________________
૩૫૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૯૮, શ્લોક-૪ સૂત્રાર્થ:
ધ્યાનએકતાનપણું સેવે છે. ll૯૮/૩૬૭ll ટીકા -
'ध्याने' धर्मध्यानादावेक एव 'तानः' चित्तप्रसर्पणरूपो यस्य स तथा, तद्भावस्तत्त्वम्, 'इति'शब्दः સમાતો ૨૮/૩૬૭ ટીકાર્ય :
'... સમાતો પા ધ્યાનમાં=ધર્મધ્યાન આદિમાં=ધર્મધ્યાન આદિના વિષયોમાં ચિત્ત પ્રસર્પણરૂપ એક જ તાલ છે જેને તે તેવા છેઃધ્યાનએકતાનવાળા છે. તેનો ભાવ=ધર્મધ્યાનએકતાનવાળાનો ભાવ, તે પણું એ ધ્યાનએકતાનપણું છે. “તિ' શબ્દ સમાપ્તિમાં છે નિરપેક્ષયતિધર્મના કથનની સમાપ્તિમાં છે. II૯૮/૩૬૭ ભાવાર્થ :
નિરપેક્ષયતિધર્મવાળા મુનિઓ સદા અપ્રમત્તભાવથી પ્રાયઃ કાઉસ્સગ્ગ મુદ્રામાં રહીને શુદ્ધ આત્મભાવને પ્રગટ કરવા અર્થે અધ્યયન કરેલાં સૂત્રો-અર્થોથી આત્માને ભાવિત કરીને ધર્મધ્યાન-શુક્લધ્યાનમાં પ્રવર્તાવવા માટે ઉદ્યમવાળા છે, તેથી તે વખતે તેમનું સૂત્ર-અર્થનું ચિંતવન લક્ષ્યની નિષ્પત્તિને અનુકૂળ એકતાનવાળું હોય છે, તેથી તેઓનો શ્રુતનો ઉપયોગ રત્નત્રયીના ક્ષયોપશમની વૃદ્ધિ દ્વારા, ક્ષાયિકભાવના રત્નત્રયીને પ્રગટ કરવાને અનુકૂળ એકતાનથી ધ્યાનમાં પ્રવર્તે છે; જેના બળથી તે મહાત્માઓ ઉત્તર ઉત્તરના અસંગભાવને સ્પર્શીને આત્મામાં દીર્ધસંસાર ચલાવવાની જે સંગશક્તિ છે તેના સંસ્કારોને નાશ કરીને અસંગશક્તિના સંસ્કારોનું આધાન કરે છે. ll૯૮/૩૬ના અવતરણિકા -
अथोपसञ्जिहीर्षुराह - અવતરણિકાર્ય :
હવે ઉપસંહાર કરવાની ઈચ્છાથી કહે છે – ભાવાર્થ :
પાંચમા અધ્યાયના પ્રારંભમાં યતિધર્મ કેવો દુષ્કર છે ?, કેવા ઉત્તમ ફળવાળો છે ? અને દુષ્કર હોવા છતાં મહાત્માઓ કેમ તેમાં યત્ન કરી શકે છે ? તે શ્લોક-૩ દ્વારા બતાવ્યું. ત્યારપછી ૯૮ સૂત્રો દ્વારા સાપેક્ષયતિધર્મનું અને નિરપેક્ષયતિધર્મનું સ્વરૂપ બતાવ્યું. હવે શ્લોક-૪માં તે સર્વ કથનનો ઉપસંહાર કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે –