________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૭૨ :
૧૫૧ विचिन्त्य तथा तथोचितवृत्तिप्रधानतया सततमेव प्रवर्तितव्यं यथा यथा सकलसमीहितसिद्धिविधायि जनप्रियत्वमुज्जृम्भते, न पुनः कथञ्चिदपि जनापवादः, तस्य मरणानिर्विशिष्यमाणत्वात्, तथा વાવારિ – “वचनीयमेव मरणं भवति कुलीनस्य लोकमध्येऽस्मिन् । મvi તુ વાત્તરતિયિં જ નાતો સામાન્ય સારૂરૂ ” [0 રૂત્તિ ૭૨/૨૦ધા ટીકાર્ય :
‘નોવાપવીલા' ... તિ | સર્વ લોકોના અપરાગરૂપ અર્થાત્ તિરસ્કારરૂપ લોકઅપવાદથી, ભીરુતા અત્યંત ભીતભાવ ધારણ કરવો જોઈએ.
શું કહેવાયેલું થાય છે? તે બતાવે છે – નિપુણ મતિથી વિચાર કરીને તે તે પ્રકારે ઉચિત પ્રવૃત્તિના પ્રધાનપણાથી સતત જ પ્રવર્તવું જોઈએ. જે જે પ્રકારે સકલ ઈષ્ટની સિદ્ધિને કરનાર જનપ્રિયત્વપણું પ્રગટ થાય, પરંતુ કોઈપણ રીતે જનઅપવાદ ન થાય તે રીતે યત્ન કરવો જોઈએ; કેમ કે તેનું લોકની નિંદાનું, મરણથી નિર્વિશેષપણું
અને તે પ્રમાણે કહેવાયું છે –
કુલીન પુરુષને આલોકમાં વચનીય જર્નાનિંદનીય જ, મરણ છે. વળી, મરણ કાળપરિણતિરૂપ છે અને એ કાળપરિણતિરૂપ મરણ, જગતને પણ સામાન્ય છે. In૧૩૩મા” ()
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. II૭૨/૨૦પા ભાવાર્થ
શ્રાવકે શિષ્ટ લોકોમાં નિંદા થાય તેવું કોઈ કાર્ય કરવું જોઈએ નહિ અને ક્યારેક લોભાદિને વશ થઈને તેવા પ્રકારનાં કૃત્યો કરવાનું મન થાય તોપણ નિપુણ મતિથી વિચારવું જોઈએ કે મારી આ અનુચિત પ્રવૃત્તિથી લોકમાં હું નિંદાપાત્ર બનીશ. માટે લોભાદિને વશ ક્યારેક તેવી પ્રવૃત્તિ કરવાનો અધ્યવસાય થાય તો પણ તેના પરિહારપૂર્વક તે તે પ્રકારની ઉચિત પ્રવૃત્તિમાં પ્રધાનપણાથી સતત યત્ન કરવો જોઈએ; જેથી સર્વ કલ્યાણનું કારણ એવું જનપ્રિયપણું પ્રાપ્ત થાય.
આશય એ છે કે ધર્મજનની ઉચિત પ્રવૃત્તિ જોઈને ઘણા યોગ્ય જીવોને બીજાધાનાદિ થાય છે અને તેની અનુચિત પ્રવૃત્તિ જોઈને ઘણા જીવોને તેના ધર્મ પ્રત્યે નિંદાનો પરિણામ થાય છે. માટે શિષ્ટ લોકમાં પોતે નિંદાનું કારણ ન બને તે રીતે શ્રાવકે સર્વ પ્રવૃત્તિ કરવી જોઈએ. અને વિચારવું જોઈએ કે લોકમાં નિંદાપાત્ર કૃત્ય કરવું તે મરણ તુલ્ય છે જેથી નિમિત્તોને પામીને પણ અનુચિત પ્રવૃત્તિ થાય નહિ. II૭૨/૨૦પા