Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० सद्गुण-पर्यायहानिपरिहाराय यतितव्यम् ।
२६७ विना स्वातन्त्र्येण उपलभ्यते तत् तस्य धर्मो भवितुं नाऽर्हति । यद्यपि गौः अश्वमुपस्पृश्य तिष्ठति अश्वे वा गौः निषीदति कदाचित् तथापि गौः नाश्वधर्मो भवति, नाश्वाऽऽश्रिता भवति, तं विना प तस्याः स्वातन्त्र्येणोपलब्धेः। पटस्तु न तन्तुव्यतिरेकेणाऽवतिष्ठते, आतान-वितानावस्थावर्तितन्तुषु रा सत्सु एव तदुपलब्धेः। अतः पटः तन्त्वाश्रितः तन्तुधर्मतया व्यपदिश्यत इति। ___ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'द्रव्याद् गुण-पर्याया अभिन्ना' इति राद्धान्तं विज्ञाय आत्महानपरिहारप्रयत्नवत् स्वकीयदया-दान-दमनादिसद्गुण-शिष्टत्व-सदाचारित्व-धार्मिकत्वादिपवित्रपर्याय- श प्रहाणपरित्यागकृते आदित एव यतितव्यम् । अग्रेतनदशायां तु सम्यग्दर्शनादिसद्गुण-विरतत्वादि-क पावनपर्यायहानिपरिहाराय यतितव्यम्, तन्नाशे स्वात्मनोऽपि तदभिन्नत्वेन नाशात् । ततश्च शुद्धगुणर्ण -पर्यायप्रकर्षे एव “कम्ममलविप्पमुक्को उड्ढे लोगस्स अंतमधिगंता। सो सव्वणाण-दरिसी लहदिं. सुहमणिंदियमणंतं ।।” (प.का.२८) इति पञ्चास्तिकाये कुन्दकुन्दस्वामिदर्शितं मोक्षसुखं सुलभमित्यवधेयम् । Tીરૂ/રૂ એ રીતે ચિન્તન કરવા યોગ્ય છે કે જે જેના વિના સ્વતન્ત્ર રીતે ઉપલબ્ધ થાય તે તેનો ગુણધર્મ બની ન શકે. ગાય ઘોડાને સ્પર્શીને ઉભી રહી શકે અથવા તો ક્યારેક ગાય ઘોડા ઉપર બેસી શકે છે. તેમ છતાં ગાય ઘોડાનો ગુણધર્મ (= આશ્રિત) બની શકતી નથી. કારણ કે ઘોડા વિના ગાય સ્વતંત્ર રીતે રહી શકે છે. જ્યારે પટ તંતુ કરતાં સ્વતંત્ર રહી શકતો નથી. પટના અવયવભૂત તંતુઓને બાળી નાંખવામાં આવે તો પટની ઉપલબ્ધિ થઈ શકતી નથી. પરંતુ આતાન-વિતાન અવસ્થામાં રહેલા તંતુ હાજર હોય તો જ તેમાં પટ દેખાય છે. માટે પટ તંતુને આશ્રિત કહેવાય, તંતુનો ગુણધર્મ કહેવાય. 21 ધર્મ ધર્મી વિના કદાપિ રહી ન શકે અને રહે તે તેના ધર્મ ન કહેવાય. માટે ગાય ઘોડાનો ગુણધર્મ છે ન કહેવાય. પરંતુ પટ તખ્તનો ગુણધર્મ કહેવાય - આમ વિચારવું.
આ અભેદનયનું ઉચિત આલંબન આધ્યાત્મિક ઉપનય :- “ગુણ-પર્યાય દ્રવ્યથી અભિન્ન છે' - આ વાત આધ્યાત્મિક દૃષ્ટિએ એ સે રીતે ઉપયોગી છે કે જેમ માણસ પોતાનો (= આત્મદ્રવ્યનો) નાશ ન થાય તેની કાળજી રાખે છે તેમ દયા, ઈન્દ્રિયદમન, દાન આદિ પોતાના નિર્મળ ગુણો અને શિષ્ટજનત્વ, સદાચારિત્વ, ધર્મિષ્ઠતા આદિ નિર્મળ પર્યાયો નાશ ન પામી જાય તેની પ્રાથમિક તબક્કાથી જ જાગૃતિ રાખવી જોઈએ. તથા આગળ વધતાં સમ્યગ્દર્શન આદિ શુદ્ધ ગુણો તથા દેશવિરતત્વ, સંયતત્વ આદિ પોતાના નિર્મળ પર્યાયની હાનિ ન થાય તે માટે સાવધાની રાખવી જોઈએ. કારણ કે આત્મા પોતાના ગુણ-પર્યાયથી અભિન્ન હોવાથી શુભ કે શુદ્ધ ગુણ-પર્યાયનો નાશ થતાં તે સ્વરૂપે પોતાનો પણ નાશ થાય છે. તેથી ખાસ ખ્યાલમાં રાખવું કે આત્માના શુદ્ધગુણ અને શુદ્ધપર્યાય પ્રકર્ષ પામે ત્યારે જ પંચાસ્તિકાયમાં દર્શાવેલ મોક્ષસુખ સુલભ થાય. ત્યાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે કર્મમલથી વિપ્રમુક્ત બનેલ, લોકના ઊર્ધ્વ છેડાને પામીને સર્વજ્ઞ-સર્વદર્શી તે સિદ્ધાત્મા અતીન્દ્રિય અનન્ત સુખને મેળવે છે.” (૩૩) 1. कर्ममलविप्रमुक्तः ऊर्ध्वं लोकस्य अन्तम् अधिगम्य। स सर्वज्ञान-दर्शी लभते सुखमनिन्द्रियमनन्तम् ।।