________________
૩૩૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૮૨ સૂત્ર:
યથાઈ ધ્યાનયો: Iટર/રૂવા સૂત્રાર્થ :
યથાયોગ્ય ધ્યાનયોગનું સેવન કરવું જોઈએ. ll ૨/૩૫૧II ટીકા :
'यथार्ह' यो यस्य योग्यस्तदनतिक्रमेण 'ध्यानयोगो' ध्यानयोधर्मशुक्ललक्षणयोर्योगः, अथवा 'यथार्ह मिति यो देशः कालो वा ध्यानस्य योग्यस्तदनुल्लङ्घनेनेति ।।८२/३५१।। ટીકાર્ય :
યથાઈ ... કન્નતિ | યથાયોગ્ય=જે સાધુ જેને યોગ્ય હોય=જે પ્રકારના ધ્યાનને યોગ્ય હોય તેવા અતિક્રમ વગર ધ્યાનયોગનું સેવન કરવું જોઈએ=ધર્મધ્યાન, શુક્લ ધ્યાનરૂપ બે પ્રકારનાં ધ્યાનનું સેવન કરવું જોઈએ અથવા યથાયોગ્ય એટલે જે દેશ, કાળ ધ્યાનને યોગ્ય છે તેના અનુલ્લંઘનથી ધ્યાન કરવું જોઈએ.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૮૨/૩૫૧ાા. ભાવાર્થ -
સાધુએ સંયમની સર્વ ક્રિયાઓ તે પ્રકારના દઢ ઉપયોગપૂર્વક કરવી જોઈએ, જેથી ક્રિયાકાળમાં અસ્મલિત સૂત્ર-અર્થ અનુસાર ચિત્ત ગમન કરી શકે તે પ્રકારની સ્થિરતાને પ્રાપ્ત કરે. અને તે પ્રકારે સર્વક્રિયા કરવાને કારણે બાહ્ય પદાર્થોમાંથી આનંદ લેવાની ઉત્સુકતા શાંત થાય છે અને સૂત્ર-અર્થ અનુસાર ભાવ કરીને શાંતરસમાંથી આનંદ લેવાને અનુકૂળ ચિત્ત નિષ્પન્ન થાય છે અને તેવા સાધુ પોતાની યોગ્યતાનો વિચાર કરીને, વિચારે કે “કયા પ્રકારના ધ્યાનમાં હું યત્ન કરીશ કે જેથી દીર્ઘકાળ સુધી જિનવચનના અર્થને સ્પર્શનાર કોઈ એક પદાર્થ વિષયક ચિત્તનો ઉપયોગ પ્રવર્તી શકે” અને તે પ્રમાણે ધ્યાનમાં પ્રયત્ન કરવાથી વિશેષ પ્રકારનું ધૈર્ય પ્રગટે છે અને તે ધ્યાન ધર્મધ્યાન અને શુક્લધ્યાનનાં બે ભેદવાળું છે.
વળી, ધ્યાનને માટે આદ્યભૂમિકાવાળા સાધુએ ઉપવન આદિ યોગ્ય દેશમાં અને ઉચિતકાળમાં ધ્યાનને માટે યત્ન કરવો જોઈએ, પરંતુ દેશ-કાળનો વિચાર કર્યા વગર માત્ર ધ્યાન કરવા યત્ન કરે તો પરમાર્થથી ચિત્ત તે પ્રકારના પરિણામને સ્પર્શી શકે નહિ, જેથી પારમાર્થિક ધ્યાનની પ્રાપ્તિ થાય નહિ.
વળી, સાધુને માટે વીતરાગતાને અભિમુખ જિનવચન અનુસાર એકાગ્રતાવાળું ચિત્ત થાય તે રીતે જ ધ્યાન અભિમત છે, માત્ર સામાન્ય વિચારો ધ્યાનરૂપ નથી. વળી, સાધુ સૂત્ર-અર્થમાં દઢ યત્ન કરીને ક્રિયાઓ કરે છે તેમાં પણ તે સામાન્ય વિચાર કરતાં ઘણા વિશેષ ભાવો પ્રગટે છે અને તેનાથી પણ વિશેષ પ્રકારના ભાવો સાધુ ધ્યાનયોગથી પ્રાપ્ત કરે છે. II૮૨/૩૫૧ના