________________
зЧо
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સુત્ર-૯૧, ૯૨
ભાવાર્થ :
નિરપેક્ષયતિધર્મ સેવનારા આત્માઓ પગમાં કંટક આદિ પેસે તોપણ તેને કાઢવા માટે ઉદ્યમ કરતા નથી; પરંતુ દેહ પ્રત્યે અત્યંત નિરપેક્ષ હોવાથી દેહ સાથે અસંબદ્ધ પરિણામને ધારણ કરે છે, તેથી સમતાના વિશિષ્ટ પરિણામમાં સદા ઉપયુક્ત રહી શકે છે, તેથી રોગાદિ અવસ્થામાં પણ રોગાદિનો કોઈ પ્રતિકાર કરતા નથી. અને નિષ્પતિકર્મ શરીરના બળથી જ વિશેષ પ્રકારના સમભાવના પરિણામમાં સદા વર્તે છે. II૯૧/૩૬ના અવતરણિકા :
अत एव - અવતરણિકાર્ય -
આથી જ=નિરપેક્ષયતિધર્મવાળા સાધુ નિષ્પતિકર્મ શરીરવાળા છે આથી જ – સૂત્ર :
પાવિત્યા: Tી૨૨/૩૬૭ સૂત્રાર્થ :
અપવાદનો ત્યાગ છે. ll૨/૩૬૧II ટીકા :
'अपवादस्य' उत्सर्गापेक्षयाऽपकृष्टवादस्य त्यागः कार्यः, न हि निरपेक्षो यतिः सापेक्षयतिरिव उत्सर्गासिद्धावपवादमपि समालम्ब्य अल्पदोषं बहुगुणं च कार्यमारभते किन्तूत्सर्गपथप्राप्तं केवलगुणमयमेवेति ।।९२/३६१।। ટીકાર્ય :
અપવાદ'વાયમેવેતિ | અપવાદનો=ઉત્સર્ગ અપેક્ષાએ અપકૃષ્ટવાદનો, ત્યાગ કરવો જોઈએ જે કારણથી સાપેક્ષયતિની જેમ ઉત્સર્ગની અસિદ્ધિ હોતે છતે અપવાદનું પણ આલંબન કરીને અલ્પદોષ બહુગુણવાળા કાર્યનો આરંભ નિરપેક્ષયતિ કરતા નથી પરંતુ ઉત્સર્ગપથપ્રાપ્ત કેવલ ગુણમય જ કાર્યનો પ્રારંભ કરે છે. II૯૨/૩૬૧૫ ભાવાર્થ
નિરપેક્ષયતિધર્મવાળા સાધુઓ જગતના સર્વ ભાવો પ્રત્યે અત્યંત નિરપેક્ષ હોય છે, તેમ આત્માથી ભિન્ન એવા દેહ પ્રત્યે અને દેહને થતી પીડાઓ પ્રત્યે પણ અત્યંત નિરપેક્ષ હોય છે; તેથી મહાવીર્યથી સદા શ્રતના