________________
૩૩૭
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫| સૂત્ર-૮૧, ૮૨ અવતરણિકા :તથા –
અવતરણિકાર્ય :
અને – સૂત્ર :
विधिवत् पालनम् ।।८१/३५०।। સૂત્રાર્થ :
વિધિપૂર્વક પાલન કરવું જોઈએ સ્વીકારાયેલા અભિગ્રહનું પાલન કરવું જોઈએ. ll૮૧/૩૫oll ટીકા -
'विधिवद्' विधियुक्तं यथा भवति, 'पालनम्' अभिग्रहाणामिति ।।८१/३५०।। ટીકાર્ય -
વિધિવત્.... ગમિશ્રમિતિ વિધિવાળું વિધિયુક્ત જે પ્રમાણે થાય તે પ્રમાણે અભિગ્રહનું પાલન કરવું જોઈએ.
ત' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૮૧/૩૫ | ભાવાર્થ -
સાધુને ભિક્ષા ગ્રહણ કરવા માટે શાસ્ત્રમાં જે અભિગ્રહ ગ્રહણ કરવાના કહ્યા છે, તે અભિગ્રહ-ગ્રહણનું મુખ્ય પ્રયોજન એ છે કે અભિગ્રહના કારણે ભિક્ષાની અપ્રાપ્તિ થાય ત્યાં સુધી સાધુ પ્રતિદિન વિધિપૂર્વક અને ચિત્તની ઉત્સુકતા વગર ભિક્ષા અર્થે જાય છે અને જ્યાં સુધી ભિક્ષા અપ્રાપ્ત થાય ત્યાં સુધી સાધુને ભિક્ષાની અપ્રાપ્તિના કારણે સહેજ પણ ગ્લાનિ થતી નથી, પરંતુ ઉચિત યતનાના બળથી સંયમના કંડકોની વૃદ્ધિ થાય તે પ્રકારનો સાધુનો અંતરંગ ઉપયોગ પ્રવર્તે એ અભિગ્રહની વિધિનું મુખ્ય અંગ છે. તેથી સાધુએ ગ્રહણ કરાયેલા અભિગ્રહનું તે રીતે વિધિપૂર્વક પાલન કરવું જોઈએ, જેથી અદીનભાવપૂર્વકની ભિક્ષાની ગવેષણાની પ્રવૃત્તિથી સમભાવની વૃદ્ધિ થાય. I૮૧/૩પ-ગાં અવતરણિકા :તથા –
અવતરણિકાર્ય :
અને –