________________
૩પ૯
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૫ | શ્લોક-પ किमित्याह-'कुर्वन्ति' विदधति 'भव्यसत्त्वानाम्' उपकर्तुं योग्यानाम् 'उपकारं' सम्यक्त्वज्ञानचारित्रलाभलक्षणम् 'अनुत्तमं' निर्वाणैकफलत्वेन अन्योपकारातिशायिनमिति ।।५।। ટીકાર્ય :
“ક્ષીર'.... ગતિશયિમિતિ જે લબ્ધિમાં બોલતો પુરુષ હોય ત્યારે શ્રોતૃજનતા કર્ણપુરમાં શ્રોતાના કાનમાં, ક્ષીર=દૂધ ઝરે છે તે ક્ષીરાશ્રય લબ્ધિ છે. “માલિ' શબ્દથી મધુરાશ્રવ=મધુનું ઝરણ, સપિરાશ્રય=ઘીનું ઝરણ, અમૃતાશ્રવ અમૃતનું ઝરણ ઈત્યાદિ જે લબ્ધિનો સમૂહ તેને પ્રાપ્ત કરીને પરમ=સર્વસુંદર, અક્ષય અનેકવખત ઉપયોગ કરાતું પણ અનુપરમ સ્વભાવવાળું, ભવ્ય સત્ત્વોનુંsઉપકાર કરવા યોગ્ય જીવોનું, અનુત્તમ=નિર્વાણ એકલપણું હોવાને કારણે અન્ય ઉપકારથી અતિશાયી એવા સમ્યક્ત, જ્ઞાન, ચારિત્રના લાભારૂપ ઉપકાર કરે છે.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. પા. ભાવાર્થ
જે મહાત્માઓ તેલધારાપાત્ર ધારણ કરનારાના દૃષ્ટાંતથી અપ્રમાદભાવપૂર્વક સદા જિનવચન અનુસાર રાત્રીદિવસ સર્વ ઉચિત ક્રિયાઓ કરીને યતિભાવનું સેવન કરે છે તેનાથી તેઓમાં તથાસ્વભાવે ક્ષીરાદિ અનેક લબ્ધિઓ પ્રગટે છે, તેથી તે મહાત્માઓ જ્યારે કોઈપણ વચનપ્રયોગ કરે ત્યારે તે વચન જે શ્રોતાના કાનમાં જાય ત્યારે તે શ્રોતાને જેમ જ્ઞાન ઉત્પન્ન થાય છે તેમ તે મહાત્માના વિશેષ પ્રકારના ભાષાના પુદ્ગલોના બળથી ક્ષીરાદિ દ્રવ્યો ઝરે છે; જેથી તે શ્રોતાને પણ વિશેષ પ્રકારનો આલાદ ઉત્પન્ન થાય છે અને આવી અનેક લબ્ધિઓને પ્રાપ્ત કરીને તે મહાત્મા યોગ્ય જીવોને અનુત્તમ કોટિનો ઉપકાર કરે છે, જે ઉપકાર નિર્વાણપદની પ્રાપ્તિનું એક કારણ છે, સર્વસુંદર છે અને અક્ષય પામનારું છે; કેમ કે તે મહાત્માના ઉપદેશથી જે જીવોને માર્ગની પ્રાપ્તિ થઈ છે તે જીવો અનેક વખત અન્ય અન્ય જીવોને ઉપકાર કરે તોપણ પોતાને પ્રાપ્ત થયેલો ઉપકાર ક્યારેય ક્ષય પામતો નથી. જેમ પોતાને ધન પ્રાપ્ત થયેલું હોય અને તે ધન બીજાને આપવામાં આવે તો તેને ઉપકાર થાય તો પણ પોતાનું ધન એટલા અંશમાં ક્ષય પામે છે. જ્યારે તે મહાત્માથી પ્રાપ્ત થયેલ રત્નત્રયીરૂપ ઉપકાર તે યોગ્ય જીવો અન્ય અન્યને ઉપકાર કરે તોપણ ક્ષય ન પામે તેવો સર્વશ્રેષ્ઠ ઉપકાર છે. માટે યતિધર્મથી પ્રાપ્ત થયેલું કલ્યાણ આ ભવમાં પણ ઘણા જીવોની કલ્યાણની પરંપરાનું કારણ બને છે અને પોતાને પણ અનેક પ્રકારની લબ્ધિનું કારણ બને છે અને અંતે પરલોકમાં પણ મહાકલ્યાણ પ્રાપ્ત થશે તે ગ્રંથકારશ્રી સ્વયં આગળના શ્લોકમાં બતાવશે.
અહીં વિશેષ એ છે કે શ્લોક-૪ના ભાવાર્થમાં જે આલોક અને પરલોકના કલ્યાણનું વર્ણન કર્યું તે કલ્યાણ સામાન્ય સર્વ યતિઓને પ્રાપ્ત થાય છે અને પ્રસ્તુત શ્લોકમાં જે આલોકના કલ્યાણનું વર્ણન કર્યું તે વિશેષ પ્રકારના યતિઓને થાય છે, તેથી પરસ્પર વિરોધ નથી. પા.