________________
૩પ૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૫ | શ્લોક-૪, ૫ તત્કાલ મોક્ષમાં ન જાય તો પરલોકમાં દેવભવની પ્રાપ્તિકાળમાં ઘણા ભોગોની પ્રાપ્તિ કરે છે અને તે ભોગની પ્રાપ્તિકાળમાં યતિધર્મના સેવનના સંસ્કારો વિદ્યમાન હોવાથી યતિધર્મ પ્રત્યેનો પક્ષપાત વર્તે છે. માટે ભોગના રાગ કરતાં પણ મોક્ષ અને મોક્ષના ઉપાયભૂત યતિધર્મ પ્રત્યેનો રાગ અતિશય વર્તે છે, તેથી પૂર્વના ભવમાં સેવાયેલા યતિધર્મનાં ફળરૂપે જે ભોગો મળ્યા છે તેમાં પણ તીવ્ર સંશ્લેષ થતો નથી. વળી, તે ભોગોને ભોગવીને પણ ભોગના સંસ્કારો ક્ષીણ કરે છે, તેથી ઉત્તરના ભવમાં વિશેષ પ્રકારના યતિધર્મની પ્રાપ્તિ કરે છે અને આ રીતે જ્યાં સુધી સંસારમાં રહે ત્યાં સુધી ઉત્તર ઉત્તરના ભવમાં ભોગાદિને પણ પ્રાપ્ત કરે છે અને સુખી થાય છે, તેથી કલ્યાણને પામે છે અને વિશેષ વિશેષ યતિધર્મના પક્ષપાતને કારણે પૂર્વ પૂર્વ કરતાં વિશેષ વિશેષ યતિધર્મને પામીને ઉપશમ ભાવના સુખની વૃદ્ધિને પામે છે, તેથી આત્માની સ્વસ્થતારૂપ પણ કલ્યાણને પ્રાપ્ત કરે છે. આ રીતે પરલોકમાં સદ્ગતિની પરંપરારૂપ કલ્યાણની પ્રાપ્તિ છે તેમ વર્તમાનના ભવમાં પણ યતિધર્મના સેવનના કારણે જે મોહની આકુળતા મંદ મંદતર થાય છે તે સુખરૂપ હોવાથી આ ભવમાં પણ કલ્યાણને પામે છે. માટે જે પ્રકારનું શાસ્ત્રમાં કહ્યું છે તે પ્રકારનું કલ્યાણ યતિધર્મના સેવનથી મહાત્માઓ પ્રાપ્ત કરે છે. આજના અવતરણિકા :
एतदेव विवरीषुराह - અવતરણિકાર્ય :
આને જ=આલોક અને પરલોકના કલ્યાણને જ, વિવરણ કરવાની ઈચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
क्षीराश्रवादिलब्ध्योघमासाद्य परमाक्षयम् ।
कुर्वन्ति भव्यसत्त्वानामुपकारमनुत्तमम् ।।५।। શ્લોકાર્ચ -
ક્ષીરાઢવાદિલબ્ધિના સમૂહને પ્રાપ્ત કરીને ભવ્ય જીવોના પરમઅક્ષય અનુતમ એવા ઉપકારને કરે છે. IIપી. ટીકાઃ
'क्षीरं' दुग्धं श्रोतृजनकर्णपुटेषु 'आश्रवति' क्षरति भाषमाणो यस्यां लब्यौ सा 'क्षीराश्रवा,' आदिशब्दान्मध्वाश्रवा सर्पिराश्रवा अमृताश्रवा चेत्यादिको यो 'लब्थ्योघो' लब्धिसङ्घातः तम् ‘आसाद्य' उपलभ्य 'परमाक्षयं परमं' सर्वसुन्दरं 'अक्षयं' च अनेकदा उपजीव्यमानमपि अनुपरमस्वभावम्,