભાગનું (= વિભક્તત્વનું) નિરસન થાય છે, તેમજ કાર્ય-કારણમાં એકાંતે પાર્થક્ય રહેલું છે' - તેવી માન્યતાનું પણ ખંડન થઈ જાય છે. આ વાત અન્યદર્શનકારોને પણ સંમત છે. તેથી જ માધ્વાચાર્યો દ્વતઘુમણિ નામના ગ્રંથમાં જણાવેલ છે કે “સર્વ લોકોને “દૂધ જ દહીં થાય છે' - આવી પ્રતીતિ થાય છે, તથા તેવા પ્રકારનો વ્યવહાર પણ થાય છે. માટે સાર્વલૌકિક તથાવિધ પ્રતીતિ અને વ્યવહારના બળથી કાર્ય-કારણનો એકાંતે વિભાગ (= વિભક્તત્વ) વગેરે બાબિત થાય છે.”
* અવયવ-અવયવીમાં અભેદ : મીમાંસક જ (તકુ.) મીમાંસકમૂર્ધન્ય કુમારિક ભટ્ટ મીમાંસા શ્લોકવાર્તિક ગ્રંથમાં જણાવેલ છે કે “અવયવીનો એ પણ પોતાના અવયવોની સાથે અત્યંત ભેદ સંભવી ન શકે. જેમ (ઘટવાદિ જાતિથી વિશિષ્ટ એવી છે ઘટાદ) વ્યક્તિથી ઘટવાદિ જાતિ અલગ પાડીને બતાવી શકાતી નથી. તેમ અવયવો કરતાં અલગ વા પડેલો અવયવી ક્યારે પણ જણાતો નથી.” પાર્થસારથિ મિશ્ર નામના મીમાંસકે ઉપરોક્ત મીમાંસાશ્લોકવાર્તિકની ન્યાયરત્નાકર નામની વ્યાખ્યામાં જણાવેલ છે કે “તંતુઓ જ સંયોગવિશેષવશ સે એકદ્રવ્યત્વને પામેલા છે એવું “આ પટ છે' - આવા પ્રકારની તંતુઓ અને પટ વચ્ચે એકાકારનું અવગાહન કરનારી બુદ્ધિ દ્વારા જણાય છે. માટે અવયવો કરતાં અવયવીનો ભેદ કેવલ અવસ્થાવિશેષને લીધે જ છે. પરંતુ તેમાં અત્યંત ભેદ નથી રહેલો.” શાસ્ત્રદીપિકા નામના ગ્રંથમાં પણ પાર્થસારથિ મિશ્ર જણાવેલ છે કે “તંતુઓથી જુદો પડેલો પટ જણાતો નથી. તથા મસ્તક, હાથ, પગ વગેરે અવયવોથી જુદો પડેલો દેવદત્ત દેખાતો નથી. પરંતુ તંતુ વગેરે અવયવો જ પટરૂપે જણાય છે. તથા મસ્તક, હાથ, પગ વગેરે અવયવો જ દેવદત્તસ્વરૂપે જણાય છે. માટે અવયવોની જ જુદા પ્રકારની અવસ્થા અવયવી બને છે. અવયવી અવયવો કરતાં જુદું દ્રવ્ય નથી. કર્તા દ્વારા સંયોગવિશેષવશ તે અવયવો (= તંતુઓ