Book Title: Dharmbindu Prakaran Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 373
________________ ૩૫૪ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૫સૂત્ર-લ્પ, ૯૬ કરે કે ક્વચિત્ ગોદોહિકા આદિ આસનથી કરે પણ સાપેક્ષયતિધર્મવાળા સાધુઓની જેમ ભૂમિ ઉપર બેસીને કે શયન આદિ કરીને શવાસનમાં કાઉસ્સગ્ગ કરતા નથી. ક્વચિત્ જંઘાબળ ક્ષીણ થયું હોય તો બેસીને કોઈક આસનમાં રહીને સાધના કરે અને આયુષ્યની અલ્પતા જણાય તો તે પ્રકારના ઉચિત આસનમાં રહીને અનશન પણ કરે તે બતાવવા માટે પ્રાયઃ' કહેલ છે. II૫/૩૬૪ો. અવતરણિકા :તથા - અવતરણિતાર્થ :અને – સૂત્રઃ રેશનીયામવન્વ: T૧૬/રૂદ્ધ સૂત્રાર્થ - દેશનામાં અપ્રબંધ છે=અવ્યાપાર છે. IIબૂ૩૬પા ટીકા :_ 'देशनायां' धर्मकथारूपायां धर्मं श्रोतुमुपस्थितेष्वपि तथाविधप्राणिषु 'अप्रबन्धः' अभूरिभावः, “વિયાં કુવયur વા” [0 રૂતિ વાનપ્રામાથાત્ ૨૬/રૂદ્ધ ટીકાર્ય : રેશનાથ' ... વનપ્રામાજૂિ i દશનામાં=ધર્મકથારૂપ દેશવામાં, ધર્મ સાંભળવા માટે ઉપસ્થિત પણ તેવા પ્રકારના જીવો હોવા છતાં અપ્રબંધ છે અભૂરિ ભાવ છે અલ્પ શબ્દથી ઉત્તર આપ્યા સિવાય કાંઈ કહે નહિ; કેમ કે “એકવચન અથવા બે વચન” () એ પ્રકારના વચનનું પ્રામાણ્યપણું છે. II૯૬/૩૬૫ ભાવાર્થ : નિરપેક્ષયતિધર્મવાળા મુનિઓ આત્માના નિરપેક્ષભાવમાં સંસ્થિત હોય છે અને નિરપેક્ષભાવની વૃદ્ધિને અનુકૂળ સદા શ્રુતના ઉપયોગથી પ્રયત્ન કરતા હોય છે જે પ્રયત્ન પણ સહજભાવે તે પ્રકારનો દઢ પ્રવર્તે છે જેથી ધ્યાન દ્વારા જે ઉત્તમ ભાવો તેઓ કરી શકે છે તેવા ઉત્તમ ભાવો દેશના આદિથી પણ થતા નથી, તેથી તેવા મહાત્માઓ પાસે ધર્મ સાંભળવા માટે ઉપસ્થિત થયેલા પણ કલ્યાણના અર્થી જીવો હોય તોપણ દેશનામાં પ્રયત્ન કરતા નથી અને જો તેઓ વારંવાર કોઈ પૃચ્છા કરતા હોય તો એક બે વચનથી તેઓને શું કરવું ઉચિત છે તે દિશામાત્ર બતાવે છે, જેથી તે યોગ્ય જીવો ઉચિતસ્થાને જઈને ધર્મની પ્રાપ્તિ કરી શકે છે. II9/૩૬પા

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382