Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• अवयवावयव्यभेदसाधनम् ।
२६३ 'किञ्चिद् वस्त्रं रक्तमिति चित्रलोकव्यवहारसिद्धेः ।
अवयवाऽवयविनोः एकान्तभेदेऽवयविनो निरंशतया ‘किञ्चित् परमाणुद्रव्यं रक्तम्' इतिवत् । 'किञ्चिद् वस्त्रं रक्तम्' इत्यपि न प्रयुज्येत । ____ “न च वस्त्रपदस्य वस्त्रावयवे लक्षणया तत्र सर्वपदप्रयोगानुपपत्तिर्नेति वाच्यम्, अस्खलद्वृत्तित्वात् । तत्प्रयोगस्य” (शा.वा.स.७/१३ पृ.७४) इति व्यक्तं स्याद्वादकल्पलताभिधानायां शास्त्रवार्तासमुच्चयबृहद्वृत्तौ । श લોકવ્યવહાર સંગત થઈ શકે. મતલબ એ છે કે વસ્ત્ર (= અવયવી) અને વસ્ત્રના અવયવો સર્વથા ભિન્ન જ હોય તો “વસ્ત્ર રંગાયું” અથવા “વસ્ત્ર નથી રંગાયું આવો પ્રયોગ થઈ શકે. પરંતુ “આખું વસ્ત્ર રંગાયું, “થોડુંક વસ્ત્ર રંગાયું - આવો વાક્યપ્રયોગ થઈ શકે નહિ. પણ આવો વાક્યપ્રયોગ તો આજનોમાં થાય જ છે. એથી સિદ્ધ થાય છે કે અવયવી અને અવયવો સર્વથા ભિન્ન નથી. પરંતુ અવયવી અવિષ્યમ્ભાવ સંબંધથી અવયવો સાથે સંકળાયેલ છે. તેથી તમામ અવયવો રંગાયેલા હોય ત્યારે સર્વ અવયવોથી અપૃથગુ વસ્ત્રને ઉદેશીને “સંપૂર્ણ વસ્ત્ર રંગાયું - આવો વાક્યપ્રયોગ થાય છે. તથા થોડાં તંતુઓ રંગાયેલા હોય ત્યારે “થોડાક અંશે વસ્ત્ર રંગાયું - આવો વાક્યપ્રયોગ થાય છે.
- અવયવ-અવયવીમાં એકાંતભેદ અસંગત અલ(વ.) અવયવ-અવયવી વચ્ચે સર્વથા ભેદ માનનાર વાદીના મતે અવયવોથી અતિરિક્ત અવયવી એક અને અખંડ હોવાથી “સંપૂર્ણ અને “થોડુંક'- આ મુજબ વસ્ત્રને વિશેષણ લાગી ન જ શકે. “થોડા અંશે પરમાણુ રંગાયો' - આ પ્રમાણે જેમ વાક્યપ્રયોગ થતો નથી તેમ “થોડા અંશે વસ્ત્ર રંગાયું - 1 આવો પણ વાક્યપ્રયોગ થઈ ન શકે. કારણ કે પરમાણુની જેમ વસ્ત્ર (= અવયવી) અખંડ જ છે.
જ વસ્રરંજન વિચાર . શંકા :- (“ન ઘ.) “સર્વ વસ્ત્ર ર' - આ પ્રમાણેના વાક્યપ્રયોગ અવયવ-અવયવીનો અત્યંત ભેદ માનવામાં આવે તો થઈ ન શકે - આ પ્રમાણે તમે (સ્યાવાદીએ) ઉપર જણાવ્યું તે બરોબર છે. નથી. આનું કારણ એ છે કે “સર્વ વસ્ત્ર રમ્' - આ વાક્યમાં ‘વસ્ત્ર' પદની વચ્ચઅવયવમાં લક્ષણા કરવામાં આવે છે. વસ્ત્રના તંતુઓ તો અનેક છે. તેથી “સર્વ” અને “થોડુંક' શબ્દનો પ્રયોગ અસંગત નહિ થઈ શકે. “સર્વ વસ્ત્ર રમ્' વાક્યમાં “વસ્ત્ર' પદની વચ્ચઅવયવમાં લક્ષણા કરવાથી “તમામ વસ્ત્રઅવયવો રંગાઈ ગયા” આવો અર્થ પ્રાપ્ત થશે. તથા “
વિશ્વત્ વત્રં રમ્' વાક્યમાં કેટલાંક વસ્ત્રઅવયવો રંગાયા” આવો અર્થ પ્રાપ્ત થશે. માટે અવયવ-અવયવીનો અત્યંત ભેદ માની શકાય છે.
૬ અમ્બલહુત્તિક પ્રયોગમાં લક્ષણા અમાન્ય સમાધાન - અવયવ-અવયવીમાં અત્યંત ભેદનો અંગીકાર કરીને “સર્વ વસ્ત્ર રજૂ ઈત્યાદિ વાક્યપ્રયોગમાં “વસ્ત્ર' પદની વસ્ત્રઅવયવમાં લક્ષણા માનવી વ્યાજબી નથી. કારણ કે ઉપરોક્ત વાક્યપ્રયોગ અમ્બલદ્રુત્તિક છે. “
Tયાં પોષ” વાક્યમાં જેમ “ગંગા' પદની શક્તિનું જલપ્રવાહ સ્વરૂપ મુખ્યાર્થમાં અલન થાય છે તેમ “વસ્ત્ર' શબ્દની મુખ્યવૃત્તિસ્વરૂપ “શક્તિ'નું અલન ઉપરોક્ત વાક્યપ્રયોગમાં થતું નથી. માટે તે વાક્યપ્રયોગ મુખ્ય છે, ગૌણ નથી. તેથી જઘન્યવૃત્તિસ્વરૂપ લક્ષણા દ્વારા ઉપરોક્ત વાક્યપ્રયોગનું સમર્થન કરવું વ્યાજબી નથી. આમ શાસ્ત્રવાર્તાસમુચ્ચયની સ્યાદ્વાદકલ્પલતા વ્યાખ્યામાં મહોપાધ્યાય યશોવિજયજી