________________
૩૪૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૮૫, ૮૬ (૫) ત્યારપછી છ મહિના અક્રમાદિ તપને કરે જેથી શ૨ી૨ની ક્ષીણતા વધતી જાય અને શારીરિક પ્રતિકૂળ સંયોગોમાં પણ શુભઅધ્યવસાય ક૨વાનું પોતાનું સામર્થ્ય સંચિત થાય.
(૬) આ રીતે ૧૧ વર્ષ આરાધના કર્યા પછી એક વર્ષ સુધી કોટિસહિત અર્થાત્ પ્રતિદિન આયંબિલ કરે અને પછી પર્વતની ગુફામાં જઈને પાદોપગમન અનશન કરે.
જો આ રીતે બાર વર્ષની સંલેખના ન કરી શકે તો પૂર્વમાં બતાવ્યું એ જ ક્રમથી સંલેખનાના બાર વર્ષના કાળથી અડધા છ વર્ષના કાળ સુધી કે તેનાથી પણ અડધા ત્રણ વર્ષના કાળ સુધી અવશ્ય સંલેખના કરે, છેવટે જઘન્યથી ૬ મહિનાની સંલેખના કરે; કેમ કે સંલેખનાકાળમાં દેહ કૃશ થાય છે તેની પીડાની ઉપેક્ષા કરીને સાધુ ક્રમસ૨ સૂત્રથી અને અર્થથી આત્માને ભાવિત ક૨વામાં સમર્થ સમર્થત૨ બને છે જેથી મરણકાળમાં સહસા ધાતુના ક્ષયના કા૨ણે દુર્ધ્યાન થવાની સંભાવના દૂર થાય છે અને સંલેખના ન કરી હોય અને સહસા તે પીડામાં સાધુ ઉપયુક્ત રહે તો આર્તધ્યાનાદિથી તિર્યંચગતિમાં પણ સાધુ જાય એ પ્રકારે પંચવસ્તુકમાં કહેલ છે. માટે ઉત્તમગતિની પ્રાપ્તિના અર્થી સાધુએ અંત સમયે વિશિષ્ટ સમાધિની પ્રાપ્તિના અર્થે ભાવસંલેખનામાં ઉદ્યમ ક૨વો જોઈએ. અને તેના અંગભૂત ઉચિત દ્રવ્યસંલેખનામાં ઉદ્યમ કરવો જોઈએ. ૧૮૫/૩૫૪॥
અવતરણિકા :
તથા
અવતરણિકાર્ય :
અને
સૂત્ર ઃ
-
-
વિશુદ્ધ બ્રહ્મચર્યમ્ ।।૮૬/રૂ।।
સૂત્રાર્થ :
વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ॥૮૬/૩૫૫ા
ટીકા ઃ
'विशेषेण' अतिनिबिडब्रह्मचर्यगुप्तिविधानरूपेण शुद्धं 'ब्रह्मचर्यं' प्रतीतमेव विधेयम्, यदत्र संलेखनाधिकारे विशुद्धब्रह्मचर्योपदेशनं तद्वेदोदयस्य क्षीणशरीरतायामपि अत्यन्तदुर्धरत्वख्यापनार्थमिति
।।૮૬/૫
ટીકાર્થ ઃ‘વિશેષેન’
ધ્યાપનાર્થમિતિ ।। વિશેષથી=અતિનિબિડ બ્રહ્મચર્યની ગુપ્તિના સેવનરૂપ વિશેષથી,