________________
૩૪૫
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૮૬, ૮૭ શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું જોઈએ; અહીં=સંલેખતાના અધિકારમાં જે વિશુદ્ધ બ્રહ્મચર્યનો ઉપદેશ છે તે વેદોદયનું ક્ષીણ શરીરતામાં પણ અત્યંત દુર્ધરપણું બતાવવા માટે છે=ક્ષીણ શરીરમાં પણ બ્રહ્મચર્યના કંઈક વિકારો થવાની સંભાવના બતાવવા માટે છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૮૬/૩૫પા. ભાવાર્થ :
અનશન સ્વીકારતી વખતે સાધુએ અત્યંત સાવધાન થઈને વિશુદ્ધ બ્રહ્મચર્યમાં ઉદ્યમ કરવો જોઈએ; કેમ કે જીવ અનાદિથી મોહવાસિત છે અને વિકારોમાંથી આનંદ લેવાના સ્વભાવવાળો છે અને વેદનો ઉદય વર્તી રહ્યો છે, તેથી તપાદિથી ક્ષીણ શરીરની દશામાં પણ જો કષાયની સંખનામાં ઉપયોગ વર્તે તે પ્રકારે સૂત્રઅર્થના પારાયણમાં દઢ યત્ન ન કરી શકે તો બાહ્ય નિમિત્તને પામીને કે અંતરંગ વેદાયના નિમિત્તને પામીને કે તથાવિધ માનસિક સ્મૃતિના નિમિત્તને પામીને કોઈક રાગાદિના પરિણામને સ્પર્શે તો સંખનાની પ્રવૃત્તિ ભાવસંખનાને છોડીને રાગાદિની વૃદ્ધિમાં જીવને પ્રવર્તાવે, તેથી સતત પરલોકને સ્મૃતિમાં રાખીને સાધુએ ત્રણ ગુપ્તિમાં દઢ યત્ન કરવો જોઈએ અને સૂત્ર-અર્થ અનુસાર ભાવમાં યત્ન કરીને વિશિષ્ટ વિશિષ્ટતર બ્રહ્મગુપ્તિને પ્રાપ્ત કરી શકે તે પ્રકારે અતિનિબિડ બ્રહ્મગુપ્તિમાં સાધુએ યત્ન કરવો જોઈએ. Il૮૬/૩પપી
અવતરણિકા :
अथ संलेखनानन्तरं आशुघातके वा विषविशूचिकादौ दोषे सति यद्विधेयं तदाह - અવતરણિકાર્ય :
હવે સંલેખના અનન્તર શીઘ નાશ કરે તેવા વિષ કે વિશુચિકાદિ દોષો થાય ત્યારે શું કરવું જોઈએ ? તેને કહે છે – ભાવાર્થ :
કોઈ સાધુ સંખનાનો પ્રારંભ કરે અને અનશન કરતાં પૂર્વે તપાદિના પારણે શીધ્ર મૃત્યુ પ્રાપ્ત થાય તેવું કોઈક વિષ આહારાદિમાં પ્રાપ્ત થાય કે તપાદિના પારણામાં અતિ વાયુપ્રકોપ આદિ તેવા પ્રકારના થાય કે જેથી તત્કાલ મૃત્યુની સંભાવના જણાય ત્યારે સાધુએ શું કરવું જોઈએ ? તે બતાવે છે –
સૂત્ર:
વિથિના દત્યા રૂતિ નાટ૭/રૂવદ્દા સૂત્રાર્થ :વિધિથી દેહનો ત્યાગ કરવો જોઈએ. II૮૭/૩૫ll