________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૮૫
૩૪૩ કોટિસહિત આયંબિલને એક વર્ષ કરીને આનુપૂર્વીથી, વળી ગિરિકંદરામાં જઈને પાદપોપગમનઅનશન સાધુ કરે છે. ૨૦૩" (પંચવસ્તુક૧૫૭૫-૧૫૭૬-૧૫૭૭)
વળી, જ્યારે કોઈપણ સંહતનાદિના વૈપુણ્યને કારણે=બળના અભાવને કારણે, આટલો સંલેખતાકાલ સાધવા માટે શક્ય હોય ત્યારે માસ, વર્ષના પરિહારથી જઘન્યથી પણ ૬ મહિના સંલેખના કરવી જોઈએ=જઘન્યથી સાધુએ અવશ્ય ૬ મહિનાની સંલેખના કરવી જોઈએ. જે કારણથી અસંલિખિત શરીર અને કષાયવાળા અનશનથી અધિષ્ઠિત આહારત્યાગવાળા સાધુ સહસા ધાતુક્ષય ઉપસ્થિત થયે છતે, સુગતિના ફલવાળી તેવી સમાધિને આરાધવા માટે સમર્થ થતા નથી.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૫૮૫/૩૫૪ ભાવાર્થ:
સાધુ સંયમ ગ્રહણ કરે છે ત્યારથી જ પ્રધાનરૂપે કષાયને પાતળા કરવા માટે સદા યત્ન કરે છે જે ભાવસંલેખના છે અને શાસ્ત્ર અધ્યયનમાં વ્યાઘાત ન થાય તે પ્રમાણે બાહ્ય તપ કરે છે તે દ્રવ્યસંલેખના છે. તે દ્રવ્યસંલેખના કષાયને પાતળા કરવામાં પ્રબળ કારણ હોવાથી આવશ્યક છે, છતાં પ્રધાનરૂપે સાધુએ સદા ભાવસંલેખનામાં જ ઉદ્યમ કરવો જોઈએ. અને જીવનના અંત સમયે વિશિષ્ટ પ્રકારની ભાવસંલેખનામાં સાધુએ ઉદ્યમ કરવો જોઈએ. તેથી જે સાધુ સૂત્રો અને અર્થોથી સંપન્ન થયા છે અને સૂત્રોના અર્થોથી આત્માને ભાવિત કરીને સદા અકષાયની વૃદ્ધિ કરે છે તે સાધુ પણ મરણ સમયે ઉત્તરના વિશિષ્ટ ભવની પ્રાપ્તિ અર્થે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ અર્થે અત્યંત શરીર પ્રત્યે નિરપેક્ષ થઈને ભાવસંલેખનામાં ઉદ્યમ કરે છે અને તે સંખના કરવા માટે સાધુએ સંયમજીવનના પ્રારંભથી સદા મરણકાલના જ્ઞાનને જાણવા ઉદ્યમશીલ રહેવું જોઈએ; કેમ કે મરણનો કાળ બાલ્યાવસ્થામાં, યુવાવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં પણ આવી શકે છે અને સંખના વગર પરભવમાં સાધુ જાય તો તેવા પ્રકારનું વિશિષ્ટ ફળ મળે નહિ. માટે ઉચિત ઉપાય દ્વારા મરણનો નિર્ણય કરીને શક્તિ હોય તો મરણકાળના પૂર્વે ૧૨ વર્ષથી સંલેખનાનો પ્રારંભ કરવો જોઈએ તે આ પ્રમાણે –
(૧) ચાર વર્ષ શક્તિ અનુસાર વિવિધ પ્રકારના છઠ્ઠ, અટ્ટમ, દશમ કે, તેથી પણ અધિક તપ કરે અને પારણામાં વિગઈનું ગ્રહણ કરે.
(૨) ત્યારપછી ચાર વર્ષ છઠ્ઠાદિતપના પારણે વિગઈવાળો આહાર ગ્રહણ કરે પણ નિવિયાતાવાળો આહાર ગ્રહણ કરે.
(૩) ત્યારપછી બે વર્ષ સુધી નિયમથી એકાંતરિત જ આયંબિલ તપ કરે અર્થાત્ એક ઉપવાસ અને પારણે પણ શક્તિ અનુસાર અલ્પ અલ્પતર આયંબિલનો આહાર ગ્રહણ કરે.
(૪) આ રીતે ૧૦ વર્ષ આરાધના કર્યા પછી છ મહિના ન્યૂન એવા ચોથભક્તાદિ તપને કરે અને પારણે આયંબિલમાં ઊણોદરી કરે.