________________
૨૧
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૯ અવતરણિકા :
अन्यथा प्रदाने दोषमाह -
અવતરણિકાર્ય :
અન્યથા પ્રદાનમાંsઉત્તમ ધર્મના પાલનની શ્રોતામાં શક્તિ છે કે નહિ તેનો નિર્ણય કર્યા વગર અણુવ્રતાદિના પ્રદાનમાં, દોષને કહે છે દેશવિરતિ આપનાર ઉપદેશકને પ્રાપ્ત થતા અતર્થને કહે છે –
સૂત્ર :
सहिष्णोः प्रयोगेऽन्तरायः ।।९/१४२ ।। સૂત્રાર્થ :
સહિષ્ણુને સર્વવિરતિપાલનમાં સમર્થ શ્રોતાને, પ્રયોગમાં-અણુવ્રતાદિના દાનના વ્યાપારમાં, અંતરાય છે=સર્વવિરતિની પ્રાપ્તિમાં શ્રોતાને ઉપદેશક દ્વારા અંતરાય કરાયેલો થાય છે. II૯/૧૪રા ટીકા :
'सहिष्णोः' उत्तमधर्मप्रतिपत्तिसमर्थस्य 'प्रयोगे' अणुव्रतादिप्रदानव्यापारणे 'अन्तरायः' चारित्रप्रतिपत्तेः कृतो गुरुणा भवति, स च भवान्तरे आत्मनश्चारित्रदुर्लभत्वनिमित्तमिति ।।९/१४२।।
ટીકાર્ય :
ણિwnો' નિમિત્તિિત | સહિષ્ણુનેaઉત્તમધર્મ સ્વીકારવામાં સમર્થ એવા શ્રોતાને, પ્રયોગમાં અણુવ્રતાદિ પ્રદાનના વ્યાપારમાં ચારિત્રની પ્રાપ્તિનો અંતરાય ઉપદેશક વડે કરાયેલો થાય છે અને તેaઉપદેશક વડે કરાયેલો અંતરાય ભવાંતરમાં પોતાને ઉપદેશકને ચારિત્રતા દુર્લભપણામાં નિમિત્ત છે.
‘ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૯/૧૪રા ભાવાર્થ
યોગ્ય શ્રોતા સમ્યક્ત પામ્યો છે અને વિશેષ ધર્મ પ્રાપ્ત કરવા માટે તત્પર થયેલો છે તેવો નિર્ણય કર્યા પછી જે ઉપદેશક સંપૂર્ણ નિરવદ્ય એવા ચારિત્રના પાલન માટે આ શ્રોતા સમર્થ છે કે નહિ તેનો નિર્ણય કર્યા વગર ધર્મને ગ્રહણ કરવાને સન્મુખ થયેલા યોગ્ય શ્રોતાને અણુવ્રતાદિ આપે તો તે શ્રોતા સર્વવિરતિ ગ્રહણ કરીને જે પ્રકારે મોહનું ઉમૂલન કરી શકે તે પ્રકારે દેશવિરતિના પાલનથી મોહનું ઉમૂલન કરી શકે નહિ, તેથી વિશેષ પ્રકારે મોહના ઉન્મેલન માટે સમર્થ એવા શ્રોતાને ઉપદેશક દેશવિરતિ આપે તે દેશવિરતિનું