________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | શ્લોક-૧
૩૬૧ એ પ્રમાણે શ્રી મુનિચંદ્રસૂરિ વિરચિત ધર્મબિન્દુ વૃત્તિમાં યતિધર્મવિધિ' પાંચમો અધ્યાય સમાપ્ત થયો. પા. ભાવાર્થ :
જે મહાત્માઓ બુદ્ધિમાન છે તેઓ સર્વ ઉદ્યમથી મહાઉપદ્રવકારી સંસારના ઉચ્છેદ માટે ઉદ્યમ કરે છે. સંસારના ઉચ્છેદ માટે યત્ન કરવો એ જ યતિભાવ છે અને તેવા મહાત્માઓ જ્યારે તે યતિભાવને સેવીને આત્માની અસંગ પરિણતિને પ્રગટ કરે છે ત્યારે સંસારના કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયનો નાશ થાય છે. અને તેવા મહાત્માઓ શીધ્ર યોગનિરોધ કરીને અત્યંત અસમંજસ એવા સંસારથી શીધ્ર મુક્ત થાય છે. અર્થાત્ જન્મ-મૃત્યુ જરા-વ્યાધિ-રોગ-શોક-શીત-વાતાદિ ઉપદ્રવથી અત્યંત અસમંજસ એવા સંસારથી મુક્ત થાય છે, જે તેઓની બુદ્ધિમત્તાનું શ્રેષ્ઠ ફળ છે. IIકા
પાંચમો અધ્યાય સમાપ્ત
અનુસંધાનઃ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩