________________
૩૩૬
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫/ સુત્ર-૮૦
ટીકા :
'अभिग्रहाणां' द्रव्यक्षेत्रकालभावभेदभिन्नानाम् - "लेवडमलेवडं वा अमुगं दव्वं च अज्ज घेच्छामि ।
अमुगेण व दव्वेण व अह दव्वाभिग्गहो एस ।।२०० ।।" [पञ्च० २९८] [लेपकृदलेपकृद्वा अमुकं द्रव्यं चाऽद्य ग्रहीष्यामि । अमुकेन द्रव्येण वा अथ द्रव्याभिग्रहो एषः ।।१।।] इत्यादिशास्त्रसिद्धानां 'ग्रहणम्' अभ्युपगमः कार्यः ।।८०/३४९।। ટીકાર્ચ -
મદા' ... વાર્થ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી અનેક પ્રકારના અભિગ્રહોનો= લેપવાળા અથવા અલેપવાળા અમુક દ્રવ્યોને આજે હું ગ્રહણ કરીશ અથવા અમુક દ્રવ્ય વડે અપાયેલી ગોચરી, હું ગ્રહણ કરીશ આ દ્રવ્યઅભિગ્રહ છે. ll૨૦૦" (પંચવટુક. ૨૯૮)
ઈત્યાદિ શાસ્ત્ર પ્રસિદ્ધ અભિગ્રહનો=સાધુએ સ્વીકાર કરવો જોઈએ, એમ અવય છે. ૮૦/૩૪૯ ભાવાર્થ
સાધુ ગોચરી અર્થે જાય ત્યારે આહાર મળશે તો તેના દ્વારા દેહને પુષ્ટ કરીને સંયમમાં દઢ યત્ન કરીશ અને આહાર નહિ મળે તો તપ દ્વારા આત્માને ભાવિત કરીને સંયમની વૃદ્ધિ કરીશ એ પ્રકારના ભાવોથી ભાવિત થઈને આહારની પ્રાપ્તિ અને આહારની અપ્રાપ્તિ પ્રત્યે સમભાવને ધારણ કરતાં ભિક્ષા માટે જાય છે તે વખતે વિશેષ પ્રકારના સમભાવની વૃદ્ધિ અર્થે અભિગ્રહો ગ્રહણ કરે છે અને તે અભિગ્રહના બળથી સમભાવની વૃદ્ધિ કરે છે; કેમ કે સાધુને સામાન્યથી સર્વ દોષોથી રહિત ભિક્ષા પણ દુર્લભ હોય છે. તે દોષોના પરિવાર અર્થે પ્રયત્ન કર્યા પછી વિશેષ પ્રકારના અભિગ્રહો ગ્રહણ કરે અને તે પ્રકારે ભિક્ષા મળે તો જ ગ્રહણ કરવું અન્યથા નહિ, એ પ્રકારના દઢ સંકલ્પપૂર્વક ભિક્ષા માટે યત્ન કરે છે ત્યારે ભિક્ષાની પ્રાપ્તિ અતિદુર્લભ હોવા છતાં મનની કોઈ જાતની પ્લાનિ વગર ઉચિત ગવેષણા કરે ત્યારે સમભાવનો પરિણામ વિશેષ વૃદ્ધિ પામે છે, તેથી સમભાવના અર્થી સાધુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને શાસ્ત્રમાં કહેલા અનેક પ્રકારના અભિગ્રહોમાંથી સ્વશક્તિ અનુસાર અભિગ્રહ ગ્રહણ કરીને સંયમની વૃદ્ધિ કરે છે.
જેમ વીર ભગવાને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અભિગ્રહ ગ્રહણ કરેલ જેનું પારણું ૫ મહિના અને ૨૫ દિવસે ચંદનબાળાના હાથે થયેલ. ll૮૦/૩૪૯ll