________________
૩પ૭
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | શ્લોક-૪ શ્લોક :
सम्यग् यतित्वमाराध्य महात्मानो यथोदितम् ।
सम्प्राप्नुवन्ति कल्याणमिहलोके परत्र च ।।४।। શ્લોકાર્ચ - પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારના યતિપણાની સમ્યફ આરાધના કરીને મહાત્માઓ આલોકમાં અને પરલોકમાં યથાઉદિત કલ્યાણને પ્રાપ્ત કરે છે. III ટીકા :
'सम्यग् यतित्वम्' उक्तरूपमाराध्य समासेव्य 'महात्मानो' जना यथोदितं' यथा शास्त्रे निरूपितम्, किमित्याह-'सम्प्राप्नुवन्ति' लभन्ते 'कल्याणं' भद्रम्, क्वेत्याह-'इहलोके परत्र चेति प्रतीतरूपमेव III. ટીકાર્ય :
સવ .... પ્રતીતાનેવ ઉક્તરૂપવાળું સમ્યફ યતિપણું આરાધન કરીને યથાઉદિત=જે પ્રમાણે શાસ્ત્રમાં નિરૂપણ કરાયું છે તે પ્રકારના, કલ્યાણને=ભદ્રને, મહાત્માઓ શું? તેથી કહે છે – કલ્યાણને=ભદ્રને, સંપ્રાપ્ત કરે છે=મેળવે છે.
ક્યાં પ્રાપ્ત કરે છે ? તે કહે છે – પ્રતીતરૂપ જ આલોકમાં અને પરલોકમાં કલ્યાણ પ્રાપ્ત કરે છે. I ભાવાર્થ :
પાંચમા અધ્યાયના પ્રારંભમાં યતિપણાનું દુષ્કરપણું બતાવીને શ્લોક-૩માં કહ્યું તે પ્રકારે યોગ્ય જીવોને સંસારના સ્વરૂપનું જ્ઞાન થાય અને તેના કારણે ચિત્ત ભવથી વિરક્ત બને અને મોક્ષની ઉત્કટ ઇચ્છા થાય ત્યારે તે મહાત્માઓ અત્યાર સુધી વર્ણન કર્યું તે બે પ્રકારના યતિધર્મમાંથી સ્વભૂમિકા અનુસાર યતિધર્મ આરાધીને આલોકમાં અને પરલોકમાં કલ્યાણને પ્રાપ્ત કરે છે. તે કલ્યાણ કેવા સ્વરૂપવાળું છે ? એથી કહે છે – જે પ્રકારે શાસ્ત્રમાં કલ્યાણનું સ્વરૂપ નિરૂપણ કર્યું છે તે પ્રકારના કલ્યાણને પ્રાપ્ત કરે છે. આશય એ છે કે પ્રસ્તુત ગ્રંથના પ્રારંભમાં પ્રથમ અધ્યાયના શ્લોક-રમાં કહેલ કે ધર્મ, ધનાર્થીને ધન દેનારો છે, કામાર્થીને સર્વ કામને દેનારો છે અને પરંપરાથી મોક્ષનો સાધક છે તે વચન અનુસાર કલ્યાણની પ્રાપ્તિ કરાવનારો આ યતિધર્મ છે, તેથી જે મહાત્માઓ સ્વભૂમિકા અનુસાર આ યતિધર્મ સેવે છે તેઓ