________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૮, ૯
ટીકા ઃ
'व्रतपरिणामस्य' चारित्रलक्षणस्य तत्तदुपसर्गपरीषहादिषु स्वभावत एव व्रतबाधाविधायिषु सत्सु ‘રક્ષા' ચિન્તાળિમદોષધ્યાવિક્ષળોવાહરન્ગેન પરિપાલના વિષેયા ।।૮/૨૭૭।।
ટીકાર્થ
૨૫૭
--
‘વ્રતરિામસ્વ’
વિષેયા ।। સ્વભાવથી જ વ્રતને બાધા કરનારા તે તે ઉપસર્ગ-પરીષહાદિ હોતે છતે ચારિત્રરૂપ વ્રતપરિણામની રક્ષા કરવી જોઈએ-ચિંતામણિ મહાઔષધિ આદિ રક્ષણના ઉદાહરણથી પરિપાલના કરવી જોઈએ. ॥૮/૨૭૭મા
ભાવાર્થ:
વળી, સાધુએ ચારિત્રના પરિણામના રક્ષણ માટે સદા ઉદ્યમ કરવો જોઈએ.
કઈ રીતે ઉદ્યમ કરવો જોઈએ ? તે સ્પષ્ટ કરતાં કહે છે
સ્વભાવથી જ વ્રતપરિણામના બાધને કરનારા ઉપસર્ગ પરિષહાદિ પ્રાપ્ત થાય તો ચિંતામણિ મહાઔષધિ આદિના રક્ષણના ઉદાહરણથી ચારિત્રનું રક્ષણ કરવું જોઈએ.
આશય એ છે કે સાધુને સમભાવમાં અત્યંત રાગ હોય છે, તેથી સમભાવની વૃદ્ધિના ઉપાયભૂત સંયમની સર્વ ક્રિયાઓ તે રીતે ઉપયુક્ત થઈને કરે છે અને સદા શાસ્ત્રવચનથી આત્માને ભાવિત કરે છે જેથી સમભાવનો જ રાગ અતિશય અતિશય થયા કરે, જેનાથી ચારિત્રનો પરિણામ વિશુદ્ધ વિશુદ્ધતર બને છે. આમ છતાં સ્વભાવથી જ કેટલાક ઉપસર્ગ પરિષહો ચારિત્રના બાધક બને તેવા હોય છે, તે વખતે શાસ્ત્રની ઉચિત વિધિ દ્વારા તે ઉપસર્ગ પરિષહથી પોતાનું રક્ષણ કરીને ચારિત્રમાં ઉચિત યત્ન થાય તે પ્રકારે સાધુઓ સદા યત્ન ક૨વો જોઈએ; કેમ કે જેમ ચિંતામણિ સંસારી જીવો માટે અત્યંત રક્ષણીય છે, તેમ ચિંતામણિ તુલ્ય સર્વકલ્યાણનું એક કારણ ચારિત્રનો પરિણામ સાધુને સદા ૨ક્ષણીય છે. અથવા વિશિષ્ટ પ્રકારની ઔષધીઓ સર્વ પ્રકારના રોગોનો નાશ કરે તેવા અનેક ફળવાળી હોય છે, જે ઔષધિઓનું સંસારી જીવો સર્વ યત્નથી રક્ષણ કરે છે તેમ સંસાર રૂપી ભાવરોગનો નાશ કરનાર મહાઔષધિતુલ્ય ચારિત્રના પરિણામનું સાધુએ સર્વ ઉદ્યમથી રક્ષણ કરવું જોઈએ. જેથી ઉપસર્ગ-પરિષહમાં પણ સમભાવની વૃદ્ધિને અનુકૂળ ચારિત્રનો પરિણામ નાશ ન પામે. II૮/૨૭૭][]
સૂત્ર ઃ
બારમત્યાઃ ||૧/૨૭૮।।
સૂત્રાર્થ -
આરંભનો ત્યાગ કરવો જોઈએ. II૯/૨૭૮૫
ટીકા ઃ
‘આર્મસ્ય’ પાયોપમર્વપક્ષ્ય ‘ત્યાઃ' ।।૧/૨૭૮।।